રાજકોટ પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ તથા લોકદરબાર યોજાયો

રાજકોટ પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ તથા લોકદરબાર યોજાયો
રાજકોટ પોલીસ દ્વારા ફુટ પેટ્રોલિંગ તથા લોકદરબાર યોજાયો

ગણિકાઓ સાથે ‘વુમન્સ-ડે’ની ઉજવણી કરતી રાજકોટ પોલીસ
પોલીસે ગણિકાઓ સાથે કેક કાપી, તેમના સંતાનોને દત્તક લઇ ભણાવશે, દેહ વ્યાપારમાંથી બહાર કાઢી આત્મનિર્ભર બનાવશે

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર ખુરશીદ એહમદના માર્ગદર્શન હેઠળ આંતર રાષ્ટ્રીય મહિલા દિન નિમિતે રાજકોટ શહેર પોલીસ દ્વારા ભકિતનગર પોલીસ સ્ટેશનના જંગલેશ્ર્વર વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ તથા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડી.સી.પી. ઝોન -1 પ્રવિણકુમાર તથા ડી.સી.પી. ઝોન-2 મનોહરસિંહ જાડેજા તથા એ.સી.પી. ક્રાઇમ ડી.વી.બસીયા સહિતના તમામ પોલીસ ઇન્સપેકટરઓ તથા અન્ય અધિકારીઓ / કર્મચારીઓએ એસ.આર.પી.ના પ્લાટુનો સાથે ફુટ પેટ્રોલિંગ કરવામાં આવેલ હતુ .

Visit Saurashtra Kranti Homepage here

ત્યારબાદ જંગલેશ્ર્વર વિસ્તારમાં આવેલ શાળા નં. 70 ખાતે આંતર રાષ્ટ્રીય મહિલા દિન નિમિતે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ સાહેબની રાહબરી હેઠળ લોકદરબારનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ઝોન -1 પોલીસ સ્ટેશન વિસ્તારોના ખાસ કરીને મહિલા ફરીયાદી તથા અરજદારોની ફરીયાદ રજૂઆતો સાંભળી યોગ્ય કાર્યવાહી કરવા તજવીજ કરવામાં આવેલ હતી. તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારોના શાંતિ સમિતિના સભ્યો તથા વિવિધ સમાજના આગેવાનો સાથે મહિલાઓની સુરક્ષા અને સલામતી જેવા મુદ્દાઓ પર વિશેષ ચર્ચાઓ કરવામાં આવેલ હતી.આજે વિશ્ર્વ મહિલા દિવસ છે ત્યારે ઠેર-ઠેર ઉજવણી થઈ રહી છે.

Read About Weather here

પરંતુ રાજકોટ પોલીસે મહિલા દિવસની અનોખી ઉજવણી કરી છે. રાજકોટના ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ અને શહેર પોલીસ રેડલાઇટ વિસ્તારમાં પહોંચી હતી. અહીં ખુરશીદ અહેમદે ગણિકાઓ સાથે કેક કાપી મહિલા દિવસની ઉજવણી કરી હતી. આટલું જ નહીં પણ પોલીસે તેમના સંતાનોને દત્તક લઇ ભણાવવાનો નિર્ણય લીધો છે. તેમજ ગણિકાઓને પણ દેહ વ્યાપારમાંથી બહાર કાઢી આત્મનિર્ભર બનાવશે. મહિલા દિવસની ઉજવણી વખતે ગણિકાઓએ ખુરશીદ અહેમદને જણાવ્યું હતું કે, સાહેબ તમે આવ્યા એનાથી અમારો ઉત્સાહ વધ્યો છે. પહેલા અમને પોલીસનો ડર લાગતો હતો. પરંતુ તમારા જેવા અધિકારી અહીં આવ્યા તો અમને હવે પોલીસનો ડર લાગતો નથી. એક ગણિકાએ તો ખુરશીદ અહેમદને સેલ્યુટ પણ કર્યું હતું. તેમજ રાજકોટ પોલીસ દ્વારા દરેક ગણિકાઓને મહિલા દિવસની ભેટ તરીકે કપડા આપ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here