બ્રેકિંગ ન્યુઝ હજારો ખેડૂતો રસ્તા પર ઉતર્યા…!

બ્રેકિંગ ન્યુઝ હજારો ખેડૂતો રસ્તા પર ઉતર્યા…!
બ્રેકિંગ ન્યુઝ હજારો ખેડૂતો રસ્તા પર ઉતર્યા…!
પીવાના પાણી અને સિંચાઇના પાણીને લઇ ખેડૂતોને હવે રસ્તા પર ઉતરવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને પાણીની સમસ્યા કઇ નવી નથી. વર્તમાન સમયે સ્થિતિ એવી છે કે, રણ વિસ્તારમાં કેનાલો તો બનાવી છે, પરંતુ સિંચાઇ માટે સમયસર પાણી અપાતું નથી. બીજી તરફ પહાડી વિસ્તારમાં સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યા ઠેરની ઠેર છે. એક સપ્તાહ બાદ ખેડૂતોએ આજે ફરી ટ્રેક્ટર રેલી કાઢી છે. આજની રેલીમાં 5 હજારથી વધુ ખેડૂતો જોડાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

જે કલેક્ટરને પાણીની સમસ્યાનો અંત લાવવા રજૂઆત કરશે.બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના છેવાડાના વિસ્તારોમાં પણ નહેર તો પહોંચી ગઇ છે, પણ તેમાં સમયસર પાણી અપાતુ નથી. તો ઘણા વિસ્તારોમાં હજુ નહેર નથી પહોંચી. જ્યારે પાણીના તળ ઉંડા જતા જિલ્લાના મોટાભાગના તળાવો કોરા ધાકોર પડ્યા છે. ત્યારે પાણીને લઇને ખેડૂતોને હવે રસ્તા પર ઉતર્યા છે.ગત સોમવારે જિલ્લાના ખેડૂતોએ પાલનપુરમાં ધનિયાણા ચાર રસ્તાથી મૌનરેલી કાઢી પાલનપુરમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતુ. ત્યારે આજે ફરી ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢી છે.

Read About Weather here

પાલનપુરના મલાણા તળાવ ઉપર 5 હજારથી વધુ ખેડૂતોએ એકઠા થઈ કરી ગંગા આરતી કરી રેલી કાઢી છે.ખેડૂતોની આ ટ્રેક્ટર રેલીમાં અલગ અલગ ગામડાઓમાંથી 5 હજારથી વધુ ખેડૂતો જોડાયા છે. જ્યારે હજુ પણ વધુ ખેડૂતો જોડાઇ રહ્યાં છે. જિલ્લાના પાલનપુર, વડગામ, દાંતીવાડા, ધાનેરા, થરાદ અને અમીરગઢ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા છે. જ્યારે વાવના સરહદી ગામડાઓમાં નહેર તો પહોંચી છે, પણ સમયસર પાણી મળતુ નથી. તો ધાનેરા-થરાદ વિસ્તારમાં સુજલામ-સુફલામમાં પાણી છોડવાની પણ ખેડૂતોની માંગ છે.જે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરશે. ખેડૂતોની મુખ્ય માંગ તળાવોમાં પાણી ભરવા તેમજ સિંચાઇ માટે પાણીની વ્યવસ્થા કરવાની છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here