6 વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું…!

6 વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું…!
6 વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું…!
એમબીબીએસની ડિગ્રી માટે ફરી યુક્રેન જવાની નોબત રહેશે.અનેક ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી પરત ગુજરાતમાં આવ્યાં છે.વાપી સ્થિત ચંદ્રલોક ટાવર ડી માર્ટ સેલવાસ રોડ ચણોદ ખાતે રહેતાં સંકેત કુમાર વિનયકુમાર સિંગ યુક્રેનના ચેરનીવિટસી ખાતે એમબીબીએસનો અભ્યાસ કરી રહ્યા હતાં. રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે ગુજરાત સહિત ભારતના અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી પરત વતનમાં આવી પહોંચ્યાં છે,ત્યારે વાપીના વિદ્યાર્થીનો યુક્રેનમાં એમબીબીએસના 6 વર્ષના કોર્ષમાં માત્ર 3 મહિના બાકી હતા અને યુદ્ધ થતાં તેમણે ભારત પરત આવવાની ફરજ પડી છે.

Visit Saurashtra Kranti Homepage here

6 વર્ષના એમબીબીએસના કોર્ષમાં ફાઇનલ વર્ષ હતું. તબીબ બનવા માટે તેમણે રાત-દિવસ મહેનત કરી હતી. વતનમાં પરત ફરી લોકોની મેડિકલ સેવા કરવાના ઉદેશ્ય સાથે અભ્યાસ કરી રહ્યો હતો, પરંતુ રશિયાએ યુક્રેન પર હુમલો કરી દેતાં સ્થિતિ બદલાઇ ગઇ છે. સંકેતને એમબીબીએસ માટે માત્ર 3 માસ જ બાકી હતાં.એમબીબીએસની ડિગ્રી મેળવવા ત્રણ માસ બાકી રહ્યા હતા, પંરતુ જીવ બચાવવા સંકેતે પરત ભારત આવવાની ફરજ પડી છે. તેમણે કહ્યું કે છેલ્લા સેમેસ્ટર હતુ. ત્રણ મહિના જ બાકી હતાં. યુક્રેનમા ડિગ્રી મેળવવા પુન: જવાની ફરજ પડશે.

Read About Weather here

ખાસ કરીને વાપી સહિત ગુજરાતના વિદ્યાર્થીઓ એમબીબીએસ માટે યુક્રેન,રશિયાની પસંદગી કરતાં હોય છે. ઓછા ખર્ચાના કારણે અહી વિદ્યાર્થીઓ જાય છે, પરંતુ અચાનક યુદ્ધની જાહેરાતના કારણે ફાઇનલ વર્ષમાં હોવા છતાં વિદ્યાર્થીઓએ પરત આવવાની ફરજ પડી છે. લાખો રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ વિદ્યાર્થીઓ હાલ પરત આવવાની ફરજ પડી છે.યુદ્ધનું સ્થળ મારાથી 400 કિ.મી. દુર હતું. અમે ભારત સરકારને રજૂઆત કરી હતી. જેથી ફલાઇટ મળતાં પરત વાપી ખાતે આવી પહોંચ્યાં છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here