જિલ્લા પંચાયતનું વર્ષ 2022-23નું કરવેરામુક્ત 2636.96લાખનું ગ્રામ્યલક્ષી બજેટ

જિલ્લા પંચાયતનું વર્ષ 2022-23નું કરવેરામુક્ત 2636.96લાખનું ગ્રામ્યલક્ષી બજેટ
જિલ્લા પંચાયતનું વર્ષ 2022-23નું કરવેરામુક્ત 2636.96લાખનું ગ્રામ્યલક્ષી બજેટ

જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં આજે અધ્યક્ષે બજેટ રજૂ કર્યું
રાજકોટ જિલ્લા પંચાયત ખાતે કારોબારી અધ્યક્ષ સહદેવસિંહ જાડેજાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમા જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી અને ડે.ડીડીઓ ગમારા ઉપસ્થિત રહ્યા હતા.
તળાવો અને બંધારાની નહેરો અને તેના દેખરેખના કામો માટે 140 લાખની, વરસાદી પાણીના સંગ્રહ માટેના ગ્રામ્ય કક્ષાના કામો માટે 40 લાખની અને પુર સંરક્ષણ દિવાલો અને પાળાના મરામતના કામો માટે 100 લાખની જોગવાઇ
જિલ્લા પંચાયત હેઠળનાં વિસ્તારમાં રહેતા દેશની સુરક્ષા માટે ફરજ બજાવતા શહીદ થયેલા સૌનિકોના પરીવારને સહાય માટે રૂ.5 લાખનું ભંડોળ
જિલ્લા પંચાયતની જમીન પર ગેરકાયદે કબજો થતા નોટીસ
શ્રેષ્ઠ ગ્રામ પંચાયત પસંદગી સ્પર્ધા માટે 22 લાખની જોગવાઇ

રાજકોટ જિલ્લા પંચાયત ખાતે આજે બજેટલક્ષી કારોબારી સમિતિની બેઠક સહદેવસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જે રાજકોટ જિલ્લા પંચાયતના નવા શાસકોનું પ્રથમ બજેટ હતું. જેમાં નવા નાણાંકીય વર્ષનું આશરે ર6 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધુ ભાર સિંચાઇના કામો પર આપવામાં આવ્યા છે.
વર્ષ 2022-23 નું બજેટ પુરાંતવાળુ છે. ગ્રામ્ય પ્રજાની આરોગ્ય સુખાકારી હિત ધ્યાને લઈ તૈયાર કરેલ બજેટમાં જોગવાઈ કરેલ છે.ગ્રામ્ય પ્રજા ઉપર કોઇપણ જાતના નવા કરવેરા નાખવામાં આવેલ નથી.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ જિલ્લા પંચાયતમાં સરકાર તરફથી આવતી રકમો તેમજ સ્વભંડોળ સદરે રાખવામાં આવેલ જોગવાઇની રકમો જિલ્લાનાં પ્રજાજનોના કલ્યાણ/ઉત્કર્ષ પ્રગતિ માટે વપરાય તેવી અભ્યાર્થના સાથે સમીતી સમક્ષ આ બજેટ રજુ કરાયું હતું. રાજકોટ જિલ્લા પંચાયતનું સને 2021-22નું સુધારેલ અંદાજપત્ર કુલ રૂ.2343.55 લાખનું તેમજ સને 2022-23નુ અંદાજપત્ર કુલ રૂ.2636.96 લાખનું છે.

બજેટમાં થયેલ જોગવાઇ મુજબ, શ્રેષ્ઠ ગ્રામ પંચાયત પસંદગી સ્પર્ધા માટે 22 લાખની જોગવાઇ કરવામા આવેલ છે, ઉતમ તાલુકા પંચાયત પ્રોત્સાહન યોજના માટે 5 લાખની જોગવાઇ કરવામા આવેલ છે, વિકાસનાં કામો માટે 7 કરોડ 92 લાખની જોગવાઇ કરેલ હતી જેની સામે સીટ દીઠ 4 લાખ વધારો કરીને 9 કરોડ 36 લાખની જોગવાઇ કરવામાં આવેલ છે, પ્રાથમિક શાળામાં પીવાનાં પાણીની સુવિધા વિકસાવવા માટેના સાધનો વસાવવા કે સ્થાયી પ્રકારના ખર્ચ માટે 10 લાખની જોગવાઇ કરવામાં આવેલ છે, પ્રાથમિક શાળા કમ્પાઉન્ડનાં દરવાજાથી શાળા સુધી પેંવિગ બ્લોક માટે 15 લાખની જોગવાઈ કરેલ છે, પ્રાથમિક શાળા તથા શિક્ષકોના શૈક્ષણીક અને વહીવટી પુરક સાહિત્ય આપવા 1 લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.

