સાંસદ મનસુખ વસાવાના અશોભનીય વર્તન સામે પગલા નહીં લેવાતા આક્રોશ

સાંસદ મનસુખ વસાવાના અશોભનીય વર્તન સામે પગલા નહીં લેવાતા આક્રોશ
સાંસદ મનસુખ વસાવાના અશોભનીય વર્તન સામે પગલા નહીં લેવાતા આક્રોશ

રાજકોટ જિલ્લા મહેસુલી કર્મચારી મંડળ આંદોલનના માર્ગે

મહેસુલી કર્મચારીઓ દ્વારા આજે કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવાઈ

કાલે તમામ કર્મચારીઓ માસ સી.એલ. પર ઉતરીને લડતની રણનીતિ ઘડશે

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના અશોભનીય વર્તન બાબતે સરકાર દ્વારા હજુ સુધી કોઈ પગલા ભરવામાં નહીં આવતા આજથી રાજકોટ જિલ્લા મહેસુલી કર્મચારી મંડળ દ્વારા આંદોલનનું રણશીંગુ ફૂકવામાં આવ્યું છે. જેમાં આજે મહેસુલી કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવવામાં આવી હતી. જયારે આવતીકાલે શુક્રવારે તમામ કર્મચારીઓ માસ સી.એલ. પર ઉતરીને લડતની રણનીતિ ઘડશે.

રાજકોટ જિલ્લા મહેસુલી કર્મચારી મંડળ (વર્ગ-3) ના પ્રમુખ કિરીટસિંહ એમ. ઝાલા અને મહામંત્રી એચ.ડી. રૈયાણીની આગેવાનીમાં કલેકટરને આવેદનપત્ર આપીને જણાવાયું હતું કે, ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા દ્વારા તા.22-2 ના રોજ મોજે માલોદ તા.કરજણ ખાતે થયેલ અકસ્માત સંદર્ભે કરજણના મામલતદાર તથા કચેરીના સ્ટાફ સાથે ફરજના ભાગરૂપે અકસ્માત સ્થળ ખાતે રૂબરૂ ગયેલ હતા. આ સમયે ભરૂચના સાંસદ ત્યાં હાજર હતા. મસાંસદ દ્વારા કોઇપણ જાતની તપાસ વિના મહેસુલી સ્ટાફને મનફાવે તેમ બોલી બીભત્સ ગાળો કાઢી તથા માર મારવાની કોશીષ કરવામાં આવેલ હતી.

Read Saurashtra Kranti E-Paper here

આ અકસ્માત રેતી ભરેલ વાહન દ્વારા મોટરબાઇકને હડફેટે લેતા સર્જાયેલ જેમાં ત્રણ હતભાગીઓના મૃત્યુ નિપજેલ હતા. આ બાબત ખરેખર દુ:ખદાયક છે. પરંતુ આ અકસ્માતમા મહેસુલી સ્ટાફનો કોઇ પ્રકારનો વાંક ગુનો ન હોવા બાબતથી તેઓ વાકેફ હોવા છતાં, સમાજમાં એક ઉચ્ચ સ્થાને બેઠેલ સંસદસભ્ય દ્વારા આવુ વર્તન નિંદનીય છે. જો સાંસદને મામલતદાર કે મહેસુલી સ્ટાફ સામે કોઇ વાંધો હોય તો તેઓ યોગ્ય રીતે યોગ્ય જગ્યાએ રજૂઆત કરી શકે છે. પરંતુ સત્તાના મદમાં તમામ ભાન ભૂલેલ સાંસદ દ્વારા અસંસદીય ભાષા પ્રયોગ કરી રાજયના તમામ મહેસુલી સ્ટાફનુ મનોબળ તોડવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે.

Read About Weather here

જેથી ગુજરાત મહેસુલી કર્મચારી મંડળના આદેશ મુજબ સાંસદના આવા હીનપ્રકારના અસભ્ય વર્તન સામે તેઓ દ્વારા લેખિતમાં કોઇ માફી માંગવામાં ન આવે તો આંદોલનાત્મક પગલા ભરવાનું નકકી કરવામાં આવેલ છે. જેમાં રાજકોટ જિલ્લાના તમામ મહેસુલી કર્મચારીઓ દ્વારા સમર્થન આપવામાં આવેલ હોય જે મુજબ આજે તા.3 ના રોજ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી. તા.4 ના રોજ માસ સી.એલ. ઉપર જવામાં આવશે.

જેમાં તા.4 ના રોજ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આગળનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. તેવો અંતમાં આક્રોશ ઠાલાવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here