યુધ્ધ લાંબુ ચાલવાના ડરથી ખાદ્યતેલનો સંગ્રહ શરૂ!

સિંગતેલમાં ડબ્બે 50 રૂપિયાનો વધારો
સિંગતેલમાં ડબ્બે 50 રૂપિયાનો વધારો

સરકારે વેપારીઓ-મિલરો માટે સ્ટોક જાહેર કરી છતાં ગૃહિણીઓને અછતનો ડર

રશિયા અને યુક્રેનનાં યુધ્ધનો કોઈ અંત આવતો દેખાતો ન હોવાથી દેશમાં હવે ગૃહિણીઓ ખૂદ ખાદ્યતેલનો શક્ય તેટલો જથ્થો સંગ્રહ કરી લાગી હોવાનું બહાર આવ્યું છે. ખાદ્યતેલોનાં વધતા જતા ભાવ અને સોશિયલ મીડિયા પર પ્રસારિત થતા સંદેશાઓથી ડરીને લોકો સંગ્રહખોરી કરવા લાગ્યા છે. ખાદ્યતેલનાં વધતા જતા ભાવ એમના મનમાં જે ડર છે એમાં વધારો કરી રહ્યા છે. આજે પણ ગુજરાતમાં સિંગતેલમાં પ્રતિકિલો રૂ.15 અને પામ ઓઈલમાં પ્રતિકિલો રૂ.10 નો વધારો જાહેર થયો છે. સિંગતેલનાં ડબ્બાનો ભાવ રૂ. 2530 થઇ ગયો છે અને પામતેલનાં ડબ્બાનાં ભાવ રૂ.2435 થઇ જતા ગૃહિણીઓમાં ભારે દેકારો બોલી ગયો છે અને લોકોનાં બજેટ ભારે વેરવિખેર થઇ ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

ખાદ્યતેલનાં વધતા જતા ભાવ અને સતત ચાલી રહેલા યુધ્ધને કારણે લોકો બીકનાં માર્યા શક્ય તેટલા ખાદ્યતેલનાં જથ્થાનો સંગ્રહ કરવા લાગ્યા છે. અમદાવાદ અને મુંબઈની કેટલીક ગૃહિણીઓએ જણાવ્યું હતું કે, દર મહીને ખાદ્યતેલની જેટલી ખરીદી કરીએ છીએ. તેના કરતા બમણા જથ્થામાં આ વખતે ખરીદી કરી છે. અમદાવાદનાં રેહાના ખાનને નાનો પરિવાર હોવાથી મહીને પાંચ લીટર ખાદ્યતેલ જોઈએ છે છતાં 10-10 લીટરની ખરીદી કરે છે. લોકોને એવો ડર બેસી ગયો છે કે, જો યુધ્ધ ચાલુ રહ્યું તો ખાદ્યતેલની ભયંકર અસર સર્જાશે.
ભારત સુરજમુખી તેલની 90 ટકા આયાત યુક્રેન અને રશિયામાંથી કરે છે.

Read About Weather here

જો કે ખાદ્યતેલોની કુલ આયાતમાં સુર્યમુખી તેલનો હિસ્સો માત્ર 14 ટકા છે. ભારતીય સોલવન્ટ એસો.નાં નિયામક બી.વી.મહેતાએ જણાવ્યું હતું કે, લોકોએ ભયભીત થવાની બિલકુલ જરૂર નથી. કેમકે આપણા દેશમાં સિંગતેલ, સરસવનું તેલ, સોયાતેલ, પામ ઓઈલ સહિતનાં ખાદ્યતેલોનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. મહારાષ્ટ્રમાં તો ઇંધણનાં ભાવ ભડકે બળવાના ડરથી લોકો ડીઝલ અને પેટ્રોલનો પણ સંગ્રહ કરવા લાગ્યા છે. ખાસ કરીને ખેડૂતો શિયાળુ પાકને ધ્યાનમાં રાખી અત્યારથી વાવણી માટે ડીઝલનો સંગ્રહ કરી રહ્યા છે. અમેરિકા અને યુરોપનાં દેશોએ રશિયા પર ઇંધણ પ્રતિબંધો પણ મુક્યા હોવાથી ઈરાનથી ક્રુડ ઓઈલ ભારતમાં આવી રહ્યું નથી. જેના પરિણામે ભાવમાં આગ લાગવાનો ડર છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here