રશિયા-યુક્રેન યુદ્ધમાં બીજા દિવસ

રશિયા-યુક્રેન યુદ્ધમાં બીજા દિવસ
રશિયા-યુક્રેન યુદ્ધમાં બીજા દિવસ
યુદ્ધની સ્થિતિ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને રાષ્ટ્રજોગ સંબોધન કર્યું છે. તેમણે કહ્યું છે કે અમારી વ્યૂહરચના ઉપરાંત ઈરાદો તદ્દન સ્પષ્ટ છે. અમે યુક્રેન પર કબજો કરવા ઈચ્છતા નથી. માટે યુક્રેનના લશ્કરને કહેવા માગુ છું કે તે તાત્કાલિક આત્મ સમર્પણ કરી દે. આ ઉપરાંત પુતિને યુક્રેનની સેનાને કહ્યું છે કે દેશની સત્તાની કમાન તમારા હસ્તગત લઈ લો, યુક્રેનની સરકાર ડ્રગ એડિકટ્સનું ગ્રુપ છે આ ઉપરાંત તે દેશની સરકારે યુક્રેનના તમામ લોકોને બંધિકાર કરી લીધા છે. વોલ્દોમિક જેલેંસ્કીની સરકાર ડ્રગ એડિક્ટ અને નાઝીઓની સરગના છે.યુક્રેન પર રશિયાના હુમલાનો બીજો દિવસ ચાલી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

પાટનગર કિવ બ્લાસ્ટથી ઘણઘણી ઉઠ્યું છે. આ દરમિયાન એક યુક્રેની મહિલાએ રશિયન સૈનિકને ધમકાવી દીધો હતો. સૈનિકો પાસે મોટી મોટી બંદૂકો હતી તેમ છતા તે મહિલા સહેજ પણ તેમનાથી ડરી નહતી. ખીસ્સામાં હાથ નાખીને ગુસ્સે થયેલી મહિલાએ રશિયન સૈનિક પર ખૂબ ગુસ્સો કર્યો હતો અને આંગળી ચીંધીને કહ્યું હતું કે, તમે બોલાવ્યા વગર અમારા દેશમાં કેમ આવ્યા? તમારા ખીસ્સામાં સુરજમુખીના બીજ નાખી દો જેથી જ્યારે તમને યુક્રેનની ધરતીમાં દફનાવાવમાં આવે તો ફૂલ ઉગે. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો છે.રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન પર હુમલો કર્યા બાદ રશિયામાં જ તેનો વિરોધ થઈ રહ્યો છે. રશિયાની રાજધાની મોસ્કો સહિત 53 શહેરોમાં યુદ્ધ વિરુદ્ધ મોટા સ્તરે પ્રદર્શનો થઈ રહ્યા છે. રશિયાની પોલીસે અત્યારસુધી 1700 પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે, પરંતુ વિરોધ ઓછો નથી થઈ રહ્યો. જેમનો પરિવાર યુક્રેનમાં ફસાયેલો છે તેવા લોકો શાંતિથી આ મુદ્દાનો ઉકેલ લાવવાની માગ કરી રહ્યા છે. લોકો હાથમાં NO TO WARના પોસ્ટરો સાથે દેખાઇ રહ્યા છે. જુઓ વિરોધપ્રદર્શનની કેટલીક તસવીરો….

રશિયાએ ગુરુવારે સવારે યુક્રેન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં રશિયા તરફથી 160થી વધુ મિસાઈલો છોડવામાં આવી હતી. હુમલા બાદ અતેયાર સુધીમાં યુક્રેનના કુલ 137 લોકોના મોત થયા છે. અને સેંકડો લોકો ઘાયલ થયા છેયુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમિર જેલેંસ્કી પ્રમાણે રશિયા હુમલાના પહેલાં દિવસે 137 લોકોના જીવ ગયા છે. જેલેંસ્કીએ એક વીડિયોમાં આ વિશે માહિતી આપી છે. આજે અમે અમારા 137 હિરો, અમારા નાગરિકોને ગુમાવી દીધા છે. જ્યારે 316 લોકો ઘાયલ થયા છે. તે સિવાય તેમણે યુદ્ધમાં કોઈનો સાથ ના મળવા વીશે પણ વાત કરી છે. રાષ્ટ્રપતિ વ્લોદિમીર જેલેંસ્કીએ કહ્યું કે, તેમના દેશને રશિયા સામે લડવા માટે એકલા છોડી દીધા છે. તેમણે કહ્યું કે, અમારા પડખે કોણ ઉભુ છે? મને તો કોઈ દેખાતુ નથી. યુક્રેનને નાટોની સભ્યતા અપાવવાની ગેરંટી કોણ લે છે? દરેક ડરે છે…

