રોડ બનાવતા પાણીની લાઈન તૂટી, લાખો લીટર પાણી વેડફાયું!

રોડ બનાવતા પાણીની લાઈન તૂટી, લાખો લીટર પાણી વેડફાયું!
રોડ બનાવતા પાણીની લાઈન તૂટી, લાખો લીટર પાણી વેડફાયું!

10-10 ફુટ ઉંચા પાણીના ફુવારા થયા: વાલ્વ બંધ કરી 3 કલાક બાદ રીપેરીંગ કામગીરી હાથ ધરાઇ

શહેરના નવા રિંગ રોડ પર રોડ બનાવવાની કામગીરી દરમિયાન આજે પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થતા 10-10 ફૂટ ઉંચા પાણીના ફુવારા થયા હતા અને સતત 3 કલાક સુધી લાખો લીટર પાણીનો વેડફાટ થયો હોવાનું સામે આવ્યું છે. જો કે મનપા દ્વારા વાલ્વ બંધ કરી 3 કલાક બાદ રીપેરીંગ કામગીરી હાથ ધરી હતી. રાજકોટ શહેરમાં અવારનવાર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થવાના દ્રશ્યો સામે આવતા હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે આજે ફરી એક વખત રાજકોટના નવા રિંગરોડ પર રોડની ચાલુ કામગીરી દરમિયાન પાઇપલાઇનમાં ભંગાણ થવાનું સામે આવ્યું છે. જો કે આ સમયે રોડ બનાવતી એજન્સી દ્વારા મનપા તંત્રને જાણ કરવામાં આવી હતી અને આગળથી વાલ્વ બંધ કરવામાં આવ્યો હતો પરંતુ આ દરમિયાન 3 કલાક સુધી પાઇપલાઇનમાં રહેલ લાખો લીટર પાણી વેડફાયું હતું અને ત્યારબાદ પાણી ખાલી થતા પાઇપલાઇન માં સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું.

Read About Weather here

ઉલ્લેખનીય છે કે અવારનવાર આ રીતે રોડ રસ્તા તેમજ ઓવર અને અન્ડરબ્રિજ બનાવવાની કામગીરી દરમિયાન પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થવાના કારણે પાણીના વેડફાટની ઘટના સામે આવી રહી છે.(4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here