પબજી ગેમના બંધાણી યુવકનું ખીણમાં કૂદતા મોત

પબજી ગેમના બંધાણી યુવકનું ખીણમાં કૂદતા મોત
પબજી ગેમના બંધાણી યુવકનું ખીણમાં કૂદતા મોત
રાજ્યના બીજા નંબરના હિલ સ્ટેશન તોરણમાલમાં 20 વર્ષીય યુવકનું આ ગેમને કારણે મોત થયું છે. ઓનલાઈન ગેમ પબજીએ વિશ્વભરમાં ઘણા લોકોના જીવ લીધા છે. મહારાષ્ટ્રમાં સાતપુડા પર્વતમાળાનાં ગામડાંઓના યુવાનો આવી જીવલેણ રમતથી દૂર હતા. ગેમ રમતી વખતે છલાંગ મારવાની હોવાથી યુવકે ખીણમાં છલાંગ મારતા મોત નીપજ્યું.

Visit Saurashtra Kranti Homepage here

તોરણમાલ તાલુકાના ધડગાંવના વિજય જુલેશ ઠાકુર નામના યુવકે પબજી ગેમના કારણે જીવ ગુમાવ્યો છે.વિજયને એક વર્ષથી પબજીનું વ્યસન હતું. તે દિવસ-રાત પબજી રમતો. સતત ગેમ રમવાથી તેનું માનસિક સંતુલન બગડી ગયું હતું.

8 માર્ચે રાત્રે 8 વાગ્યા પછી તોરણમાલ ખાતે આવેલી પ્રખ્યાત સીતાખાઈ ઊંડી ખીણમાં કૂદી પડતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. આ માહિતી ગામના કેટલાક લોકોના ધ્યાન પર ત્યારે આવી જ્યારે તેઓને ખબર પડી કે સવારે કોઈ ખીણમાં પડી ગયું છે.

માહિતી મળતાં જ સ્થાનિક ચોકીના પોલીસ કર્મચારીઓ અને ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મ્હસાવદ પોલીસ મથકે જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતાં જ ઈન્સ્પેક્ટર તેમના સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. બપોરે વિજયના મૃતદેહને ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યો.

બાદમાં તેનું પોસ્ટમોર્ટમ કરાયા પછી મૃતદેહ તેના પરિવારને સોંપાયો.વિજય દિવસ-રાત પબજી રમતો હોવાથી અનિદ્રાથી પીડાતો હતો. ઘણી વખત તેના માતા-પિતા તેને આ ગેમથી દૂર રહેવા વિનંતી કરતા પરંતુ તે ખૂબ જ ચિડાઈ જતો હતો.

Read About Weather here

આ ગેમે સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી છે. ઘણા લોકોને આ ગેમની લત લાગી છે અને તેઓ દિવસ-રાત આ ગેમ રમતા જોવા મળે છે. આ ગેમે અત્યાર સુધીમાં ઘણા લોકોના જીવ લીધા છે.બાળકો સહિત અનેક યુવાનો આ ગેમના બંધાણી બની ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here