USના કાર્ટુન શોનો ક્લિપ વાઈરલ…!

USના કાર્ટુન શોનો ક્લિપ વાઈરલ…!
USના કાર્ટુન શોનો ક્લિપ વાઈરલ…!
1998ના તેના એક શોમાં ફરી એક વખત સોવિયેટ યુનિયનના સામ્રાજ્યના ઉદયની વાત કહેવામાં આવી હતી. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું છે, ત્યારે અમેરિકાનો જાણીતો કાર્ટુન શો ધ સિમ્પસન્સ ફરી એક વખત સમાચારમાં છે. બંને દેશ વચ્ચેના તણાવના પગલે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ ફરી એક વખત આ કાર્ટુન શોની ક્લિપને શેર કરી રહ્યાં છે.આ સિવાય તેમાં એક નવા કોલ્ડ વોરની પણ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.હાલ જ્યારે બધા જ પશ્ચિમના દેશો રશિયા સાથે કોઈ મોટુ યુદ્ધ ન થાય તેવો પ્રયત્ન કરી રહ્યાં છે, ત્યારે ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ક્લિપને ખૂબ જ શેર કરવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

સિમ્પસન્સનનો સિમ્પસન્સ ટાઈડ નામનો આ એપિસોડ માર્ચ 29, 1998ના રોજ બતાવવામાં આવ્યો હતો. તે સમયે બોરીસ યેલટસીન રશિયાના રાષ્ટ્રપતિ હતા. તેમાં દર્શાવવામાં આવે છે કે સિમ્પસન્સના સૌથી જૂના અને વિશ્વાસુ એવા સિમ્પ્સન નેવીમાં જોડાય છે અને તે રશિયન સબમરિન પર હુમલો કરે છે.આ એપિસોડની એ ક્લિપ હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે, જેમાં યુનાઈટેડ નેશન્સમાં રશિયાના એમ્બેસેડર એમ કહે છે કે અમેરિકાને ગેરમાર્ગે દોરવા માટે સોવિયેટ યુનિયનનું વિસર્જન એ એકમાત્ર ષડયંત્ર છે. આ 30 સેકન્ડની ક્લિપમાં લિનિયન કોફિનને તોડી નાખે છે અને ઝોમ્બી જેવું વર્તન કરે છે.

Read About Weather here

તે કહે છે કેપિટાલિઝમનો અંત આવવો જ જોઈએ.હાલના તણાવ બાબતે અમેરિકાએ રશિયા પર આરોપ લગાવતા કહ્યું છે કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને જ યુક્રેન પર યુદ્ધ કરવા માટે યુક્રેનની સીમા પર પોતાના 1,50,000 જવાનોને પહેલેથી ખડકી દીધા હતા. જોકે તેના માટે તેની રાષ્ટ્રીય સુરક્ષા મહત્વની છે. ઉલ્લેખનીય છે કે રશિયા યુક્રેનની નાટોમાં સામેલ થવાની દરખાસ્તનો વિરોધ કરી રહ્યું છે અને ઈસ્ટર્ન યુરોપમાં તે નાટોની હાજરીને ઘટાડવા માંગે છે.  રશિયાએ બુધવારે જણાવ્યું હતું કે વાતચીત માટે તેના દરવાજા ખુલ્લા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here