માતા-પુત્ર સહિત નવ મુમુક્ષુઓએ ભાગવતી જૈન દીક્ષા અંગીકાર કરતા અદ્ભૂત દ્રશ્ય સર્જાયું

માતા-પુત્ર સહિત નવ મુમુક્ષુઓએ ભાગવતી જૈન દીક્ષા અંગીકાર કરતા અદ્ભૂત દ્રશ્ય સર્જાયું
માતા-પુત્ર સહિત નવ મુમુક્ષુઓએ ભાગવતી જૈન દીક્ષા અંગીકાર કરતા અદ્ભૂત દ્રશ્ય સર્જાયું

પરમધામમાં નિર્માણ થનારી અબોલ જીવો માટેની વિશાલ પાંજરાપોળ અર્થે ઉદારહૃદયા ભાવિકોએ કરોડોના અનુદાન અર્પણ કર્યા

દીક્ષાદાનેશ્ર્વરી રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે નવ નવ આત્માઓને પોતાના શ્રીમુખેથી દીક્ષાના દાન આપી સંસાર સાગરથી ઉગાર્યા ત્યારે સમગ્ર દીક્ષા મહોત્સવમાં મુમુક્ષુઓના ભાવોને નિહાળી એક જ નાદ વારંવાર ગુંજ્યો, ધન્ય છે આપના ત્યાગ, ધન્ય છે આપના વૈરાગ્યને.પરમધામ સાધના સંકુલની પ્રાકૃતિક ભૂમિની ગોદમાં ફરી એકવાર શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવ સમિતિના ઉપક્રમે, ધર્મવત્સલા માનસીબેન પરાગભાઈ શાહ પરિવાર ધ્રુવીબેન મનનભાઈ શાહ તેમજ ધર્મવત્સલા માતા કંચનબેન રમણીકલાલ શેઠ પરિવાર મિલીબેન જીગરભાઈ શેઠ તેમજ સમગ્ર દીક્ષા મહોત્સવના સ્વામી વાત્સલ્યના લાભાર્થી વિસાવદર નિવાસી ધર્મવત્સલા માતા તારાબેન ચુનીલાલ મોદી(બાદશાહ પરિવાર) – ધર્મવત્સલ દીનેશકુમાર ચુનીલાલ મોદી પરિવારના સહયોગે આયોજિત કરવામાં આવેલાં મુમુક્ષુ ભવ્યભાઈ દોશી (આકોલા), મુમુક્ષુ નિશાબેન દોશી(આકોલા), મુમુક્ષુ પ્રિયંકાબેન પારેખ(આકોલા),

Visit Saurashtra Kranti Homepage here

મુમુક્ષુ હિતાલીબેન દોશી(કોલકત્તા), મુમુક્ષુ પાયલબેન પનપારિયા(મુંબઈ), મુમુક્ષુ નિધિબેન શાહ (રાજકોટ), મુમુક્ષુ રિયાબેન દડિયા (ઘાટકોપર), મુમુક્ષુ જિનલબેન શેઠ (કોલકત્તા), મુમુક્ષુ દેવાંશીબેન ભાયાણી (મુંબઈ)ના શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવના આ અવસરે ‘વી જૈન વન જૈન’ના અંતર્ગત 124થી વધુ શ્રી સંઘો, અમેરિકાની સંસ્થા ‘જૈના’ થી જોડાએલાં 70થી વધુ સેન્ટર્સ અને જૈનાના પ્રેસિડેન્ટ હરિશભાઈ શાહ, મહેશભાઇ વાધર આદિ ભાવિકોનો જનસમૂહ, સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત ભારતભારથી પરમધામમાં પધારેલાં 180 થી વધારે શ્રી સંઘો, વિદેશના અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, જર્મની, આફ્રિકા, સુદાન, દુબઈ, સિંગાપોર, અબુધાબી, મલેશિયા આદિ અનેક ક્ષેત્રોનાં ભાવિકો અને સમગ્ર ભારતના મળીને 65 લાખથી વધુ ભાવિકો પ્રત્યક્ષ તેમજ લાઈવના માધ્યમે જોડાઈને સંયમની ભાવભરી અનુમોદના કરી ધન્યાતિધન્ય બન્યાં હતાં.

અદભૂત દ્રશ્યો રચાયા જ્યારે ગોંડલ સંપ્રદાયનો 200 વર્ષ પહેલાંનો ઇતિહાસ પુનરાવર્તિત કરતાં માતા મુમુક્ષુ નિશાબેન દોશીએ પુત્રને આજ્ઞા અર્પણ કરી તથા પુત્ર મુમુક્ષુ ભવ્યભાઈ દોશીએ માતાને આજ્ઞા અર્પણ કરતાં સંસારને અંતિમ અલવિદા કરી એકસાથે દોટ મૂકી હતી.વિશેષમાં, જૈનશાસનના ઇતિહાસમાં તીર્થંકરોએ આરાધેલી, ગોંડલ સંપ્રદાયના ઇતિહાસમાં પ્રથમવાર, અતિ ઘોર તપશ્ર્ચર્યા સંવત્સરીના શુભ અવસરથી આરંભેલી 187 દિવસના સમયગાળામાં 154 ઉપવાસની એવી લઘુસિંહનિષ્ક્રિડીત મહાતપ સાધના કરી રહેલાં મહાતપસ્વી પૂજ્ય શ્રી પવિત્રમુનિ મહારાજ સાહેબની ઐતિહાસિક સાધનાની પૂર્ણાહુતિ અવસરે, પારણાનો મહોત્સવ આગામી 13મી 16મી માર્ચ 2022 તપોત્સવ-પ્રેરણા મહોત્સવરૂપે શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ પાવનધામ-કાંદિવલી તેમજ ઘાટકોપર –

Read About Weather here

હિંગવાલા શ્રી સંઘના પ્રાંગણે ઉજવવાની ઘોષણા થતાં અહો અહો વંદનમ પોકારી ઉઠયા હતા હર એક હૃદય! પરમધામમાં નિર્માણ થનારી અબોલ જીવો માટેની વિશાલ પાંજરાપોળ અને જીવદયાના કાર્યો અર્થે કરોડોના અનુદાન જાહેર થયા હતા. ઉપરાંતમાં નવ-નવ આત્માના સંસાર ત્યાગ નિમિત્તે પરમ ગુરુદેવની પ્રેરણાથી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન-રાજકોટ તરફથી મોબાઈલ એનિમલ હોસ્પિટલ વેહિકલનું આ અવસરે વિમોચન કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here