એન્જિનિયર યુવતીની આત્મહત્યા

એન્જિનિયર યુવતીની આત્મહત્યા
એન્જિનિયર યુવતીની આત્મહત્યા
યુવતીની ઓળખ મોનિકા યાદવ (25 વર્ષ) તરીકે થઈ છે.હું મારું જીવન ખતમ કરી રહી છું. ઈન્દોરના ભંવરકૂવા વિસ્તારમાં એક હોટલમાં એક દિવસ પહેલાં સોફ્ટવેર એન્જિનિયર યુવતીએ ફાંસીના માંચડે લટકીને જીવ આપી દીધો. સોમવારે યુવતીનો સુસાઈડ પહેલાંનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોતાના મમ્મી-પપ્પા અને પરિવારના તમામ સભ્યોની માફી માગતા નજરે પડે છે. સાથે જ હાથ જોડીને એમ પણ કહે છે કે હું હવે જીવવા નથી માગતી.

Visit Saurashtra Kranti Homepage here

જેની જવાબદારી અન્ય કોઈ નહીં પણ હું પોતે જ છું. હું હવે જીવવા નથી માગતી. મને માફ કરી દો. બધાં ખુશ રહો, સારી રીતે રહો. મારી કંઈ ભૂલ હોય તો માફ કરી દેજો. સોરી મા, સોરી પપ્પા, ચંકી, ધીરજ મને માફ કરી દેજો. હું મારું જીવન ખરાબ નથી કરવા માગતી. હું હવે મારું જીવન જાતે જ ખતમ કરી રહી છું. કોઈની કંઈજ ભૂલ નથી. બધો મારો જ વાંક છે. જિંદગીમાં બધાં આગળ વધો, યશિકા દીદી સોરી. હું હવે જીવવા નથી માગતી. જીજી તમે ધ્યાન રાખજો.

મારા બધાં જ કપડાં, સામાન બધું જ તમારું છે.ભંવરકુવા પોલીસ સ્ટેશનના TI સંતોષ દૂધીના જણાવ્યા મુજબ, મોનિકા શનિવારે રાત્રે અગ્રસેન ચોકમાં આવેલી વાઈન શોપની ઉપરની હોટલ વેનિસ બ્લૂમાં રોકાઈ હતી. હોટલની નજીક આવેલી બિલ્ડિંગના લોકોએ હોટલના રૂમની બારીમાંથી મોનિકાને ફાંસી પર લટકતી જોઈ હતી. સમાચાર મળતાં જ પોલીસે માસ્ટર કીથી રૂમનો દરવાજો ખોલ્યો. અંદર યુવતી ફંદા પર લટકતી હતી. રૂમ પણ લોહી-લોહીવાળો હતો.

Read About Weather here

મોનિકા શનિવાર સવારે પોતાના ઘરેથી થોડીવારમાં આવું છું એમ કહીને નીકળી હતી. જ્યારે તે પરત ન ફરી તો રાત્રે MIG પોલીસ સ્ટેશનમાં તે લાપતા થઈ હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. મૃતદેહ મળ્યાં બાદ જ્યારે પોલીસે મૃતકના મોબાઈલની તપાસ કરી તો તેમાંથી સુસાઈડ પહેલાંનો અંતિમ વીડિયો મળ્યો, જેમાં તે રડતાં રડતાં પોતાના પરિવારના સભ્યોની માફી માગતી જોવા મળી. જો કે વીડિયોમાં તેને સુસાઈડ કેમ કર્યું તેને લઈને કંઈ જ કહ્યું નથી.મોનિકાના લગ્ન 4 મહિના પહેલાં જ થયા હતા. તેમના પિતાનું નામ ધીરજ યાદવ છે, જે શહેરના ચમેલી દેવી સ્કૂલમાં સિક્યોરિટી ઈન્ચાર્જ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here