સુંદરકાંડ એટલે હનુમાનજીની પરાક્રમ ગાથા

સુંદરકાંડ એટલે હનુમાનજીની પરાક્રમ ગાથા
સુંદરકાંડ એટલે હનુમાનજીની પરાક્રમ ગાથા

માનવ જીવનને સુંદર બનાવવામાં સુંદરકાંડ માર્ગદર્શક
ગુજરાતી રામાયણમાં સુંદરકાંડનો ક્યાં ક્યાં ઉલ્લેખ થયો છે, તેનું સર્વેક્ષણ કરતું પુસ્તક એટલે ગુજરાતી સાહિત્યમાં “સુંદરકાંડ

આપણા જીવનમાં પુસ્તકોનું અનેરૂ મહત્વ હોય છે. પુસ્તકોની મૈત્રી માનવીના જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. ગીતા, રામાયણ જેવા પુસ્તકો જગતના અનેક લોકોને ઉદાર જીવન જીવવાની પ્રેરણા આપે છે. ભગવત ગીતાજીમાં આપણે કઈ રીતે જીવન જીવવું જોઈએ તેનું સુંદર માર્ગદર્શન આપ્યું છે ઉપરાંત જો રામાયણની વાત કરીએ તો રામાયણ જેવા પવિત્ર ગ્રંથોએ જીવનના આદેશો વિષે ઉચ્ચ મુલ્યો સમાજને આપ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

પુસ્તકોમાં અનેક વ્યક્તિઓના જીવનચરિત્રો આલેખાયેલા હોય છે. જેમાંથી આપણને સારા ગુણો મેળવવાની પ્રેરણા મળે છે. સારા પુસ્તકો જીવનને બદલાવી શકે છે. કારણ કે પુસ્તકોમાં જે કઈ લખાયું છે. તે ઉત્તમ અને જીવનનું શ્રેયકર હોય તેવું જ લખાયું હોય છે. આજે આપણે એવા જ એક પુસ્તક વિશે વાત કરીશું જેનું નામ છે ગુજરાતી સાહિત્યમાં સુંદરકાંડ

સુંદરકાંડ એટેલે સૌ કોઈને રામાયણની યાદ આવી જ જાય એ સામાન્ય બાબત છે પણ વિશેષ ચર્ચા કરીએ તો સુંદરકાંડ કથા લંકાની આસપાસ ગ્રંથાયેલી છે. માનવ જાતને સુંદર બનાવવામાં સુંદરકાંડ માર્ગદર્શક છે. આ ઉપરાંત લેખક ડો.ભાવેશ ચાંદેગરાએ સુંદરકાંડના લગતા 30 જેટલા અંશો પુસ્તકોમાં કંડાર્યા છે અને દરેક પાઠની કંઈક અલગ વિશેષતાઓ તેમજ સુંદરકાંડના અલગ અલગ પ્રકારો વિશે જણાવામાં આવ્યું છે. સુંદરકાંડ બતાવે છે કે માણસ જ્યારે કોઈ સત્કાર્ય હાથ ઉપર લે છે ત્યારે હનુમાનજીના માર્ગમાં નડેલા વિધ્નો જ તેને નડે છે. આ વિધ્નો પાર કરવાનું માર્ગદર્શન સુંદરકાંડ આપે છે.

આ પુસ્તકમાં ગુજરાતી રામાયણમાં સુંદરકાંડનો ક્યાં ક્યાં ઉલ્લેખ થયો છે, તેનું સર્વેક્ષણ કર્યું છે તથા આ તમામ રામાયણના સુંદરકાંડમાં લેખકે વાલ્મીકિ રામાયણના સુંદરકાંડ કરતાં ઘટના, પાત્ર અને પ્રકીર્ણ બાબતે કેવા કેવા ફેરફાર કર્યા છે, તે તપાસવાનો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે. ગુજરાતી ભાષામાં સૌપ્રથમ વાલ્મીકિ રામાયણની સમીક્ષિત વાચના (ક્રિટિકલ એડિશન) મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, બરોડાના પ્રાચ્યવિદ્યામંદિર દ્વારા પ્રકાશિત થઈ છે પણ આ પુસ્તકમાં સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય , અમદાવાદ દ્વારા ઈ. સ. 1999 માં પ્રકાશિત વાલ્મીકિ રામાયણની 14 મી આવૃત્તિનો ઉપયોગ કર્યો છે.

