આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

તમે તમારી કાર્યકુશળતાના બળે અનેક કાર્ય યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. પરંતુ ભાવનાઓને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. કોઈપણ નિર્ણય પ્રેક્ટિકલ થઈને લો, તેનાથી ઉત્તમ પરિણામ મળશે. રિસ્કને લગતા કાર્યોમાં તમને વિશેષ ફાયદો થવાનો છે.અફવાહ ઉપર બિલકુલ ધ્યાન ન આપશો. કોઇ વ્યક્તિ દ્વારા ગેરસમજ ઊભી કરવાથી તમારી પરેશાનીઓ વધશે. સાથે જ કોઇ નજીકના મિત્ર સાથે પણ સંબંધ ખરાબ થવા જેવી સ્થિતિ બની રહી છે. તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખો.વ્યવસાયિક કાર્યોમા બનાવેલી યોજનાઓનું ઉત્તમ ફળ મળી શકે છે.વ્યસ્તતા સિવાય ઘર-પરિવારને પ્રાથમિકતા આપનાર વાતાવરણને સુખમય જાળવી રાખો.ઇન્ફેક્શન અને છાતિમાં બળતરા જેવી તકલીફ રહી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

પરિવાર અને ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાથી પોઝિટિવ પરિણામ મળી શકે છે. સાથે જ, કોઈ યોજનાના શરૂ થવાથી મનમાં સુખ અને સુકૂન મળી શકે છે. થોડો સમય તમારા રસના કાર્યો માટે પણ જરૂર કાઢો. તેનાથી તમને આત્મિક સુખ મળી શકે છે.નિર્ણય લેવામાં એટલે વધારે સમય ન લગાવો કે સફળતા તમારા હાથમાંથી સરકી જાય. મામા પક્ષ સાથે કોઈ વાતને લઇને ગેરસમજ ઊભી થઈ શકે છે. તમારી વાણી અને જિદ્દી સ્વભાવ ઉપર કાબૂ રાખો.કાર્યક્ષેત્રમાં વ્યવસાયિક ગતિવિધિઓ ઉપર રોકાણ કરવા માટે હાલ સમય અનુકૂળ નથી.વ્યર્થના પ્રેમ સંબંધ અન મનોરંજન વગેરેમા સમય ખરાબ ન કરો.સાંધામાં દુખાવા અને બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે.

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

થોડા સમયથી ચાલી રહેલી પારિવારિક સમસ્યાઓને તમે અનેક રીતે વ્યવસ્થિત કરી લેશો. આજે કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થશે, જેથી તમે તમારી અંદર નવો જોશ અને ઊર્જા અનુભવ કરશો.તમારો કોઈ સામાન ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. તમારી વસ્તુઓની જાતે જ દેખરેખ કરો. બાળકોને કોઈ પ્રકારનો નિર્ણય લેવામાં તમારો સહયોગ જરૂરી છે. તેથી તેમાં સુરક્ષાની ભાવના આવશે.વ્યવસાયિક ગતિવિધિઓમાં બેદરકારી ન કરો.જીવનસાથીનો ભાવનાત્મક સહયોગ તમારી કાર્યક્ષમતાને નવી ઊર્જા આપી શકે છે.ઉધરસ જેવી હળવી પરેશાનીને ગંભીરતાથી લેશો.

