આરતી અગ્રવાલની દર્દનાક કહાની

આરતી અગ્રવાલની દર્દનાક કહાની
આરતી અગ્રવાલની દર્દનાક કહાની
આરતી જ્યારે 14 વર્ષની હતી ત્યારે ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા શહેરમાં આયોજિત એક પ્રોગ્રામમાં એક્ટર સુનીલ શેટ્ટીએ તેને સ્ટેજ પર ડાન્સ કરવા માટે બોલાવી હતી. તેલુગુ ફિલ્મ એક્ટ્રેસ આરતી અગ્રવાલની આજે બર્થ એનિવર્સરી છે. આરતીનો જન્મ 5 માર્ચના રોજ ન્યૂ જર્સીમાં થયો હતો.તેનો ડાન્સ જોઈને સુનીલ શેટ્ટીએ આરતીના પિતાને કહ્યું હતું કે તેણે બોલિવૂડમાં કામ કરવું જોઈએ.આરતીએ માત્ર 16 વર્ષની ઉંમરમાં ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. તેણે 2001માં બોલિવૂડ ફિલ્મ ‘પાગલપન’ અને તે જ વર્ષે સાઉથની ફિલ્મ ‘નુવ્વુ નાકુ નચવ’થી ડેબ્યુ કર્યું હતું. તે ઉપરાંત તેણે સાઉથની ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું.
આરતી અગ્રવાલની દર્દનાક કહાની અગ્રવાલ

Visit Saurashtra Kranti Homepage here

આરતીએ સાઉથના લગભગ તમામ સુપર સ્ટાર્સની સાથે સ્ક્રીન શેર કરી. તેણે ચિરંજીવી, નાગાર્જુન, મહેશ બાબુ, રવિ તેજા, જુનિયર એનટીઆર, પ્રભાસ સહિત અન્ય કલાકારો સાથે ફિલ્મોમાં કામ કર્યું. તેણે પોતાની કરિયરમાં 25 ફિલ્મોમાં કામ કર્યું હતું.2005માં કો-સ્ટાર તરુણની સાથે પ્રેમ સંબંધોમાં તકરાર આવ્યા પછી તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેણે પોતાની કરિયરમાં તેલુગુ, તમિલ અને હિન્દી સહિત લગભગ 25 ફિલ્મોમાં કામ કર્યું હતું.આરતી મેદસ્વિતાથી પીડિત હતી અને મૃત્યુના એક મહિના પહેલા તેણે લિપોસક્શન સર્જરી કરાવી હતી. આ સર્જરીથી તેની બોડીમાંથી વધારાની ચરબી દૂર કરવામાં આવી હતી.

જો કે, હૈદરાબાદના એક ડૉક્ટરે તેને સર્જરી ન કરવાની સલાહ આપી હતી, પરંતુ તેણે ડૉક્ટરની વાત ન માની. આ સર્જરી પછી જ તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી.તે સારવાર માટે ન્યૂ જર્સીની એક હોસ્પિટલમાં દાખલ થઈ, જ્યા તેનું એક ઓપરેશન થવાનું હતું. પરંતુ અચાનક તેનું મૃત્યુ થઈ ગયું. આરતીના મૃત્યુ પછી તેના મેનેજરે ન્યૂઝ એજેન્સીને જણાવ્યું હતું કે તે મેદસ્વિતા અને ફેફસાંની બીમારીનો સામનો કરી રહી હતી, જેની સારવાર પણ ચાલી રહી હતી. આ દરમિયાન તેને હાર્ટ અટેક આવ્યો અને તેને બચાવી શકાઈ નહીં.

Read About Weather here

તેનું નિધન 6 જૂન, 2015ના રોજ ન્યૂ જર્સીમાં થયું હતું. ત્યારે તે માત્ર 31 વર્ષની હતી. તેના મૃત્યુના એક દિવસ પહેલા એટલે કે 5 જૂન 2015ના રોજ તેની ફિલ્મ ‘રાનમ-2’ રિલીઝ થઈ હતી. .કહેવામાં આવી રહ્યું છે કે આરતીને ફિલ્મોની ઓફર મળવાનું બંધ થઈ ગયું હતું જેના કારણે તે ડિપ્રેશનનો ભોગ બની હતી અને આર્થિક સ્થિતિ પણ ખરાબ હતી. તેના કારણે તેનું વજન વધી ગયું જેના પરિણામે તેણે સર્જરી કરાવવાનો નિર્ણય કર્યો પરંતુ આ જ કારણે તેણો જીવ લીધો.આરતીએ સર્જરી માટે પહેલા હૈદરાબાદના એક ડૉક્ટરને અપ્રોચ કર્યો હતો, પરંતુ તેમણે તે કરવાની ના પાડી દીધી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here