સુંદરકાંડનો સમાવેશ થતી છ નવલકથા, ત્રણ નાટક, બે ચરિત્ર, બે અનુવાદ અને પંદ2 રામાયણ મળ્યાં છે. આ તમામ સાહિત્યમાં લેખકે વાલ્મીકિ રામાયણના સુંદરકાંડ કરતાં ઘટના, પાત્ર અને પ્રકીર્ણ બાબતે કેવા કેવા ફેરફારો કર્યા તેની ઝીણવટપૂર્વક તપાસ કરી છે. વાલ્મીકિ રામાયણના સુંદરકાંડ કરતાં ગુજરાતી સાહિત્યકૃતિના સુંદરકાંડમાં લેખકે કરેલા ફે2ફારો જોતાં એક બાબત એ ધ્યાનમાં આવી છે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યની મોટા ભાગની કૃતિમાં લેખકે વાલ્મીકિ રામાયણના સુંદરકાંડની સાથે સાથે રામચરિતમાનસ, અધ્યાત્મ રામાયણ, આનંદ રામાયણ, ગિરધ2કૃત રામાયણ વગરેની કથા, પાત્રો અને અન્ય બાબતોનું મિશ્રણ કરીને કૃતિ લખેલી છે.

જેમ કે, હનુમાનજીની વિભીષણ સાથે મુલાકાત, હનુમાન મુદ્રિકા ફેંકી સીતા સમક્ષ પ્રગટ થયા, લંકાદહન પછી હનુમાન સીતાની વિદાય લેવા ગયા વગેરે ઘટના વાલ્મીકિ રામાયણના સુંદરકાંડમાં નથી જ્યારે સુંદરકાંડનો સમાવેશ થતી અર્વાચીન ગુજરાતી સાહિત્યની મોટા ભાગની કૃતિમાં આ ઘટનાનો સમાવેશ થાય છે. અભ્યાસ દ્વારા જાણવા મળે છે કે આ તમામ ઘટનાઓ રામચરિતમાનસમાંથી લેવામાં આવી છે.

આમ સુંદરકાંડનો સમાવેશ થતી અર્વાચીન ગુજરાતી સાહિત્યની મોટા ભાગની કૃતિઓ અન્ય રામાયણના સુંદરકાંડનું મિશ્રણ કરીને લખાયેલી છે.આ પુસ્તકમાં સમાવેશ થતી સુંદરકાંડ આધારિત ગુજરાતી કૃતિમાં કેટલીક કૃતિઓ માત્ર હનુમાનના ચરિત્ર- ચિત્રણ અર્થે લખાયેલી છે. તેમાં જય બજરંગથ, નમહાબલી હનુમાનથ, નસંકટમોચન હનુમાનથ વગેરે કૃતિનો સામાવેશ થાય છે. આ કૃતિમાં હનુમાનનું પરાક્રમ, દીર્ઘદૃષ્ટિ, બુદ્ધિ વગેરે બાબતો જ કેન્દ્રસ્થાને છે, તેમાં સીતા, રાવણ, વિભીષણ, ત્રિજટા વગેરે પાત્રો અને તેની સાથે સંકળાયેલી ઘટનાને વધારે સ્થાન આપવામાં આવ્યું નથી.

આ પુસ્તકના લેખક ડો. ભાવેશ ચાંદેગરા છે. તેઓનો ટૂંકમાં પરિચય જોઈએ તો તે વ્યવસાયે સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગરમાં પ્રશિક્ષિત સ્નાતક શિક્ષક અને એસોસિયેટ એન.સી.સી.ઑફિસર છે. તેઓએ ગુજરાત વિદ્યાપીઠ તથા સરદાર પટેલ વિશ્ર્વવિદ્યાલયમાંથી સાહિત્ય અને સૌરાષ્ટ્ર વિશ્ર્વવિદ્યાલયમાંથી શિક્ષણશાસ્ત્રમાં અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કર્યો છે.

Read About Weather here

તેમણે અર્વાચીન ગુજરાતી ગદ્ય સાહિત્યમાં સુંદરકાંડ વિષય 52 શોધનિબંધ તૈયાર કરીને પીએચ.ડીની સર્વોચ્ચ પદવી પ્રાપ્ત કરી છે. તેઓનો ખરો પરિચય રામાયણના એક સન્નિષ્ઠ અભ્યાસુ તરીકેનો છે. એમ.ફિલ. અને પીએચ.ડી. નિમિત્તે એમણે રામાયણના સુંદરકાંડનું વિદ્યાતપ કર્યું છે.હાલ શિક્ષણ, સાહિત્ય અને પત્રકારાત્વ ક્ષેત્રે કટાર લેખનમાં પ્રવૃત્ત રહેતા હોવા છતાં રામાયણની નિશ્રામાં જ રહે છે. આ પુસ્તકમાં એમણે રામાયણનો સમગ્રલક્ષી પરિચય કરાવ્યો છે અને એ પછી સુંદ2કાંડની કથા વિગતે 2જૂ કરી છે. ત્યારબાદ ગુજરાતી ગદ્યસાહિત્યના વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં સુંદરકાંડની સમીક્ષા કરી છે. ભા2તીય સંસ્કૃતિના અભ્યાસીઓ માટે આ એક વિશેષ ઉપયોગી ગ્રંથ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here