…તો રૂ.50 હજાર વધુ આપવા તૈયાર છું: નેહલ શુક્લ

…તો રૂ.50 હજાર વધુ આપવા તૈયાર છું: નેહલ શુક્લ
…તો રૂ.50 હજાર વધુ આપવા તૈયાર છું: નેહલ શુક્લ

શહેરીજનોને એકપણ પૈસો પે એન્ડ પાર્કિગ માટે આપવો નહીં પડે
મનપાની સ્ટેન્ડિંગ પુરી થયા બાદ સ્ટે.ચેરમેનને રજૂઆત કરી-મનપાને કોઇ આર્થિક નુકશાન નથી વધુ ફાયદો છે. શહેરીજનોને વ્યથામાંથી મુક્તિ, ટ્રાફીક સ્ટાફ પણ મારા ખર્ચે રાખીશ: નેહલ શુક્લ
રજૂઆતને ધ્યાનમાં રાખીને યોગ્ય વ્યવસ્થા કરીશું: સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ
શહેરીજનોને કોઇ તકલીફ ન પડે તે માટે લોકોની વ્હારે આવતા ભાજપના પાણીદાર કોર્પોરેટર
આગામી દિવસોમાં સ્ટે.ચેરમેન દ્વારા શું નિર્ણય લેવામાં આવશે??

આજે રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠક મળી હતી. જેમાં 37 દરખાસ્તો મુકવામાં આવી હતી અને જે તમામ મંજુર કરવામાં આવી હતી. જેમાંથી 29 નંબરની શહેરમાં પે એન્ડ પાર્કિંગની જ્ગ્યા ફાળવવાની દરખાસ્ત પણ મંજુર કરવામાં આવી હતી પણ આ દરખાસ્ત અંગે ભાજપના કોર્પોરેટરે જ સ્ટે.ચેરમેનને રજૂઆત કરી હતી. વધુ વિગત જોઇએ તો શહેરમાં અનેક જગ્યાઓ ઉપર પે એન્ડ પાર્કિગની સાઇટો ટેન્ડર આધારીત શરૂ છે. જેમાં શહેરીજનોને પાર્કિગ કરવા માટે ચાર્જ ચુકવવો પડતો હોય છે.રાજકોટ શહેરના સ્માર્ટ સિટી કાર્યક્રમ અંતર્ગત શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાથી મુક્ત કરવાના ઉમદા આશયથી રાજકોટ મહાનગરપાલિકાનાં હદ વિસ્તારમાં જુદા – જુદા સ્થળોએ આવેલ રાજકોટ મહાનગરપાલિકાની માલિકીના પ્લોટ અને રોડ સાઈડ પે એન્ડ પાર્ક માટે કુલ 43 ( તેતાલીસ ) સાઇટોનું ટેન્ડર કરવામાં આવેલ છે. જે પૈકિ કુલ 12 સાઇટોનું ટેન્ડર મંજુર થતા બાકી રહેતી 31 સાઇટો ઉપરાંત ફ્લાય ઓવરબ્રીજ નીચે , ડી માર્ટ તરફ ગોંડલ રોડ , હોમી દસ્તુર માગ તથા શાસ્ત્રીશ્રી ધર્મજીવનદાસજી આંખની હોસ્પિટલની બાજુમાં રેલ્વે ઓવરબ્રિજ નીચેનો ભાગ એમ 3 સાઇટો ઉમેરી બાકી રહેતી કુલ 34 સાઈટોનું રી – ટેન્ડર તા . 08/12/2021 નાં રોજ કરવામાં આવ્યું હતુ જે અંગે આજે દરખાસ્ત મુકવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે આ રજૂઆતનો સામે વિરોધ દર્શાવતા વોર્ડનં.7ના કોર્પોરેટર નેહલ શુક્લએ સ્ટેચેરમેનને લેખિત અરજી કરતા જણાવ્યું હતું કે, પે એન્ડ પાર્કિગ માટે આજે તા.5/3/2022 ની સ્ટેન્ડિંગમાં આવેલ દરખાસ્ત એજન્ડા નં.21 અન્વયે જણાવવાનું કે, કોર્પોરેશનને આ અન્વયે થતી કુલ આવક કરતા રૂ.50,000 વધુ આપીને હું રાજકોટનાં શહેરીજનો માટે નિ:શુલ્ક વ્યવસ્થા આપીશ. તે અંગેની લેખિત અરજી કરૂ છુ. હું વ્યક્તિગત ધોરણે સમગ્ર રાજકોટમાં જેટલા પે એન્ડ પાર્કિગ નાં પૈસા કોર્પોરેશનને મળે છે. તેના કરતા રૂ.50,000 કુલ વધુ આપવા તૈયાર છું.

