ઓપરેશન ગંગા LIVE

ઓપરેશન ગંગા LIVE
ઓપરેશન ગંગા LIVE
રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટે પ્રવાસીઓનું સ્વાગત કર્યું. બીજી તરફ ભારતમાં રશિયાની એમ્બેસીએ દાવો કર્યો છે કે ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવીને યુક્રેન માનવીય કવચના રૂપમાં ઉપયોગ કરી રહ્યું છે. જોકે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે અત્યારસુધીમાં આવો કોઈ રિપોર્ટ નથી.બીજી તરફ એર ઈન્ડિયાનું બીજું એક વિમાન પણ ગુરુવારે સવારે દિલ્હી પહોંચી ગયું છે.યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવાના ઓપરેશન અંતર્ગત 200 ભારતીયને લઈને એરફોર્સનું પ્રથમ C-17 ગ્લોબમાસ્ટર વિમાન ગુરુવારે વહેલી સવારે હિંડન એરબેઝ પર ઊતર્યું.

Visit Saurashtra Kranti Homepage here

વિમાને રોમાનિયાના બુખારેસ્ટથી ઉડાન ભરી હતી. એ પછી સવારે 8 વાગ્યા સુધીમાં બીજા બે C-17 ગ્લોબમાસ્ટર યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઈને દિલ્હી પહોંચી ગયા છે. બીજા વિમાનમાં 220 અને ત્રીજા વિમાનમાં 208 ભારતીય દિલ્હી પહોંચ્યા છે.કેન્દ્રીય રાજ્યમંત્રી કૈલાસ ચૌધરીએ એરપોર્ટ પર મુસાફરોનું સ્વાગત કર્યું છે. ચૌધરીએ જણાવ્યું હતું કે અત્યારસુધીમાં કુલ 16 ઉડાનોથી લગભગ 3000 ભારતીયને યુક્રેનથી ભારત લાવવામાં આવ્યા છે. જ્યારે ઈન્ડિગોનું વિશેષ વિમાન બુખારેસ્ટથી 200 ભારતીયોને લઈને દિલ્હી પહોંચ્યું છે. એમાં આવેલા સ્ટુડન્ટ્સનું સ્વાગત કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરને કર્યું.આગામી 24 કલાકોમાં બીજી 15 ઉડાન ભારતીયોને લઈને પહોંચનારી છે. અંતિમ ભારતીયના આવવા સુધી ઓપરેશન ચાલુ રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આ ઓપરેશન પર નજર રાખી રહ્યા છે. યુક્રેનની નજીક આવેલા દેશોમાં ભારતીયોના રોકાવવા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે ત્યાં ચાર કેન્દ્રીય મંત્રી હાજર છે.વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે રોમાનિયા, હંગેરી, સ્લોવાકિયા અને પોલેન્ડથી 9 વિમાનોએ ઉડાન ભરી છે. બીજાં 6 વિમાનો ટૂંક સમયમાં ઉડાન ભરશે. એમાં એરફોર્સનું ગ્લોબમાસ્ટર પણ સામેલ છે. અત્યારસુધીમાં 17 હજાર ભારતીયોએ યુક્રેન છોડી દીધું છે.ભારતીય સ્ટુડન્ટ્સને યુક્રેનની સેનાએ બંધક બનાવ્યા- રશિયાનો દાવો યુક્રેનમાં ફસાયેલા ભારતીય સ્ટુડન્ટ્સમાંથી કેટલાકને યુક્રેનની સેનાએ બંધક બનાવી દીધા છે, જેથી તેમનો ઉપયોગ માનવીય કવચના રૂપમાં કરી શકાય. આ દાવો ભારત સ્થિત રશિયાની એમ્બેસીએ કર્યો છે.

રશિયાની એમ્બેસીએ ટ્વીટમાં કહ્યું હતું કે અમને પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, યુક્રેનની સેનાએ ભારતીયોના એક ગ્રુપને બળપૂર્વક રોખી રાખ્યું છે, જે યુક્રેનથી બેલગોરોડ જઈ રહ્યું હતું. યુક્રેનની સેનાએ તેમને કોઈપણ રીતે નીકળવા ન દીધા.યુક્રેને કહ્યું ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે રશિયા યુદ્ધ રોકેયુક્રેને આ અંગે જણાવ્યું કે રશિયા ખાર્કિવ અને સુમીમાં યુદ્ધ રોકે જેનાથી વિદેશી વિદ્યાર્થીઓ સહિત આમ નાગરિકોને ત્યાંથી સુરક્ષિત રીતે કા શકાય.આ પહેલા બુધવારે પહોંચેલા વિમાનમાં આવેલા સ્ટુડન્ટ્સનું કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ દિલ્હી એરપોર્ટ પર મલયાલમ, બાંગલા, ગુજરાતી અને મરાઠી ભાષાના સ્ટુડન્ટ્સનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે ઘર પરત ફરવા પર તમારુ સ્વાગત છે. તેમણે કહ્યું કે તમે તમામે યુક્રેનમાં પોતાના સાહસનો પરિચય આપ્યો છે.

Read About Weather here

હવે તમે ભારત પોતાના દેશમાં આવી ચુક્યા છો. આ માટે તમે ફ્લાઈટના ક્રૂ મેમ્બરને પણ ધન્યવાદ આપો.યુક્રેનની કીવ સ્થિત ભારતીય એમ્બેસીએ ચેતવણી આપતા કહ્યું હતું કે ભારતીય કોઈ પણ સ્થિતિમાં સાંજે 6 વાગ્યા (ભારતીય સમય અનુસાર રાતે 9.30 વાગ્યા) સુધીમાં ખાર્કિવ છોડી દે. એમ્બેસીએ બીજી એલર્ટમાં કહ્યું કે વિદ્યાર્થી નજીકના શહેર પોસેચિન, બાબઈ અને બેજુલ્યોદોવ્કા પહોંચે. આ એલર્ટ પછી ખાર્કિવમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ ચાલતા જ બીજા શહેર તરફ નીકળ્યા છે. આ વિદ્યાર્થીઓ રશિયા દ્વારા યુક્રેનના રહેણાંક વિસ્તારો પર સતત કરાઈ રહેલા હુમલાને કારણે બહાર નીકળી શકતા નથી.આ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ પુતિને PM નરેન્દ્ર મોદી સાથે વાત કરી અને યુક્રેનની સ્થિતિની સમીક્ષા કરી. મોદીએ યુદ્ધવાળા વિસ્તાર ખાર્કિવમાંથી ભારતીયોને સુરક્ષિત રીતે પરત લેવાનો મુદ્દો ઉઠાવ્યો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here