આક્ષેપો કરીને અમને દબાવવાનો અને બ્લેકમેઇલ કરવાનો પ્રયાસ : કમલેશ રામાણી

આક્ષેપો કરીને અમને દબાવવાનો અને બ્લેકમેઇલ કરવાનો પ્રયાસ : કમલેશ રામાણી
આક્ષેપો કરીને અમને દબાવવાનો અને બ્લેકમેઇલ કરવાનો પ્રયાસ : કમલેશ રામાણી

રાજકોટના ભીંચરીમાં કરોડોની જમીન બિલ્ડર સહિત 5 શખ્સ પર ખાલી કરવા દબાણનો આક્ષેપ
કમલેશ રામાણી દ્વારા અનિલ ખુંટ પાસેથી જમીન ખરીદવા માટે વાતચીત કરી પરંતુ એ જગ્યા પર વિજય સોલંકી દ્વારા કબ્જો કરવામાં આવ્યો હોવાથી અનિલ ખુંટ દ્વારા લેન્ડ ગ્રેબિંગની અરજી કરવામાં આવી માટે વિજય સોલંકી આત્મવિલોપન પ્રયાસ કરી ખોટા સ્ટંટ કરી રહ્યા છે: કમલેશ રામાણીના વકીલ
પોલીસમાં કોઇ અરજી કરી નથી, પોલીસ અને અમારૂ નામ ખોટી રીતે બદનામ કરવા’નો સ્ટંટ છે: રામાણી

રાજકોટના ભીચરી ગામમાં કરોડોની જમીનનો વિવાદ ચાલી રહ્યો છે. પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદી વિજય સોલંકી નામના યુવાને ફિનાઈલ પીવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હાજર પોલીસ કર્મચારીઓએ તેમના હાથમાંથી ફિનાઈલની બોટલ આંચકી લીધી હતી. યુવાને વિવાદાસ્પદ બિલ્ડર કમલેશ રામાણી સહિત 5 શખ્સ જમીન ખાલી કરવા દબાણ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. કમલેશ રામાણીના એડવોકેટ પરેશ કુકડીયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, અમારા અસીલ કમલેશ રામાણી દ્વારા અનિલ ખુંટ પાસેથી જમીન ખરીદવા માટે વાતચીત કરી પરંતુ એ જગ્યા પર વિજય સોલંકી દ્વારા કબ્જો કરવામાં આવ્યો હોવાથી અનિલ ખુંટ દ્વારા લેન્ડ ગ્રેબિંગની અરજી કરવામાં આવી છે માટે વિજય સોલંકી આત્મવિલોપન પ્રયાસ કરી ખોટા સ્ટંટ કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

વધુમાં જણાવ્યું હતુ કે વિક્રમ લાવડીયા (પુર્વ સરપંચ અમરગઢ) અને વિજય સોંલકી દ્વારા અનેક વખત ખોટી રીતે પૈસાની માંગણી કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા પણ કમલેશ રામાણીના ભાઇની ઓફીસે જઇને પણ 4 કરોડ રૂપિયાની માંગણી કરી હતી જેના પણ પુરાવા જરૂર પડ્યે રજુ કરવામાં આવશે. તેની વાતમાં કોઇ તથ્ય નથી . અમારા દ્વારા તેના વિરૂધ્ધ લેન્ડગ્રેબિંગ કરી હોવાથી અને તેના વિરૂધ્ધ કાર્યવાહી થવાની હોય તે ડરથી ખોટા આક્ષેપો અને સ્ટંટ કરવામાં આવી રહ્યા છે. અમે પણ તંત્ર પાસેથી આ મામલે તટસ્થ તપાસ થાય અને તે જે પુરાવા હોય તે તપાસ કરીને યોગ્ય ન હોવાથી તેને રદ કરવામાં આવે અને કલેકટરમાં કરે અરજીનો ઝડપી નિકાલ આવે તેથી અમારી સામે થતા ખોટા આક્ષેપોનો અંત આવે.

કમલેશ રામાણીએ પોતાના પર થયેલા આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું હતું કે, આ બાબતે અમારા દ્વારા પોલીસમાં કોઇ અરજી કરી નથી અને પોલીસને અને અમારૂ નામ ખોટી રીતે બદનામ કરવાનો સ્ટંટ છે. આ લોકો દ્વારા મારા ભાઇ પાસેથી પણ 5 કરોડ ની ખોટી રીતે માંગણી કરવામાં આવી હતી. જમીનના મુળ માલીક અનીલભાઇ ખુટં આ લોકો વિરૂધ્ધ ગેરકાયદેસર કબજો ધરાવતા હોવાથી લેન્ડગ્રેબિંગની અરજી પણ કરવામાં આવી છે. મારે 1 વર્ષ પહેલા સંપર્ક થયો હતો ત્યારથી આજ સુધી મે કોઇ સંપર્ક પણ કર્યો નથી.

Read About Weather here

અમારી પણ માંગણી છે કે તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે જેથી સત્ય હકિકત સામે આવશે અમારી આ મામલે કોઇ ભુમીકા ન હોવ છતાં અમારી પ્રતિષ્ઠાને હાનિ પહોચાડવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. તેથી અમારા દ્વારા પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે કે તેના વિરૂધ્ધ લાગુ પડતી કલમો મુજબનો ગુન્હો દાખલ કરીને કાયદાકીય પગલા લેવામાં આવે. જો તે સત્ય હોય તો કાયદાકીય કાર્યવાહી અમારી સામે કરે તો પણ અમે કોર્ટમાં જવાબ આપવા માટે તૈયાર છીએ.(4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here