સરદારધામ દ્વારા કાલે તેજસ્વી મહિલાઓનો સન્માન સમારોહ

સરદારધામ દ્વારા કાલે તેજસ્વી મહિલાઓનો સન્માન સમારોહ
સરદારધામ દ્વારા કાલે તેજસ્વી મહિલાઓનો સન્માન સમારોહ

વિશ્ર્વ મહિલા દિવસ નારી-શકિતને પ્રોત્સાહિત કરવા
‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત
હેમુ ગઢવી હોલ ખાતે કાલે
બપોરે 2 થી 5 સુધી કાર્યક્રમ, સંગીત સંધ્યા અને ભોજન-પ્રસાદ પણ યોજાશે
કાલે વિશ્ર્વ મહિલા દિવસ નિમિતે સરદારધામના નેજા હેઠળ યુવા તેજસ્વીની મહિલાઓનું એક અનોખું આયોજન કરાયું છે. રાજકોટ જીલ્લા શહેર વોર્ડ ક્ધવીનરો દિપ્તીબેન ગોંડલીયા , મિનાબેન પરસાણા, મનિષાબેન રામાણી, જયશ્રીબેન કાછડીયા, જયશ્રીબેન અકબરી, કૈલાસબેન માયાણી, ઉષાબેન અણદાણી, લક્ષ્મીબેન પાનસુરીયા, સોનલબેન ચોવટીયા, કવિતા વાડોદરીયા, ભારતીબેન ગિણોયા, પુષ્પાબેન ઠોરીયા, ભાવનાબેન ભાલોડીયા, આરતિબેન રજોડીયા, રૂપલ જસાણી, નયનાબેન માકડિયા, નીતાબેન ઘોડાસરા, કાંતાબેન ફળદુ જુનાગઢ જીલ્લા શહેર વોર્ડ ક્ધવીનરો જયશ્રીબેન વેકરીયા, શિલ્પાબેન આદેસણા, ભદ્રાબેન વૈષ્ણવ, રસિલાબેન કાલરિયા જસદણ શહેર ક્ધવીનરો વર્ષાબેન સખીયા, દયાબેન લાડોલાએ કાર્યક્રમ વિશે માહિતી આપી હતી.

8 માર્ચના રોજ વિશ્ર્વ મહિલા દિવસ હોવાથી સરદારધામના નેજા હેઠળ યુવા તેજસ્વીની મહિલાઓનું અનોખું સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. નારી શક્તિને બળ પૂરૂંપાડવા અને આજના યુગમાં નારી દરેક ક્ષેત્ર માટે કામ કરી શકતી હોય તેને પ્રોત્સાહન આપવા માટે સરદારધામ મહિલાઓ માટે ખૂબ સારું કામ કરે છે તો મહિલાઓને પ્રોત્સાહન આપવા સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આંતરરાષ્ટ્રીય વિશ્ર્વ મહિલા દિવસની ઉજવણી અંતર્ગત પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયાના નેજા હેઠળ સરદારધામ યુવા તેજસ્વીની બહેનો દ્વારા ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, બોમ્બે, રાજકોટ, જૂનાગઢ, ધ્રોલ, અને જસદણ ખાતે આ કાર્યક્રમો થવાના છે. રાજકોટમાં હેમુ ગઢવી નાટ્ય ગૃહમાં તા.8મીએ બપોરે 2 થી 5 વાગ્યા સુધી વિશ્ર્વ મહિલા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવશે. જેમાં વિવિધ ક્ષેત્રમાં જોડાયેલી સમાજની મહિલાઓનું સન્માન કરવામાં આવશે.

Read About Weather here

રાજકોટના પાટીદાર મહિલા સોશિયલ ગ્રુપ એકઠા થઈ એક યુનિટીની ભાવનાથી બધા મહિલાઓને એક પ્લેટફોર્મ નીચે ભેગા કરી આ ઉજવણી કરવામાં આવશે તેના માટે સરદાર ધામ યુવા તેજસ્વીની શર્મીલાબેન બાંભણિયા, સૌરાષ્ટ્ર ઝોન યુવા તેજસ્વીની સરોજબેન મારડિયા અને જાગૃતીબેન ઘાડીયાની આગેવાની હેઠળ રાજકોટ જિલ્લા ક્ધવીનરો અનિતાબેન દુધાત્રા અને ભાવનાબેન રાજપરા, આ કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી રહ્યા છે. આ કાર્યક્રમમાં વક્તા નેહલબેન ગઢવી વર્ચ્યુઅલ જોડાશે. સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવેલ છે. મોટી સંખ્યામાં મહિલા અને યુવતીઓ જોડાશે. કોરોનાના આ મહામારીના સમય પછી મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે તો પાટીદાર મહિલાઓને પોતાનો કાર્યક્રમ ગણી મોટી સંખ્યામાં જોડાવાનું આહ્વાન કરેલ છે. કાર્યક્રમના અંતે સરદાર પ્રસાદનું પણ આયોજન કરેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here