ઓપરેશન ગંગા LIVE

ઓપરેશન ગંગા LIVE
ઓપરેશન ગંગા LIVE
સૂત્રોના જણાવ્યા મુજબ, PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યુક્રેનની સ્થિતિને લઈને 24 કલાકમાં બીજી હાઈ લેવલની બેઠક યોજાઈ હતી, જેમાં આ નિર્ણય લેવાયો છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર મંત્રીને યુક્રેનના પાડોશી દેશોમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. આ ચારેય મંત્રીઓ ઓપરેશન ગંગામાં કોર્ડિનેશન કરશે. આ ચાર મંત્રીમાં કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરણ રિજિજુ અને જનરલ (રિ.) વીકે સિંહ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ બેઠક બે કલાક ચાલી હતી. પ્રધાનમંત્રીએ દરેકને સુરક્ષિત પરત લવાશે એની ખાતરી પણ આપી હતી.યુક્રેનથી ભારતીય વિદ્યાર્થીઓને લઈને છઠ્ઠી ફ્લાઈટ બુડાપેસ્ટ, હંગેરીથી ભારત આવી હતી. એમાં 240 લોકો હતા. આ ફ્લાઈટ દિલ્હી લેન્ડ થઈ હતી. કુલ 1396 વિદ્યાર્થીને યુક્રેનથી પરત લવાયા છે. 249 વિદ્યાર્થી અને અન્ય ભારતીય નાગરિકોને લઈને એર ઈન્ડિયાની 5મી ફ્લાઈટ આજે સવારે દિલ્હી પહોંચી હતી. રોમાનિયાના બુખારેસ્ટથી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI 1942 સોમવારે સવારે લગભગ 6:30 વાગ્યે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી.

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને એરલિફ્ટ કરવા માટે સરકાર દ્વારા ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત 4 ફ્લાઈટમાંથી 1,147 લોકોને પહેલેથી જ ભારત લાવવામાં આવ્યા છે. રવિવારે પહોંચેલી 3 ફ્લાઈટમાંથી 928 ભારતીયો વતન પહોંચ્યા હતા.હરિયાણાના સોનીપતના ગન્નોરમાં રહેતા શિવમ બીજા વિદ્યાર્થીઓ સાથે યુક્રેનમાં ફસાયેલો હતો. રશિયાના હુમલાથી ભારતીય વિદ્યાર્થીઓ ડરી ગયા હતા. તેઓ ખૂબ મુશ્કેલીનો સામનો કરી પરત ફર્યા છે.

Read About Weather here

યુનિવર્સિટીની 5 બસમાં 250 વિદ્યાર્થીઓને હંગેરી લઈ જવાયા હતા. દરેક વિદ્યાર્થીદીઠ 50 ડોલર ભાડું લેવાયું. યુનિવર્સિટીએ સંપૂર્ણ ધૈર્ય રાખ્યું અને કોઈ વિદ્યાર્થીને હેરાન થવા દીધો નથી. હોસ્ટેલમાં પણ તેમની સંભાળ રાખી હતી.રવિવારે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ઘરે પરત ફર્યો હતો. તેણે કહ્યું હતું કે યુનિવર્સિટીએ દરેક વિદ્યાર્થીને સાથ આપ્યો છે. ઈન્ડિયન એમ્બેસીએ પોતાની એડવાઈઝરી મોડી જાહેર કરી હતી. તે યુક્રેનના ઉજગોદ શહેરમાં MBBSના બીજા સેમેસ્ટરમાં છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here