રશિયન હુમલાઓ વચ્ચે યુક્રેનના એક સૈનિકની હિંમતે લોકોને ચોંકાવી દીધા છે. આ સમગ્ર ઘટના રુંવાટા ઊભા કરી દે તેવો છે. શુક્રવારે સવારે જ્યારે યુક્રેનની સેનાને એવી જાણકારી મળી કે રશિયન સૈનિક પોતાના ટેન્કની સાથે રાજધાની કીવ તરફ આગળ વધી રહ્યાં છે, ત્યારે તેને શહેરને જોડતાં ત્રણ પુલને બોમ્બના ધમાકાથી ઉડાવી દીધાં. એક પુલ તો એવો હતો કે જેને ઉડાવવા માટે યુક્રેનની સેનાના એન્જિનિયરે પોતાના જીવની કુરબાની આપી દીધી. યુક્રેનની આર્મીએ પોતાના આ જવાનના હીરો ગણવાત સોશિયલ મીડિયા પર તે અંગેની સ્ટોરી શેર કરી છે.યુક્રેન સામે રશિયન હુમલા પછી ત્યાં સ્થિતિ વણસી ગઈ છે.

હજારો લોકોને રાજધાની કીવ તથા અન્ય શહેરોમાં બસો દ્વારા સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવી રહ્યા છે. તેવામાં સોશિયલ મીડિયામાં વાઈરલ પોસ્ટ દરમિયાન યુક્રેનના લોકો એકબીજાને ભેટીને રડતા જોવા મળ્યા છે. આ દરમિયાન એક પિતા પોતાની દીકરીની સુરક્ષા અંગે ચિંતિત થઈ રડતા જોવા મળ્યા છે. જોકે તે પોતાની દીકરીને સુરક્ષિત સ્થાને ખસેડી પોતે રશિયાની સામે લડત આપવા તૈયાર થઈ ગયો છે.રશિયાએ યુક્રેનમાં સતત એરસ્ટ્રાઇક કરીને ખાનાખરાબી સર્જી છે. જેનો એક ડરામણો વીડિયો સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક ચાલતી કારની આગળ અચાનક બોમ્બ પડે છે અને મોટો વિસ્ફોટ થાય છે.

કારમાં બેસેલો યુવક આ જોઈને ફફડી જાય છે. મહત્ત્વનું છે કે, આ વીડિયો કારચાલક દ્વારા કરવામાં આવી રહેલાં લાઇવ સ્ટ્રિમિંગમાં કેદ થઈ ગયો હતો’હાલ અમને ઘરની બહાર નીકળવા દેતા નથી, અહીં ચારેબાજુ બ્લાસ્ટ થઈ રહ્યા છે. બહુ ડર લાગી રહ્યો છે. અહીંથી સરહદ થોડા કિલોમીટર જ દૂર છે. રાત્રે સેનાના હેલિકોપ્ટર નીકળે છે. ઠંડી અને અંધારાને લીધે ખબર પડતી નથી કે, કોનું હેલિકોપ્ટર છે. અહીં માર્ગો પરથી કેટલીક ટેન્ક પણ નીકળે છે. હેલિકોપ્ટરની ઊંચાઈ ઘણી ઓછી હોય છે અને લોકો ડરે છે. રહેવા માટે એક માત્ર બંકર જ છે. આ 24 કલાક કેમ પસાર કર્યા એ મારુ મન જાણે છે, એકબીજા માથે સુઈ રાત પસાર કરી, ચિપ્સ અને બિસ્કિટથી પેટ ભર્યું’ આ આપવીતી છે

Read About Weather here

યુદ્ધની વચ્ચે બંકરોમાં છૂપાયેલા ભારતીય વિદ્યાર્થી હર્ષ સોનીની… ઉલ્લેખનીય છે કે, યુક્રેનના ઓડેસા શહેરમાં ફસાયેલા 2 હજાર ભારતીયોનું લિસ્ટ દિવ્ય ભાસ્કર પાસે છે. જેમાં બંકરોમાં છૂપાયેલા 2000 લોકોમાં 100 ગુજરાતીઓ પણ છે.યુદ્ધના બીજા દીવસે જ રશિયન આર્મી યુક્રેનની રાજધાની કીવ પહોંચી ગઈ છે. તેવામાં નાટો ચીફથી લઈને અમેરિકન રાષ્ટ્રપતિ પણ હવે મિલિટ્રી એક્શનથી પીછેહટ કરી દીધી છે. એટલું જ નહીં તેમણે કહી દીધું છે કે યુક્રેન હવે પોતાની લડાઈ જાતે જ લડી લે. આવી સ્થિતિમાં લાચાર યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે રશિયાનો નંબર-1 ટાર્ગેટ હું છું, જ્યારે મારો પરિવાર બીજા નંબરનો ટાર્ગેટ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here