ડો.ભીમાણીએ કર્યુ પૈસાનું પાણી!

ડો.ભીમાણીએ કર્યુ પૈસાનું પાણી!
ડો.ભીમાણીએ કર્યુ પૈસાનું પાણી!

આંકડાશાસ્ત્ર ભવનમાં યોજાનારી નેશનલ કોન્ફરન્સમાં ફાયનાન્સ કમિટી અંગે એનએસયુઆઇ પ્રમુખનો ચોંકાવનારો આક્ષેપ
કોના બાપની દિવાળી: ચાર એક્સપર્ટ અને 150 ડેલિગેટને કીટ આપવા 2.50 લાખનો ખર્ચ કરાયો તેમજ કોન્ફરન્સ કમિટીમાં 95 હજારનો બ્રેકફાસ્ટ અને લંચ કરાયો: 50 હજાર રૂપિયાના તો ખાલી મોમેન્ટો અપાયા: રોહિત રાજપુત
જાણે કોઈ કહેવાવાળું જ નથી તેમ સતાધિશો યુનિ.ના પૈસાની લ્હાણી કરતા હોય તે જરા પણ ચલાવી લેવામાં નહી આવે: એનએસયુઆઇ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણે વિવાદનો પર્યાય બનવા જઈ રહી હોય તેણ જણાઈ રહ્યું છે. સમયાંતરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદમાં ઘેરાતી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તરીકે ડો.નિતીન પેથાણી અને ઉપકુલપતિ તરીકે ડો.વિજય દેસાણીનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ ડો.ગિરીશ ભીમાણીની કુલપતિ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. ડો.ગિરીશ ભીમાણીની વરણી થયાના થોડા સમય થયો હોવા છતા આક્ષેપોનો વરસાદ થઇ રહ્યો છે. ઈન્ચાર્જ કુલપતિ ડો. ભીમાણીના આઈ.ફોન.ની ખરીદીએ વિવાદ જગાવ્યો હતો. ડો. ભિમાણીએ નિયુક્તિ બાદ તુરંત જ લાખેણા ફોનની ખરીદી કર્યાનો વિરોધ રાજકોટ એનએસયુઆઇ દ્વારા કરવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે આજે ફરી એનએસયુઆઇના પ્રમુખ રોહિત રાજપુતે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે,આવતીકાલે યોજાનારી સૌરાષ્ટ્ર યુનિ.મા આંકડાશાસ્ત્ર ભવનમાં નેશનલ કોન્ફરન્સમાં ફાયનાન્સ કમિટીમાં મંજુર થયેલ 5.60 લાખ ખર્ચાઓ કરીને ડો.ભીમાણીએ પૈસાનુ પાણી કર્યુ છે. આ કોન્ફરન્સમાં ચાર એક્સપર્ટ અને 150 ડેલિગેટને કીટ આપવા માટે ખર્ચ 2,50,000 દર્શાવવામા આવ્યો છે. ઉપરાંત કાર્યક્રમમાં મોમેન્ટો માટેનો 50,000ખર્ચ દર્શાવવામા આવ્યો તેમજ બ્રેકફાસ્ટ અને લંચ માટેનો રૂ. 95,000 ખર્ચ દર્શાવવામા આવ્યો છે. આંકડાશાસ્ત્ર ભવનના હોલની કેપેસેટી અંદાજે 100 માણસોની હશે પંરતુ યુનિવર્સિટીએ ઓફીસયલ 150 જેટલા સંશોધકો, અધ્યાપકો , વિદ્યાર્થીઓને આ કોન્ફરન્સમાં આમંત્રિત કર્યા હોવાનુ દર્શાવતા વિવાદ સર્જાયો છે. આ કોન્ફરન્સમા જોડાવવા માટે લગભગ 150 જેટલા રજીસ્ટ્રેશન થયેલ છે તેમજ તેની પણ રુ. 400 જેટલી રાખી છે તો ફી ની આવક થતી હોય છે.

Read About Weather here

એક દિવસ માટે યોજાનાર નેશનલ કોન્ફરન્સનો ટોટલ ખર્ચ ફાયનાન્સ કમીટીમાં રૂ. 5,60,000 મંજુર કરવામા આવ્યો તે દર્શાવે છે કે યુનિ.ના ઈન્ચાર્જ કુલપતી અને આ જ ભવનના હેડ હોય અને તે જ ભવનમા આવા અધધધ ખર્ચાઓ મંજુર કરી યુનિ. વિકાસના પૈસા પાણીની જેમ વેડફવાનુ વધુ એક કારસો ખુબ જ શરમજનક છે. આ તો કેવી કરકસર કુલપતિ સાહેબ તે જરા બતાવો?સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ સાહેબ જે આંકડાશાસ્ત્રના ભવનના વડા પણ છે તો તેમને કોન્ફરન્સના ખર્ચાઓની સ્પષ્ટતાઓ કરવી જોઈએ. ઘરના ભૂવા, ઘરના ડાકલા જેવી આ સ્થિતિ ઉદભવી છે ત્યારે આ મનમા આવે તેમ મંજુર કરાયેલા ખર્ચાઓ જાણે કોઈ કહેવા વાડુ જ નથી તેમ સતાધિશો યુનિ.ના પૈસાની લ્હાણી કરતા હોય તે જરા પણ નહી ચલાવી નહી લેવામાં આવે તેમ એનએસયુઆઇ જીલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપુતે જણાવ્યુ હતુ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here