આશા વર્કર બહેનોએ ઉજવ્યો શોષણ પ્રતિકાર દિવસ!

આશા વર્કર બહેનોએ ઉજવ્યો શોષણ પ્રતિકાર દિવસ!
આશા વર્કર બહેનોએ ઉજવ્યો શોષણ પ્રતિકાર દિવસ!

આશા વર્કર બહેનોએ કાળી પટ્ટી ધારણ કરી કલેકટર કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચાર કરી ઇન્સેન્ટીવ પ્રથાનો વિરોધ કર્યો
મહિલા દિવસ નિમિતે મહિલા શક્તિ સેના દ્વારા કલેકટર મારફત મુખ્યમંત્રીને રજૂઆત
આજે વિશ્ર્વ મહિલા દિવસ

આજે આંતરરાષ્ટ્રીય વિશ્ર્વ મહિલા દિવસ નિમિતે મહિલા શક્તિ સેના દ્વારા તેઓને આપવામાં આવતા માસિક વળતરમાં થતા અન્યાય બાબતે કલેકટર મારફત મુખ્યમંત્રીને આવેદન પાઠવ્યું હતું અને કલેકટર કચેરી ખાતે સુત્રોચ્ચાર કર્યા હતા. આવેદનમાં જણાવ્યા અનુસાર, એક તરફ 8 માર્ચ વિશ્ર્વ મહિલા દિવસે સરકાર દ્વારા મહિલાઓનુ સન્માન કરવામાં આવ્યું અને મહિલા વિકાસની મોટી મોટી ગુલાબાંગો ફેંકવામાં આવી જ્યારે બીજી તરફ આજ રોજ વિશ્વ મહિલા દિવસે આશા વર્કર અને આશા ફેસીલીટેટર બહેનો કલેક્ટર કચેરી ખાતે પહોંચી જઈ માથે કાળીપટ્ટી ધારણ કરીને શોષણ પ્રતિકાર દિવસ તરીકે ઉજવીને ગુજરાત સરકારની શોષણ ભરી નીતિઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

મહિલા શક્તિ સૈના પ્રમુખ ચંદ્રિકાબેન સોલકીએ વિશ્ર્વ મહિલા જણાવ્યું હતું કે, ફક્ત વિશ્ર્વ મહિલા દિવસે એક દિવસ પુરતું સગવડિયું સન્માન કરવાથી મહિલાઓનું સશક્તિકરણ થઈ જતું નથી. મહિલાઓ સશકત ત્યારે બનશે કે જ્યારે એ ખુદ આર્થિક, શૈક્ષણિક, સામાજિક અને રાજકીય રીતે મજબૂત હશે. પણ અહીંયા હકીકતમાં તો ગુજરાતની હજારો આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનો પાસે રાત દિવસ તનતોડ મહેનત કરાવવામાં આવે છે અને એના બદલામાં મામૂલી ઈન્સેન્ટિવ આપીને આર્થિક અને માનસિક શોષણ કરવામાં આવી રહ્યું આક્ષેપ કર્યો હતો. વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું છે કે, એટલું જ નહીં પણ ઈન્સેન્ટિવ કોન્ટ્રાક્ટ માનદ વેતન,ફિક્સ પગાર અને આઉટ સોર્સના રૂપાળા નામ પાછળ લાંખો મહિલાઓનું પણ શોષણ કરીને સરકાર પોતાનો કદરૂપી ચેહરો પણ છુપાવી રહી છે.

જોકે આ લાખો મહિલાઓના બંધારણીય અધિકાર પર તરાપ મરનારને કોઈપણ ચમરબંધી હસે એને અમે કોઈ કાળે બક્ષિશું નહીં. અરે આ ગુજરાતમાં તો આશા વર્કર તેમજ આશા ફેસીલીટેટર બહેનોને તેમજ માનદ વેતન, ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સમાં કામ કરનાર મહિલાઓને પ્રસુતિની રજાઓ સુદ્ધા પણ આપવામાં આવતી નથી. તો પછી આવુ ઉપર છલ્લુ મહિલાઓનું સન્માન શું કામનું? અને એટલે જ આજે ગુજરાત સરકારની મુખ મેં રામ ઔર બગલ મેં છૂરી રાખ્યાની દોરી નીતિનો પર્દાફાશ કરવા આજના વિધ મહિલા દિવસ શોષણ પ્રતિકાર દીવસ તરીકે ઉજાગર કરીને મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનો ગુજરાતના દરેક જિલ્લામાં મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ કલેક્ટર કચેરી ખાતે માથે કાળી પટ્ટી ધારણ કરી, પ્લે કાળ સાથે દેખાવો કરી ભારે સુત્રોચ્ચાર કરી ને પોતાના અધિકાર પર તરાપ મરનાર શોષણ ખોર સરકારના મહિલા સન્માન અને શશક્તિકરણનાદાવાની પોલ ખુલ્લી કરી હતી.

Read About Weather here

વધુમાં ચદ્રિકા સોલંકી એ જણાવ્યુ હતું કે ખરેખર સરકાર મહિલાઓનું સન્માન કરવા માગતી હોય તો આરોગ્યના પાયા સમાન આશા વર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનોને ઈન્સેન્ટિવ જેવી શોષણ ભરી કુનીતિઓથી મુક્ત કરી બંધારણીય અધિકાર સમાન કામ સમાન વેતન અને લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવવો જોઈએ. આ તમામ બહેનો માટે વર્ગ ચારનુ મહેકમ ઊભું કરી કાયમી કર્મચારી બનાવે. જો ખરેખર સાચા મનથી મહિલાઓનું સન્માન કરવું હોય તો ઈન્સેન્ટિવ, કોન્ટ્રાક્ટ માનદ વેતન આઉટ સોર્સ ફિક્સ પગાર જેવી ગેરબંધારણીય નીતિઓ બંધ કરી ને જ્યારે પ્રત્યેક મહિલા કર્મચારીઓને સમાન કામ સમાન વેતન ચૂકવવામાં આવશે ત્યારે જ વિશ્વ મહિલા દિવસ ઉજવી ને મહિલાઓ નું સાચું સન્માન કર્યું કહેવાશે.જો આવનાર સમયમાં ગુજરાત સરકાર દ્વારા આ તમામ આશા વર્કર તેમજ આશા ફેસીલીટેટર બહેનોને શોષણથી મુક્ત કરી એમનો બંધારણીય અધિકાર લઘુતમ વૈતન આપવામાં નહીં આવે તો ગાંધીનગર તરફ કૂચ કરતા પણ અમે લૈસ માત્ર ખચકાશુ નહીં તેવી ચીમકી મહિલા શક્તિ સેના પ્રમુખ ચંદ્રિકા સોલંકી એ ઉચ્ચારી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here