પ્રાથમિક શાળાઓમાં શાળાનું પ્રવેશદ્વાર,પ્રાગણમાં બાગ બગીચા શાળાના મકાનની બહારની દિવાલોમાં કલાત્મક કૃતીઓ ગોઠવવા વગેરે માટેની બ્યુટીફિકેશન માટેની સહાય યોજના માટે 5 લાખની જોગવાઇ કરવામાં આવેલ છે. શાળા સ્વચ્છતા અંગે સ્થાયી પ્રકારનાં સાધનો વસાવવા માટે 5 લાખની જોગવાઇ કરવામાં આવેલ છે. તેમજ સેલ કાઉન્ટર, ગ્લુકોમીટર, આરોગ્યલક્ષી સાધન સામગ્રી, સર્જીકલ સાધનો અને રીએજન્ટ/નેત્રયજ્ઞ, સર્જીકલ કેમ્પ,ડાયાબીટીસ, લોહીની તપાસ માટેનાં જરૂરી સ્થાયી પ્રકારના સાધન સામગ્રી અને કોંગીંગ મશીનની ખરીદી તથા અન્ય આરોગ્ય લક્ષી પ્રવૃત્તિ માટે રપ લાખની જોગવાઈ કરવામા આવેલ છે.

મોડેલ આંગણવાડી બનાવવા તેમજ આનુષંગિક સ્થાયી પ્રકારના ખર્ચ માટે 33 લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.આંગણવાડીમાં રમત ગમતના સાધનો ખરીદવા માટે 30 લાખની જોગવાઇ કરવામાં આવેલ છે. જેના પર આઇ સી ડી એસના પીઓએ તે જોગવાઇને મોડેલ આંગણવાડીમાં ટ્રાન્સફર કરવા માંગ કરી હતી. આઇ સી ડી એસમાં ઓફિસ માટે જરૂરી ફર્નીચર માટે 15 લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.આઇ સી ડી એસમાં ઇલેક્ટ્રોનિક્સ સાધનો માટે 14 લાખની જોગવાઇ કરવામાં આવે છે. પાક નિદર્શન તથા ખેતી વિષયક પ્રચારક હરીફાઇઓ અને ખેડૂત હેલ્પ સેન્ટર અંગે 3 લાખની જોગવાઈ કરવામાં આવે છે.

Read About Weather here

સામાજિક ન્યાય નિધિમાં તબદીલ કરવાની રકમ 65 લાખની જોગવાઈ સામે સુધારેલ અંદાજમાં 5 લાખ વધારીને 70 લાખ અને 2022-23 ના વર્ષમાં પણ 70 લાખની જોગવાઇ કરવામાં આવેલ છે, તળાવો અને બંધારાની નહેરો અને તેના દેખરેખના કામો માટે 140 લાખની જોગવાઇ કરવામા આવે છે, વરસાદી પાણીના સંગ્રહ માટેના ગ્રામ્ય કક્ષાના કામો માટે 40 લાખની જોગવાઇ કરવામા આવેલ છે. પુર સંરક્ષણ દિવાલો અને પાળાના મરામતના કામો માટે 100 લાખની જોગવાઇ કરવામા આવે છે. જિલ્લા પંચાયત રાજકોટ હેઠળનાં વિસ્તારમાં રહેતા દેશની સુરક્ષા માટે ફરજ બજાવતા શહિદ થયેલા સૈનિકના પરીવારને રૂ.1 લાખ ચુકવવા 5 લાખની જોગવાઇ કરવામા આવેલ છે. તેમ કારોબારી અધ્યક્ષ સહદેવસિંહ જાડેજાએ જણાવેલ હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here