આનંદો…રાજકોટ પરથી જળસંકટ ટળ્યું

આનંદો…રાજકોટ પરથી જળસંકટ ટળ્યું
આનંદો…રાજકોટ પરથી જળસંકટ ટળ્યું

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતા મનપાના પદાધિકારીઓ

રાજકોટમાં ચોમાસા દરમિયાન છલકાઈ જતા જળશયોમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણી ખૂટી જાય છે, જેથી નર્મદા ડેમમાંથી પાણી માગવામાં આવે છે. સરકાર બદલાયા બાદ 2022માં 10-01ના રોજ પાણી માટે રાજકોટના મેયર ડો.પ્રદિપ ડવે પત્ર લખતા 18 દિવસ બાદ 28-01ના રોજ સિંચાઈ વિભાગને પત્ર મળ્યો હતો અને 42 દિવસ બાદ પાણી વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટમાં પાણીકાપ શરૂ થાય તે પહેલા આજી-1 ડેમમાં 700 એમસીએફટી પાણી અપાશે. 300 ક્યુસેક લેખે બે પમ્પ શરૂ કરવામાં આવતા ધોળીધજાથી પાણી વિતરણ શરૂ કરવામાં આવ્યું છે, જે 41 કિમી દૂર થાન પમ્પિંગ સ્ટેશન ખાતે પહોંચ્યા બાદ મોડી રાત્રે 2 વાગ્યે મચ્છુ પમ્પિંગ સ્ટેશને પહોંચ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

જ્યાંથી ત્રંબાના પાંચ ચેકડેમ અને એક કાળીપાટના ચેકડેમ તથા બે ખાણ મારફતે આજી-1 ડેમમાં પાણી પહોંચશે. ત્રંબા પમ્પિંગ સ્ટેશનથી આજી-1 ડેમમાં પાણી પહોંચતા અંદાજે 12 કલાક જેટલો સમય લગતા મોડી રાત્રે 2થી 3 વાગ્યે પાણી આજી-1માં પહોંચશે. જો કે ન્યારી ડેમમાં રિપેરિંગનું કામ કરવાનું હોવાથી અત્યારે આજી-1માં પાણી આપવામાં આવ્યું છે.મેયર ડો. પ્રદિપ ડવ અને રાજ્યના વાહન વ્યવહાર નાગરિક ઉડ્ડયન પ્રવાસન યાત્રાધામ વિભાગના મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ આજી-1 ડેમ માટે સૌની યોજના મારફતે જળ જથ્થો ફાળવવા મુખ્યમંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરેલ.

Read About Weather here

જેના અનુસંધાને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સૌની યોજના હેઠળ રાજકોટને પાણી ફાળવવાનો વહેલાસર નિર્ણય કરી સૌની યોજનાનું પાણી છોડવામાં આવેલ છે. જે બદલ મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ધવા, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, વોટરવર્કસ કમિટીના ચેરમેન દેવાંગભાઈ માંકડએ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરેલ. સૌની યોજના હેઠળ આશરે 96 કિ.મી. દુર એટલે કે, ધોળી ધજાથી ખાટડી (મુળી) થી થાન થી પીપળીયા (મચ્છુ-1) થઈ ત્રંબા થી આજી ડેમમાં પાણી આવે છે. ધોળી ધજાથી સૌની યોજનાનું પાણી છોડવામાં આવેલ છે. આજ સવારના ત્રંબા ખાતે સૌની યોજનાનું પાણી પહોંચી ગયેલ છે. ત્રંબા થી આજ સાંજ સુધીમાં આજી-1 ડેમમાં પાણી પહોંચશે. તેમ અંતમાં પદાધિકારીઓએ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here