કોરોનાની ગુલામીની સાંકળોથી આખરે મુક્ત થતી રાજ્યની જનતા

કોરોનાની ગુલામીની સાંકળોથી આખરે મુક્ત થતી રાજ્યની જનતા
કોરોનાની ગુલામીની સાંકળોથી આખરે મુક્ત થતી રાજ્યની જનતા

શાળા- કોલેજોમાં બે વર્ષનાં લાંબાગાળા બાદ વર્ગખંડોમાં વિદ્યાર્થીઓની ચહલપહલ: કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે, વિદ્યાર્થીઓની હાજરી પણ પુરાશે
નાઈટ કર્ફ્યું દૂર, નિયંત્રણો હળવા અને આજથી ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ: વિદ્યાર્થીઓ માટે હવે ઓનલાઈન અભ્યાસનો વિકલ્પ નહીં, વર્ગોમાં હાજરી જરૂરી

લગભગ બે વર્ષથી વધુ સમયનાં લાંબાગાળા બાદ ગુજરાતની જનતાનો કોરોના પ્રેરિત ગુલામીની સાંકળોથી અંતે છુટકારો થયો છે અને વ્યાપારી તથા ઔદ્યોગિક પ્રવૃત્તિઓની સાથે- સાથે હવે આજથી શૈક્ષણિક કાર્યોનો ધમધમાટ પણ શરૂ થઇ ગયો છે. કોરોનાને કારણે લાગુ કરવા પડેલા અનેક પ્રકારનાં કડક નિયંત્રણો હળવા કરી દેવામાં આવ્યા છે અને બે મહાનગર સિવાય તમામ શહેરોમાંથી નાઈટ કર્ફ્યું પણ ઉઠાવી લેવામાં આવ્યો છે અને જનજીવન ઝડપથી પાટે ચડી ગયું છે.

Visit Saurashtra Kranti Homepage here

આજથી રાજ્યભરની શાળા- કોલેજોમાં ઓફલાઈન શિક્ષણનો પુન: પ્રારંભ થઇ ગયો છે. બબ્બે વર્ષનાં લાંબાગાળા બાદ શાળા- કોલેજોનાં પરિસરમાં અને વર્ગખંડોમાં વિદ્યાર્થીઓની ચહલપહલ શરૂ થઇ ગઈ છે અને એમના ગુંજારવથી શિક્ષણધામો ગુંજી ઉઠ્યા છે. કોરોના ગાઈડલાઈન્સનાં કડક પાલન સાથે શાળા- કોલેજોમાં વર્ગો શરૂ થઇ ગયા છે. વિદ્યાર્થીઓને હવે ઓનલાઈન શિક્ષણનો વિકલ્પ નહીં મળે. વિદ્યાર્થીઓએ વર્ગોમાં હાજરી આપવાની રહેશે. વર્ગોમાં વિદ્યાર્થીઓની હાજરી પણ પુરવામાં આવશે.

શિક્ષણ વિભાગનાં સુત્રોએ જણાવ્યા મુજબ શાળા- કોલેજોમાં ઓનલાઈન શિક્ષણ બંધ કરી વર્ગો શરૂ કરી દેવાની જાહેરાત સરકારે ગત 17 ફેબ્રુઆરીનાં રોજ કરી દીધી હતી. જે મુજબ આજે તા.21 ને સોમવારથી વર્ગખંડોમાં ધમધમાટ શરૂ થઇ ગયો હતો. પ્રાથમિક શાળાઓમાં ભુલકાઓ માટે રાજ્ય સરકાર મધ્યાન ભોજન યોજના ચલાવે છે. શાળાઓ બંધ થઇ તેથી વિદ્યાર્થીઓને રોકડ સહાય આપવામાં આવતી હતી. હવે આ સહાય બંધ કરીને આગામી એપ્રિલથી શાળાઓમાં મધ્યાન ભોજનની યોજના પુન: શરૂ કરી દેવામાં આવશે.

Read About Weather here

હવે રાજ્યભરનાં તમામ શાળા- કોલેજોનાં વર્ગો શરૂ થઇ ચૂક્યા હોવાથી ઓનલાઈન શિક્ષણનો વિકલ્પ બંધ કરવામાં આવ્યો છે. જો કે કોરોના ગાઈડલાઈનનો અમલ ચાલુ રાખવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ આજે ખૂબ જ ઉત્સાહ સાથે શાળા- કોલેજોમાં પુનરાગમન કર્યું હતું. વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દરેક શાળા- કોલેજોમાં સેનિટાઈઝેશનની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં તમામ શહેરો અને નગરોમાં આજથી શાળા અને કોલેજોમાં સરસ્વતીનો નાદ ગુંજી ઉઠ્યો હતો. શાળા સંચાલકો પણ ખુશખુશાલ થઇ ઉઠ્યા છે અને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહમાં નજરે પડ્યા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here