કચ્છનાં પાટનગર સહિત મુખ્ય શહેરો પર ભૂકંપનું જોખમ

કચ્છનાં પાટનગર સહિત મુખ્ય શહેરો પર ભૂકંપનું જોખમ
કચ્છનાં પાટનગર સહિત મુખ્ય શહેરો પર ભૂકંપનું જોખમ

દેશના અગ્રણી ભુસ્તર શાસ્ત્રીઓ અને સંસ્થાઓનાં અહેવાલનું તારણ
આંચકાઓની અસરથી છેક રાજકોટ-અમદાવાદ સુધીનાં શહેરોનાં ભૂગર્ભમાં ઉથલપાથલની ભીતિ; દર વર્ષે 2.1 મીમીનાં દરે ફોલ્ટલાઈન વક્રી રહી હોવાનો અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો; 2001 પછી ઓછી તિવ્રતાનાં આંચકાઓની ચાલુ રહેલી ભરમાર ચિંતાનું કારણ

2001નાં અતિશય ભયાનક અને વિનાશકારી ભૂકંપની માર ઝીલી ચુકેલા ગુજરાતનાં અનોખા અને અલભ્ય કચ્છ પ્રદેશ પરથી મોટા ભૂકંપનું જોખમ ઓછું થયું નથી. બલ્કે સક્રિય ફોલ્ટલાઈન બગડી રહી હોવાથી હજુ મોટા ભૂકંપનું જોખમ હોવાનું ભુસ્તર શાસ્ત્રીઓ અને નિષ્ણાંતો માની રહ્યા છે. કચ્છનાં પાટનગર ભુજ, અંજાર અને ગાંધીધામ જેવા શહેરો પર ભૂકંપનાં મોટા આંચકાનું જોખમ હોવાનું એક અભ્યાસમાં તારણ નીકળ્યું છે. કેટ્રોલ હિલ નામની ફોલ્ટલાઈનનો અભ્યાસ કર્યા બાદ કચ્છની ભૌગોલિક સ્થિતિનો અંદાજ બાંધવામાં આવ્યો છે. જો મોટા આંચકા આવે તો છેક રાજકોટ અને અમદાવાદ સુધી તેની અસરો થવાની પણ સંભાવના રહે છે.

Visit Saurashtra Kranti Homepage here

તાજેતરમાં કચ્છ યુનિવર્સિટી દ્વારા ગાંધીનગર સિસ્મોલોજીકલ રીસર્ચ ઇન્સ્ટીટયુટ, જમ્મુ યુનિવર્સિટી અને આંધ્રપ્રદેશની નન્નાયા યુનિવર્સિટીની મદદથી કચ્છનાં ભૂગર્ભનો વિગતપૂર્ણ સંયુક્ત અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે, ફોલ્ટલાઈન દરવર્ષે 2.1 મીમી નાં અંતરે વિસ્તરી રહી છે. જેના કારણે આ વિસ્તારને હજુ ભૂકંપ ભયગ્રસ્ત ગણાવી શકાય છે. ભૂગર્ભમાં ઇન્ડિયન પ્લેટમાં ઉથલપાથલનાં સંકેતો મળે છે.

છેલ્લા બે મહિના દરમ્યાન ભચાઉ અને રાપરની આસપાસ પાંચ જેટલા હળવી માત્રાનાં આંચકા અનુભવાયા છે. 2001 નાં વિનાશક અને અતિભયાનક ભૂકંપ પછી ઓછી તિવ્રતાનાં આંચકાઓની ભરમાર ચાલુ રહી છે. હમણાં તાજેતરમાં 1લી માર્ચે સવારે 7:50 વાગ્યાની આસપાસ રાપરની નૈઋત્યમાં 3.4 ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો લાગ્યો હતો. 2001 માં હજારો માનવીનાં જાન લેનાર ભૂકંપની દર્દનાક કુદરતી આફત બાદ કચ્છ તટીય પ્રદેશ તરફ વિશ્ર્વ આખાનાં નિષ્ણાંતો અને ભુસ્તર વૈજ્ઞાનીઓનું ધ્યાન ખેંચાયું છે અને સતત અભ્યાસ થતા રહે છે.

કચ્છની મધ્યમાં સર્જાયેલી કેટ્રોલ હિલ ફોલ્ટલાઈનનો અભ્યાસ કરવા માટે જીએન સેટેલાઈટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેથી ફોલ્ટલાઈનમાં બગાડો કેટલો અને કઈ રીતે થઇ રહ્યો છે એ સમજી શકાય. 2014 થી 2019 સુધી કચ્છમાં થયેલી ભૂસ્તરીય હલચલનાં ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. કચ્છ યુનિવર્સિટીનાં પૃથ્વી અને પર્યાવરણ વિભાગનાં વડા એમ.જી.ઠક્કરે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, ફોલ્ટલાઈનમાં એક મીમી થી વધુ અંતરનો બગાડો થાય તેનો મતલબ એ કે કચ્છનાં ભૂગર્ભમાં હલચલ યથાવત છે, પ્લેટ ખસી રહી છે અને વધુ મોટા ભૂકંપ આવવાની ભીતિ રહે છે.

Read About Weather here

આ ફોલ્ટલાઈન પર છેલ્લા એકાદ બે હજાર વર્ષથી કોઈ મોટો ભૂકંપ સર્જાયો નથી એટલે અહીં પ્રચંડ ઉર્જા ભેગી થઇ છે, જે ગમે ત્યારે મહાવિસ્ફોટ સાથે ભૂગર્ભમાંથી બહાર આવી શકે છે. આ ફોલ્ટલાઈન પર જ અંજાર અને ભુજ આવેલા છે. આ અભ્યાસનું તારણ જોતા કચ્છ અને ખાસ કરીને ફોલ્ટલાઈન પર આવેલા શહેરોમાં બાંધકામ માટે ભવિષ્યમાં અલગ પ્રકારનાં પ્લાન અને પ્રોજેક્ટ હાથ ધરવાની જરૂરિયાત શહેરી વિકાસ સતાવાળાઓએ સમજવી પડશે. હવે પછીનાં તમામ બાંધકામો ભૂકંપપ્રુફ ટેકનોલોજી સાથે નિર્માણ પામતા હોય તો જ એ તમામ પ્રોજેક્ટને હવે ભવિષ્યમાં મંજૂરી આપવી જોઈએ. જાગ્યા ત્યાંથી સવાર સમજીને અને નચેતતો નર સદા સુખીથ એ મંત્રને ધ્યાનમાં રાખીને શહેરી વિકાસનું આયોજન કરવાનું ફરજીયાત બનશે. (ટાઇમ ઓફ ઇન્ડિયાના સૌજન્યથી)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here