સરગમ ક્લબ દ્વારા મનોરંજક કાર્યક્રમોની વણઝાર

સરગમ ક્લબ દ્વારા મનોરંજક કાર્યક્રમોની વણઝાર
સરગમ ક્લબ દ્વારા મનોરંજક કાર્યક્રમોની વણઝાર

વાર્ષિક ફીમાં કોઈ વધારો નહીં, વર્ષમાં 10 કાર્યક્રમો નિહાળવાની તક: ગુણવંતભાઈ ડેલાવાળા
નવા વર્ષની મેમ્બરશીપ આપવાનું થશે ચાલુ
ઉંઝાની ઘરફોડીમાં 9 વર્ષથી વોન્ટેડ વિક્રમને રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો: રીઢા તસ્કર વિક્રમ ચારોલીયા સામે અલગ અલગ પોલીસ મથકમાં ચોરીના ર0 ગુન્હાઓ નોંધાયા છે: ગોંડલ પાસેથી દબોચી લેવાયો

કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થઈ ગઈ છે અને હવે આપણાં સૌનું જીવન રાબેતા મુજબનું થઈ ગયું છે. રાજ્ય સરકારે પણ ઘણી બધી છૂટછાટો આપી દીધી છે ત્યારે રાજકોટની જાણીતી અને માનીતી એવી સરગમ કલબ પણ મનોરંજક કાર્યક્રમોની વણઝાર લઈને આવી છે. સરગમ પરિવારની વર્ષ 2021-22ની મેમ્બરશીપ પૂરી થઈ ગઈ છે અને હવે વર્ષ 2022-23 ની મેમ્બરશીપ શરૂ થવામાં છે ત્યારે ફોર્મ મેળવીને સરગમ પરિવારના સભ્ય થવાની તક આવી છે તેવું સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યુ છે.
તેમણે કહ્યું છે કે, ગત વર્ષની જેમ આ વરસે પણ જેન્ટ્સ કલબ, લેડિઝ કલબ, સિનિયર સીટીઝન કલબ, કપલ કલબ , ચિલ્ડ્રન કલબ અને ઇવનિંગ પોસ્ટ સિનિયર સિટીઝન પાર્ક ની વાર્ષિક ફી માં કોઈ વધારો કરવામાં આવ્યો નથી અને ટોકન ફીમાં જ આખું વર્ષ 10 જેટલા એક એક થી ચડિયાતા કાર્યક્રમો માણવાની તક મળશે.

Visit Saurashtra Kranti Homepage here

નવા વર્ષના સભ્ય બનવા માટે તા. 1લી માર્ચથી ફોર્મ આપવાનું શરૂ થશે અને તા. 5 મી માર્ચ થી 31 મી માર્ચ સુધી ફોર્મ ભરીને પાછા આપવાના રહેશે. નવું વર્ષ 1લી એપ્રિલથી 31/3/2023 સુધીનું રહેશે.સરગમ ચિલ્ડ્રન કલબ માટે વર્ષની ફી માત્ર 500/- રૂપિયા, લેડીઝ કલબ માટે 600/- રૂપિયા, જેંટ્સ કલબ માટે 700/- રૂપિયા, સિનિયર સીટીઝન કલબ માટે 700/- રૂપિયા કપલ કલબ ( બે વ્યક્તિ )માટે 1400/- રૂપિયા ફી અને ઇવનિંગ પોસ્ટ સિનીયર સિટીઝન પાર્ક માટે રૂ.200/- રાખવામા આવી છે. રાજકોટના કોઈ પણ નાગરિક આ કલબમાં સભ્ય થઈ શકે છે. આ ફોર્મ ભરીને સરગમ કલબની ઓફિસ, યાજ્ઞિક રોડ, જાગનાથ મંદિર ચોક બાજુમાં ભરવાના રહેશે. અને ઇવનિંગ પોસ્ટ નાં સભ્યો ની ફી સિનિયર સિટીઝન પાર્ક આર.ડી.સી. બેંકની બાજુમાં ચૌધરી હાઈસ્કૂલની સામે ભરવાની રહેશે.

નવા નોંધાયેલા સભ્યો માટે કાર્યક્રમની શરૂઆત 20મી એપ્રિલથી શરૂ થશે અને કાર્યક્રમોમાં નાટ્યશો, હસાયરો અને મ્યૂઝિકલ નાઈટ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરગમ કલબ દ્વારા સંચાલિત સિનિયર સિટીઝન પાર્ક-ઈવનિંગ પોસ્ટમાં વર્ષની ફી માત્ર 200/- રૂપિયા રહેશે અને લગભગ દર શનિ-રવિ સાંજના સમયે ઈવનિંગ પોસ્ટમાં જ કાર્યક્રમો યોજાતા હોય છે. આ સિવાય મ્યૂઝિકલ નાઈટનું આયોજન પણ છે.

જેન્ટસ કલબના સભ્યો માટે સંગીત સંધ્યા તા. 4/3/22 ને શુક્રવારે રાત્રે 9.00 થી 12.00 વચ્ચે યોજાશે જ્યારે નાટ્ય શો તા. 6/3/22ને રવિવારે રાત્રે 8.45 થી 11.45 દરમિયાન યોજાશે.આમંત્રિતો માટે અને ડોનર માટે આ બને કાર્યક્રમ આ મુજબ રહેશે. કપલ કલબના એ ગ્રૂપના સભ્યો માટે સંગીત સંધ્યા તા. 3/3/22ના રોજ રાત્રે 8-45 થી 11-45 દરમિયાન યોજાશે.જ્યારે બી ગ્રૂપ માટે સંગીત સંધ્યા તા. 4/3/22ને શુક્રવારે રાત્રે 9 થી 11-30 દરમિયાન યોજાશે. જ્યારે કપલ કલબ એ ગ્રૂપ માટે નાટ્ય શો તા. 5/3/22 ના રોજ રાત્રે 8-45 થી 11-45 દરમિયાન તથા બી ગ્રૂપ માટે નાટ્ય શો તા. 6/3/22ના રોજ રાત્રે 8-45 થી 11-45 દરમિયાન યોજાશે.

Read About Weather here

સરગમ સિનિયર સિટીઝન કલબના સભ્યો માટે મુંબઈનું સંગીત સંધ્યા તા. 4/3/22ને શુક્રવારે બપોરે 6 થી 8-30 દરમિયાન અને મુંબઈ નાટ્ય શો તા. 6/3/22 ને રવિવારે બપોરે 5-30 થી 8-30 દરમિયાન યોજાશે. સરગમ લેડીઝ કલબના સભ્યો માટે સંગીત સંધ્યા તા. 3/3/22ને શનિવારે બપોરે 3 થી 5-30 દરમિયાન અને નાટ્ય શો તા. 5/3/22 ને ગુરુવારે બપોરે 3 થી 6 દરમિયાન યોજાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here