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

તમારા સપના અને આશાને સાકાર કરવાનો દિવસ છે. અન્ય લોકોની સલાહની જગ્યાએ પોતાના મનનો અવાજ સાંભળો અને અમલ કરો. પ્રકૃતિ તમારા માટે શુભ અવસર બનાવી રહી છે.રૂપિયા આવવાની સાથે-સાથે ખર્ચ વધારે રહી શકે છે. કોઈ બહારના વ્યક્તિની દખલ પોતાના પરિવાર અને વ્યવસાય ઉપર થવા દેશો નહીં. કર્મચારીઓ સાથે સંબંધ ખરાબ ન કરો. તેમનો સહયોગ તમારા માટે જરૂરી છે.વ્યવસાયિક સ્થળે કરેલી મહેનતનું યોગ્ય પરિણામ ન મળવાથી મનમાં થોડી ચિંતા રહેશે.પ્રેમ પ્રસંગોથી દૂર રહો તો સારું રહેશે.સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં આસ્થા વધારવાથી તમારા વિચારો પણ પોઝિટિવ અને સંતુલિત થઈ જશે. આર્થિક મામલે પણ સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશે. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં રહી શકે છે.ફોન અને મિત્રોમા જ વ્યસ્ત રહીને તમે તમારો સમય ખરાબ ન કરો. ક્યારેક તમારી મરજી અને અતિ આત્મવિશ્વાસ તમને દગો આપી શકે છે. સાસરિયા પક્ષ સાથે સંબંધ મધુર જાળવી રાખો.વ્યવસાયિક ગતિવિધિઓમાં હાલ સુધારની શક્યતાઓ છે.જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

વિદ્યાર્થીઓને કોઇ પ્રતિયોગિતાને લગતી પરીક્ષામાં યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. આજે કોઈ સપનું સાકાર થવાનું છે એટલે ખૂબ જ મહેનતથી કામ કરો. આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે અનેક શુભ અવસર લાવી રહી છે.આજે કોઈપણ કારણોસર કામને ટાળવાની કોશિશ ન કરો. કેમ કે આ કારણે અનેક કાર્યોમાં મોડું થઈ શકે છે. તમારી બોલચાલની રીત નરમ રાખો. ખરાબ શબ્દોનો પ્રયોગ લોકોમાં નિરાશા લાવી શકે છે.વ્યવસાયિક સ્થળે સહયોગિઓનો કાર્ય પ્રત્યે પૂર્ણ સહયોગ રહેશે.કામ વધારે હોવા છતાં ઘર-પરિવાર તમારા માટે સૌથી પહેલાં રહેશે.કામ વધારે રહેવાના કારણે થાક અને નબળાઈ રહી શકે છે.

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

વડીલોના આશીર્વાદ અને સહયોગ તમારા ઉપર રહેશે. તેમનો આદર સત્કાર કરો. બાળકો તરફથી પણ ચાલી રહેલી કોઈ સમસ્યાનું સમાધાન મળવાથી મનમાં સુકૂન રહી શકે છે. તમે તમારા વ્યક્તિગત કાર્યો ઉપર યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકશો.ક્યારેક તમારો ગુસ્સો અને ઉતાવળ તમારા તથા તમારા પરિવાર માટે પરેશાની ઊભી કરી શકે છે. તમારી આ ખામીઓ ઉપર અંકુશ રાખો. ખર્ચ વધારે રહી શકે છે. એટલે તમારા બજેટને પણ ધ્યાનમાં રાખીને ચાલો.નોકરિયાત વ્યક્તિઓનો કોઇ ટાર્ગેટ પૂર્ણ થવાથી બોસ તથા ઉચ્ચ અધિકારી પ્રસન્ન રહી શકે છે.પરિવારના લોકો સાથે પણ થોડો સમય મનોરંજનને લગતા પ્રોગ્રામ બનાવોસ્વાસ્થ્ય સારું રહી શકે છે.

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

આજે કામ વધારે રહેશે. એટલે આરમ અને મોજ મસ્તીમાં ધ્યાન ન આપીને તમારા કામ પ્રત્યે એકાગ્ર રહો. ઘરમાં પણ નવી સજાવટને લઇને થોડી યોજનાઓ બનશે તથા પારિવારિક સભ્યોમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે.કોઈપણ કાર્ય કરતી સમયે બેદરકારી ન કરો. કેમ કે ચોરી થવા કે કોઈ પ્રકારનું નુકસાન થવાની સ્થિતિ બની રહી છે. અન્ય લોકોની વાતોમાં ન આવીને તમારા નિર્ણયને જ પ્રાથમિકતા આપો.કાર્યક્ષેત્રમાં વધારે કામ રહી શકે છે.પતિ-પત્ની એકબીજાના સંબંધોમાં ગેરસમજ ઊભી થવા ન દે.તણાવનો પ્રભાવ તમારી પાચન પ્રણાલી ઉપર પડશે.

