રશિયા-યુક્રેન યુદ્ધ

રશિયા-યુક્રેન યુદ્ધ LIVE
રશિયા-યુક્રેન યુદ્ધ LIVE
છેલ્લા પખવાડિયાથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધની કારમી વાસ્તવિકતા એ છે કે સામાન્ય નાગરિકોના જાનમાલનો યુક્રેનમાં કચ્ચરઘાણ નીકળી ગયો છે. મારિયુપોલમાં એક બાળકોની હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો. જેમાં 17 લોકો ઘાયલ થયા છે: ગવર્નરરશિયા સાથેના યુદ્ધ વચ્ચે યુક્રેને દાવો કર્યો છે તેઓએ અત્યાર સુધીમાં 12,000 રશિયન માર્યા છે લોકો જીવ બચાવવા માટે દેશ છોડી રહ્યા છે. યુક્રેનથી મોટી સંખ્યામાં લોકો ઈરપિન તરફ રવાના થવા લાગ્યા છે. પોતાના બાળકો, વૃદ્ધો સહિતના પરિજનો સાથે પોતાનો દેશ છોડી રહ્યા છે. આ કારણથી મોટું રેફ્યુજી સંકટ પણ પેદા થવા જઈ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

યુક્રેનવાસીઓ પોતાના પાળીતા પશુઓને પણ પોતાની સાથે લઈ જઈ રહ્યા છે.યુક્રેન અને રશિયા વચ્ચે 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા યુદ્ધને 14 દિવસ વીતી ગયા છે.યુક્રેનના અધિકારીઓએ કહ્યું કે રશિયાના હુમલામાં મારિયુપોલ શહેરમાં બાળકોની હોસ્પિટલ અને મેટરનિટી હોસ્પિટલને ટાર્ગેટ કરી છે. બુધવારે નગર પરિષદના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે હોસ્પિટલને ભારે નુકસાન થયું છે.યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ટ્વીટ કર્યું કે, ‘મારિયુપોલ. મેટરનિટી હોસ્પિટલમાં રશિયન સૈનિકનો સીધો હુમલો. બાળકો, અન્ય લોકો કાટમાળ દબાઈ ગયા છે.

અત્યાચાર! દુનિયા કયાં સુધી આતંકની અવગણના કરશે? હવે એરસ્પેસ બંધ કરો! હત્યાઓ બંધ કરો! તમારી પાસે શક્તિ છે પરંતુ એવું લાગી રહ્યું છે કે તમે માનવતા ગુમાવી રહ્યાં છો.ઝેલેન્સ્કીના કાર્યાલયના ઉપપ્રમુખ કિરિલો તાઈમોન્શેકોએ કહ્યું કે અધિકારીઓ માર્યા ગયેલા કે ઘાયલ થયેલા લોકોની સંખ્યાની ભાળ મેળવવાના પ્રયાસ કરે છે. વિદેશ મંત્રાલયે પણ હુમલામાં નષ્ટ થઈ ગયેલી હોસ્પિટલનો વીડિયો શેર કર્યો છે.તો ગવર્નર પાવલો કિરિલેન્કોએ કહ્યું કે- રશિયાએ બુધવારે એક નક્કી કરેલા યુદ્ધવિરામ સમયમાં મારિયુપોલમાં એક બાળકોની હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો. જેમાં 17 લોકો ઘાયલ થયા છે, જેમાં શ્રમિક મહિલાઓ પણ સામેલ છે.

બુધવારે રશિયન સેનાના કબજાને કારણે ચેર્નોબિલ ન્યૂક્લિયર પ્લાન્ટના યુક્રેનના પાવર ગ્રિડથી સંપર્ક તૂટી ગયો છે. યુક્રેનનું કહેવું છે કે રિઝર્વ ડીઝલ જનરેટર્સ માત્ર 48 કલાકની જેમ જ પ્લાન્ટને વીજળી સપ્લાઈ આપી શકે છે. જે બાદ પ્લાન્ટના કૂલિંગ સિસ્ટમ માટે વીજળી નહીં મળે અને રેડિએશન થવા લાગશે.તો પ્લાન્ટના ઓપરેટરે કહ્યું કે રિપેરિંગ ન થવાને કારણે આખા દેશમાં રેડિએશન લીક થવાનો ખતરો ઊભો થઈ ગયો છે. પ્લાન્ટ રિપેર કરવા માટે યુક્રેનની સીઝફાયરની માગ કરી છે.આ વચ્ચે પાડોશી દેશમાં રેફ્યુજી સંકટ વધી ગયું છે. UN મુજબ 20 લાખ લોકોએ યુક્રેન છોડી દીધું છે.

તો બીજી તરફ લોકોને બ્રિટનમાં જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.રશિયા સાથેના યુદ્ધ વચ્ચે યુક્રેને દાવો કર્યો છે તેઓએ અત્યાર સુધીમાં 12,000 રશિયન માર્યા ગયા છે. યુક્રેનના વિદેશ મંત્રાલયે ટ્વીટર પર દાવો કર્યો છે. યુક્રેનનો દાવો છે કે યુદ્ધમાં તેઓએ અત્યાર સુદીમાં રશિયાના 49 એરક્રાફ્ટ, 81 હેલીકોપ્ટર, 317 ટેન્ક અને 1,070 વિભિન્ન પ્રકારના હથિયારબંધ વાહનોને નષ્ટ કર્યા છે.આ પહેલાં રશિયાએ બુધવારે કહ્યું કે યુક્રેન સંઘર્ષને સમાધાન માટે કીવની સાથે વાતચીત આગળ વધી રહી છે. રશિયાએ આ વાત પર જોર આપ્યું કે મોસ્કોએ સૈનિક યુક્રેનની સરકારને હટાવવાનું કોઈ કામ નથી કરી રહ્યાં.

Read About Weather here

વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિજા જખારોવાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કીવની સાથેની વાતચીતનો ઉલ્લેખ કરતાં કહ્યું- “થોડી પ્રગતિ થઈ છે. આ પહેલાં મંગળવારે વીડિયો લિંકની મદદથી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ‘હાઉસ ઓફ કોમન્સ’માં ઐતિહાસિક ભાષણ આપ્યું. તેમને બ્રિટનના સાંસદોને રશિયાને આતંકવાદી રાષ્ટ્ર જાહેર કરવાની માગ કરી અને મોસ્કો પર કડક પ્રતિબંધ લગાડવાનું આહ્વાન કર્યું કે જેથી તે સુનિશ્ચિત થઈ શકે કે અમારો દેશ સુરક્ષિત રહે. આ પહેલી વખત હતું જ્યારે કોઈ વિદેશી નેતાએ હાઉસ ઓફ કોમન્સમાં સાંસદોને ડાયરેક્ટ સંબોધન કર્યું.” યુક્રેન અને રશિયાના અધિકારી લડાઈ ખતમ કરવાના ઉદ્દેશ્યથી બેલારુસ-પોલેન્ડની સરહદ પર બેઠક કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here