હું આ સંપૂર્ણ વ્યવસ્થા નિ:શુલ્ક ધોરણે કરાવીશ. રાજકોટનાં એકપણ શહેરીજનોને એકપણ પૈસો ટ્રાફિક માટે નહીં આપવો પડે.મનપાને કોઈ આર્થિક નુકશાન નથી. પરંતુ વધુ ફાયદો છે અને શહેરીજનોને વ્યથામાંથી મુક્તિ, ટ્રાફિક વ્યવસ્થા અંગેનો સ્ટાફ પણ મારા ખર્ચે રાખીશ.આ અંગે રજુઆત કરતા શહેરીજનોએ સુર પુરાવ્યો હતો કે કોર્પોરેટરની વાત સાચી છે મનપા દ્વારા કરવામાં આવતા પાર્કિગના ઉઘરાણા બંધ જ થવા જોઇએ અને કોર્પોરેટરને આ બાબતે રજૂઆત કરતા તેને બિરદાવ્યા હતા કારણ કે કોર્પોરેટરે પોતાના સ્વ ખર્ચે શહેરીજનોને પાર્કિગ ચાર્જમાંથી મુક્તિ અપાવવા રજૂઆત કરી છે. મનપાના અન્ય કોર્પોરેટરે પણ આ અંગે વિચાર કરવો જોઇએ તેવુ શહેરભરમાં ચર્ચાઇ રહ્યું છે.વોર્ડનં.7ના કોર્પોરેટર નેહલ શુક્લએ સ્ટેચેરમેનને લેખિત અરજી કરતા જણાવ્યું હતું કે, પે એન્ડ પાર્કિંગમાં કોર્પોરેશનને આ અન્વયે થતી કુલ આવક કરતા રૂ.50,000 વધુ આપીને હું રાજકોટનાં શહેરીજનો માટે નિ:શુલ્ક વ્યવસ્થા આપીશ.મનપાને કોઈ આર્થિક નુકશાન નથી. પરંતુ વધુ ફાયદો છે.

Read About Weather here

તો શહેરીજનોનું હિત વિચારીને કોર્પોરેટરે રજૂઆત કરી દીધી છે પરંતુ સ્ટે કમિટી અથવા તો શાસકો દ્વારા અરજી માન્ય રાખવામાં આવશે કે કોઇ અન્ય નિર્ણય લેવામાં આવશે તે પર સૌ નજર રાખીને બેઠા છે અને પાર્કિગ ઝોન ફ્રી કરવાથી કોર્પોરેશને કોઇ આર્થિક નુકશાન નથી માટે આગામી શું નિર્ણય લેવાશે તે જોવાનું રહ્યું.નેહલ શુક્લની રજૂઆતને ધ્યાનમાં રાખીને સ્ટે.ચેરમેને જણાવ્યું હતું કે આ રજૂઆત જોવડાઉ છું અને કોર્પોરેશન શું વ્યવસ્થા કરી શકે તે મુજબ વ્યવસ્થા કરીશું. અમારો મૂળ હેતુ એ છે કે શહેરમાં કોઇ ટ્રાફીકની સમસ્યા ન થાય અને શહેરીજનો હેરાન ન થાય પણ જો કોર્પોરેશનની આવક અંગેનો પ્રશ્ર્ન છે તો પૈસા મહત્વના નથી પણ યોગ્ય વ્યવસ્થા જળવાઇ તે મહત્વનું છે અને અરજીને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે અને કોર્પોરેશનનું હિત જળવાઇ તે રીતે પણ નિર્ણય લઇ શું પણ તે પહેલા રજૂઆતનો અભ્યાસ કરવો પડશે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here