રાજકોટમાં ડચકા ખાતો કોરોના વાયરસ

રાજકોટમાં ડચકા ખાતો કોરોના વાયરસ
રાજકોટમાં ડચકા ખાતો કોરોના વાયરસ

બુધવારે માત્ર 7 કેસ, ગુરૂવારે બપોર સુધીમાં ઝીરો: લોકોને સાવધાનીનો ત્યાગ ન કરવા મનપાની અપીલ

3-3 રાઉન્ડની કોરોના પીડા સહન કર્યા બાદ આખરે રાજકોટવાસીઓ પરથી ઘાત હવે ટળી રહી હોય તેવું દેખાઈ છે. કેમકે કોરોના મહામારી હવે શહેરમાં ડચકા ખાઈ રહી છે. ગઈકાલે બુધવારે શહેરમાં કોરોનાનાં નવા માત્ર 7 કેસ નોંધાયા હતા. જયારે 14 લોકોને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી. બુધવારે પણ 2000 થી વધુ લોકોએ ટેસ્ટીંગ કરાવ્યું હતું.
આજે ગુરૂવારે તા.24 નાં રોજ બપોરે 12 વાગ્યા સુધીમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો ન હતો.

Visit Saurashtra Kranti Homepage here

અત્યાર સુધીમાં કુલ 63 હજારથી વધુ શહેરીજનો કોરોનાથી સંપૂર્ણ સાજા થઇ ગયા છે. આ રીતે રિકવરી રેટ અત્યાર સુધીનો સૌથી વધુ 99.10 ટકા થઇ ગયો છે. અત્યાર સુધીમાં કુલ 17 લાખ 27 હજારથી વધુ શહેરીજનોનું ટેસ્ટીંગ કરી લેવામાં આવ્યું છે.

Read About Weather here

મનપાનાં આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવધાનીનો ત્યાગ ન કરવા અપીલ કરવામાં આવી છે. માસ્કને રોજીંદી દિનચર્યાનો હિસ્સો બનાવી લેવા અને અકારણ ફાલતું ભીડભાડથી બચવા મનપા દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here