ટ્રાફિક પોલીસ બેફામ રીતે દંડ વસુલાત કરતી હોવાનો આક્ષેપ કરતા ધારાસભ્ય

ટ્રાફિક પોલીસ બેફામ રીતે દંડ વસુલાત કરતી હોવાનો આક્ષેપ કરતા ધારાસભ્ય
ટ્રાફિક પોલીસ બેફામ રીતે દંડ વસુલાત કરતી હોવાનો આક્ષેપ કરતા ધારાસભ્ય

ભાજપના ધારાસભ્યનો જ ગૃહમંત્રીને ટ્રાફિક દંડ નહીં વસૂલવાનો લેટર આપતા રાજકારણ ગરમાયું
ડ્રાઈવ રદ કરવા અંગે સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ કરી અને સરકારના જ નિયમો અને કામગીરી ઉપર પ્રશ્ર્નો ઉભા કરતા તરહ-તરહની ચર્ચા

સુરતના વરાછા વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંધવીને પત્ર લખતા રાજકારણ ગરમાયું છે. ધારાસભ્યએ પત્ર લખી હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસો અંગેની ડ્રાઇવ રદ કરવા માગ કરી છે. પોલીસ બેફામ ઉધરાણી કરે છે અને લોકોની હેરાનગતિ વધી હોવાનું પણ પત્રમાં લખ્યું છે. આ સાથે ભાજપની સરકાર હોવા છતાં ભાજપના ધારાસભ્ય લેટર લખતાં રાજકારણ ગરમાયું છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષથી હેલ્મેટ અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરવાની સંખ્યા વધી ગઈ છે. અગાઉ માસ્ક ફરજિયાત પહેરવાના નિયમને પગલે હેલ્મેટ અને સીટ બેલ્ટના નિયમને હળવાશમાં લેવાતાં અકસ્માતના કેસો વધ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે રાજ્ય પોલીસ દ્વારા તમામ શહેર અને જિલ્લાઓમાં ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરાયું છે. જેમાં બાઈક ચાલકો હેલ્મેટ કે ફોર વ્હીલર ચલનારા સીટ બેલ્ટ વિના જોવા મળ્યા તો તેમણે એક હજાર રૂપિયા દંડ ચુકવવા માટે તૈયાર રહેવું પડશે. ત્યારે રાજ્યના પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કનાણીએ રાજ્યના ગૃહમંત્રીને લેટર લખીને ટ્રાફિકનો દંડ નહી વસૂલવા માટે સૂચવ્યું છે.કુમાર કાનાણીએ રાજ્યના ગૃહમંત્રીને લેટર લખીને જાણ કરી છે કે, હાલ રાજ્યમાં ચાલી રહેલા ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન ટ્રાફિક પોલીસ બેફામ રીતે વાહનો સાથે દંડ વસુલાત કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે,કોરોનાના કારણે લોકો આર્થિક રીતે ભાંગી પડ્યા છે હાલ પરિસ્થતિ કાબુમાં આવી છે. ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવના નામે મસ મોટો દંડ ફટકારીને લોક ને હેરાન પરેશાન છે.

Read About Weather here

આમ ખુદ ભાજપની સરકાર હોવા છતાં તેના જ ધારાસભ્ય લેટર લખતાં રાજકીય વાતાવરણ ગરમાયું છે.કુમાર કાનાણી એ ગૃહ મંત્રી હર્ષ સંઘવીને લખેલા પત્રમાં જણાવ્યું કે 6 માર્ચથી 15 માર્ચ સુધી હેલ્મેટ તથા સીટ બેલ્ટની ઝુંબેશ ચલાવવાનો પરિપત્ર ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલ જેને ધ્યાને લેતા હાલ કોવિડ-19ની પરિસ્થિતિ હમણાં જ કાબુમાં આવેલ છે. સામાન્ય પ્રજા હાલ જ આ બંધનોમાંથી મુક્ત થયેલ છે. તેથી આ હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસો અંગેની ડ્રાઇવ બાબતે સામાન્ય વ્યક્તિઓ માટેનો દંડ ખુબ મુશ્કેલ ભર્યો છે. શહેરી વિસ્તારોમાં પોલીસના ટોળે ટોળા ઉભા રહીને બેફામ પૈસાની ઉઘરાણી કરી રહેલ છે તેમજ તેમની હેરાનગતી વધી રહેલ છે. આથી પ્રજાના સહયોગ માટે હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના કેસો અંગેની ડ્રાઇવ રદ કરવા માટે મારી ભલામણ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here