આવાસ યોજનાની કિંમતમાં 6 લાખનો ઘટાડો કરવાની દરખાસ્ત

આવાસ યોજનાની કિંમતમાં 6 લાખનો ઘટાડો કરવાની દરખાસ્ત
આવાસ યોજનાની કિંમતમાં 6 લાખનો ઘટાડો કરવાની દરખાસ્ત

આવાસનો ભાવ વધુ હોવાથી 1268 આવાસમાંથી માત્ર 975થી તો વધુ ખાલી પડ્યા: મનપાના 304.32 કરોડના આવકના અંદાજની સામે માત્ર 36.17 કરોડની જ આવક થતા ભાવ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવશે
સોમવારે મનપાની સ્ટેન્ડિંગ
રાજકોટ મનપા દ્રારા બનાવવામાં આવેલ એમઆઇજી પ્રકારના મોટા આવાસોની કિંમત 24 લાખમાંથી 18 લાખ કરવા દરખાસ્ત મુકાઇ

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ આગામી સોમવારનાં રોજ યોજાવાની છે. ત્યારે આ બેઠકમાં અલગ- અલગ કુલ 37 દરખાસ્તો મુકવામાં આવશે અને અમલીકરણ અંગે નિર્ણય લેવા,અ આવશે. આ બેઠકમાં મુખ્ય આવાસ યોજનાનો ભાવ ઘટાડવાની પણ દરખાસ્તો મુકવામાં આવી છે. રાજકોટ મનપા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ખઈંૠ પ્રકારનાં 1268 આવાસો બનાવવામાં આવી રહ્યા છે. આ આવાસ 60 ચો.મી. કાર્પેટ ધરાવતા હોવાથી તેની કિંમત 24 લાખ નિયત થયેલ છે. જેમાં ફેબ્રુઆરી- 2020 થી ઓક્ટોબર-2021 સુધી અલગ-અલગ સમયે ત્રણ વખતડ્રો કરીને 1268 પૈકી 499 આવાસ ફાળવવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાંથી આજ સુધી માત્ર 293 લાભાર્થીઓએ જ એલોટમેન્ટ લેટર સ્વીકારેલ છે. બાકીનાઓએ આવાસની ફાળવણી રદ કરવા અરજી કરેલ અને અમૂક લોકોએ એલોટમેન્ટ પણ ન સ્વીકારેલ. જેના લીધે મનપાએ 1268 આવાસ માટે 304.32 કરોડનો અંદાજીત આવાસનો લક્ષ્યાંક કર્યો હતો. તે પૂર્ણ ન થયો અને માત્ર 36.17 કરોડની જ વસુલાત થઇ શકી. ઉંચી કિંમતને કારણે ખરીદવા માટે યોગ્ય પ્રતિસાદ ન મળવાને કારણે આવાસની કિંમત ઘટાડવા માટે દરખાસ્ત મુકવામાં આવી છે. આગામી દિવસો આવાસની કિંમત ઘટાડીને 18 લાખ કરવામાં આવે. જેથી વધુ લાભાર્થીઓ યોજનાનો લાભ લઇ શકે અને જે લાભાર્થીઓએ લેટર સ્વીકારેલ નથી કે રદ કરાવેલ છે.

Read About Weather here

તેઓ પણ ઠરાવ બાદ જો આવાસ મેળવવાની ઈચ્છા હોય તો આવાસની નવી વેચાણ કિંમતે આવાસ એલાટ કરવાનું રહેશે. આ અંતર્ગત ઠરાવ સ્ટેન્ડિંગમાં મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત વાહન પાર્કિંગ માટે ખુલ્લી અને જાહેર જગ્યા પર પે એન્ડ પાર્કિંગની જગ્યાઓ ફાળવવા માટે રી-ટેન્ડર અંગે પણ નિર્ણય લેવાશે અને રાજકોટ મનપા વિસ્તારનાં મુખ્ય રસ્તાઓ પર જન ભાગીદારીનાં ધોરણે સર્કલ ડેવલપ કરી પાંચ વર્ષ માટે નિભાવ અને મરામત બાબતે પણ નિર્ણય લેવાશે. આ સિવાયની પણ કુલ 37 દરખાસ્તો સ્ટેન્ડિંગમાં મુકવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here