રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસ ઓછાયો લંબાયો…!

રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસનો ઓછાયો લંબાયો...!
રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસનો ઓછાયો લંબાયો...!
પોલીસે મુંબઈના વર્સોવા અને બોરીવલી વિસ્તારમાંથી 4 લોકોની ધરપકડ કરી છે, જેમાં એક કાસ્ટિંગ-ડિરેક્ટર પણ રાજની કંપની સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા સાથે સંબંધિત પોર્નોગ્રાફી કેસમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે મંગળવારે દરોડા પાડ્યા છે.  રાજ કુંદ્રાને આ કેસમાં ગયા વર્ષે 20 સપ્ટેમ્બરના રોજ જામીન મળ્યા હતા. આ કેસમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે અદાલતની સામે રાજ કુંદ્રા અને તેના સાથી રેયાન થોરપેની વિરુદ્ધ 1500 પેજની ચાર્જશીટ ફાઈલ કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે આ બંને પોર્નોગ્રાફી રેકેટના મુખ્ય આરોપી છે.

Visit Saurashtra Kranti Homepage here

પોલીસે આજે નરેશ રામાવતાર પાલ (29), સલીમ સૈયદ (32), અબ્દુલ સૈયદ (24) અને અમન બરનવાલ (22)કથિત રીતે પોર્ન વેબ સિરીઝ શૂટ કરવા બદલ ધરપકડ કરી છે. તેમના પર આરોપ છે કે તેઓ માત્ર બે હજાર રૂપિયા લઈને આ શૂટમાં સામેલ થતા હતા. આ કેસમાં ક્રાઈમ બ્રાંચની ટીમે રાજ કુંદ્રા અને ત્રણ અન્ય લોકોની વિરુદ્ધ અશ્લીલ (પોર્ન) ફિલ્મ બનાવવા અને કેટલીક એપની મદદથી ઓન એર કરવાનો આરોપ લગાવ્યો હતો અને કેસ દાખલ કર્યો હતો.પોલીસને મળતી જાણકારી અનુસાર, કાસ્ટિંગ ડાયરેક્ટર નરેશ રામાવતાર પાલ એક અશ્લીલ ફિલ્મના શૂટિંગ માટે એક એક્ટ્રેસને બળજબરીથી મઢના એક બંગલામાં લઈ ગયો હતો.

જ્યાં સલીમ સૈયદ, અબ્દુલ સૈયદ અને અમન બરનવાલ પહેલાથી જ હાજર હતા. આરોપ છે કે તેણે એક્ટ્રેસને જબરદસ્તીથી શૂટ કરવા માટે દબાણ કર્યું હતું.પોલીસે જણાવ્યું કે, પાલ ગોવા અને શિમલામાં છુપાયો હતો. ગુરુવારે પોલીસને પાલના વર્સોવા પહોંચવાની સૂચના મળી હતી, જેના પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. તેના પછી આ કેસના અન્ય આરોપીઓને પણ વર્સોવા અને બોરીવલીમાંથી પકડવામાં આવ્યા.

આપને જણાવી દઈએ કે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કુલ ચાર કેસ નોંધવામાં આવ્યા હતા, જેમાં બિઝનેસમેન રાજ કુંદ્રા, અભિનેત્રી-મોડલ ગેહના વશિષ્ઠ અને અન્યની ધરપકડ કરવામાં આવી હતી. તે જ સમયે, ફેબ્રુઆરી 2021 માં, પ્રોપર્ટી સેલે પોર્ન ફિલ્મ રેકેટનો પર્દાફાશ કર્યો અને માલવાણી પોલીસ સ્ટેશનમાં ચાર કેસ નોંધ્યા હતા.ગયા વર્ષે 19 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી. રાજની ધરપકડ પછી વ્હોટ્સએપ ચેટ સામે આવી હતી, જેમાં ઘટસ્ફોટ થયો હતો કે રાજે પોર્ન મૂવી બનાવવાના બિઝનેસમાંથી સારીએવી કમાણી કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે રાજ આ ફિલ્મોમાંથી દરરોજ 8 લાખ સુધીની કમાણી કરતો હતો.

Read About Weather here

પોલીસના મતે ઉમેશ કામત નવા એક્ટર્સ-એક્ટ્રેસિસ સાથે બનાવેલા વીડિયો પણ એપ્લિકેશન બેઝ વેબસાઇટ પર અપલોડ કરતો હતો. પોલીસે કહ્યું હતું કે અત્યારસુધી 90થી વધુ પોર્ન વીડિયો શૂટ કરવામાં આવ્યા છે અને એટલા અપલોડ પણ કરી દેવામાં આવ્યા છે. ગેહનાની ધરપકડ બાદ આ આખો ખેલ પોલીસની સામે આવ્યો હતો.સોફ્ટ પોર્નગ્રાફીનો આ ખેલ ત્યારે ચર્ચામાં આવ્યો ત્યારે મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાંચે એક્ટ્રેસ ગેહના વશિષ્ઠની ધરપકડ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here