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

યોજનાબદ્ધ રીતે તમારા કાર્યોને સંપન્ન કરો. તમારા સંપર્ક વધારો. ચોક્કસ જ તમને સફળતા મળી શકે છે. પ્રોપર્ટીને લગતા કાર્યોમાં પણ ફાયદાકારક ડીલ થઈ શકે છે. મન પ્રમાણે કાર્ય બનતા જશે.આળસને તમારા ઉપર હાવી થવા ન દો. તેના કારણે થોડી સફળતા હાથમાંથી સરકી શકે છે. સાથે જ થોડી જૂની નકારાત્મક વાતોના કારણે નજીકના સંબંધીઓમાં પણ ખટાસ આવી શકે છે.વ્યવસાયિક કાર્યોમાં કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લોપ્રેમ પ્રસંગોમાં ભાવનાત્મક અંતર વધી શકે છે.ક્યારેક મનમાં થોડા નકારાત્મક વિચાર આવી શકે છે.

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

છેલ્લાં થોડા સમયથી તમે જે કાર્યોને લઇને કોશિશ કરી રહ્યા હતાં, આજે તે કાર્યોના પૂર્ણ થવાનો સમય આવી ગયો છે. તમને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ મળી શકશે.કોઈ પેમેન્ટને લગતા કાર્યોમાં તથા સંપર્કોને વધારે મજબૂત કરવામાં તમારો સમય ન લગાવો. બહારના સ્ત્રોતથી કોઈ મોટો ઓર્ડર મળવાની શક્યતાઓ છે. તમારા પેપર અને ડોક્યૂમેન્ટ પૂર્ણ રાખો આજે માર્કેટિંગને લગતા કાર્યોમાં તથા સંપર્કોને વધારે મજબૂત કરવામાં તમારો સમય લાગશે.પતિ-પત્ની બંને જ પોત-પોતાની વ્યસ્તતાના કારણે એકબીજાને સમય આપી શકશો નહીં.સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

વિદ્યાર્થીઓને સ્પર્ધાને લગતા કાર્યોમાં સફળતા મળવાની શક્યતા છે. એટલે તમારી ઊર્જાનો ભરપૂર ઉપયોગ કરો. બપોર પછી વધારે લાભની સ્થિતિ બની રહી છે. આ સમયે કરેલી મહેનતનું નજીકના ભવિષ્યમાં સારું પરિણામ મળી શકે છે.વધારે ચર્ચા-વિચારણાં કરવામાં સમય ન લગાવો. તમારી યોજનાઓને તરત શરૂ કરો. ખર્ચ વધારે રહેશે. સાથે જ આવકની સ્થિતિ પણ સારી રહેવાથી પરેશાની થશે નહીં.પબ્લિક રિલેશન તમારા માટે વ્યવસાયને લગતા નવા સ્ત્રોત ઊભા કરી શકે છે.પ્રેમ સંબંધો વધારે ગાઢ બની શકે છે.નસમાં દુખાવાની સમસ્યા રહી શકે છે.

Read About Weather here

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

દિવસની શરૂઆતમાં જ તમારા મહત્ત્વપૂર્ણ કામને લગતી યોજના બનાવી લો. કેમ કે બપોર પછી પરિસ્થિતિઓ ખૂબ જ અનુકૂળ છે, તમારા કામ યોગ્ય રીતે બનતા જશે.ભાવુકતા અને આળસને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. આ કારણે થોડી સફળતા હાથમાંથી સરકી પણ શકે છે. ઘરના વડીલોને પણ તમારી દેખરેખની જરૂરિયાત છે. એટલે તેમનું ધ્યાન રાખો.કાર્યક્ષેત્રમાં માલને લગતી કોઈ સમસ્યા આવવાતી નુકસાન થઈ શકે છે.મિત્રો સાથે કોઈ પારિવારિક ગેટ-ટુ-ગેધરને લગતો પ્રોગ્રામ બની શકે છે.સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here