OMG હવે સ્કૂટર પર 5 સવારી..!

OMG હવે સ્કૂટર પર 5 સવારી..!
OMG હવે સ્કૂટર પર 5 સવારી..!
કમરતોડ મોંઘવારી કે પછી આસમાને પહોંચેલા પેટ્રોલના ભાવની અસરને કારણે પાંચ સભ્યનો પરિવાર એક જ “ટૂ-વ્હીલર’ ઉપર નીકળ્યો હશે કે પછી અન્ય કારણસર નીકળ્યો છે એની ખબર નથી, પરંતુ આ પરિવારે ટ્રાફિકના નિયમોનો તો ભંગ કર્યો જ છે, સાથે પરિવાર પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યો છે એ હકીકત છે. વડોદરા ટ્રાફિક-પોલીસે શહેરના માર્ગો પર એક ટૂ-વ્હીલર પર નીકળેલા પાંચ સભ્યના પરિવારનો વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ વીડિયો શેર કરવાનો હેતુ લોકોમાં જાગૃતિ લાવવાનો છે.હાલ રાજ્યભરમાં રસ્તા પર વાહનોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. એની સાથે વાહન અકસ્માતના કિસ્સાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ લાવવા માટે વડોદરા ટ્રાફિક-પોલીસ દ્વારા મેં ટ્રાફિક કેમ્પ નામનું કેમ્પેન શરૂ કરવામાં આવ્યું છે અને કેમ્પેન હેઠળ લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.રવિવારે વડોદરા ટ્રાફિક-પોલીસના સોશિયલ મીડિયા હેડન્ડલ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો, જેમાં “ટૂ વ્હીલર” પર મહિલા અને બાળકો મળીને પાંચ લોકો જઇ રહ્યાં છે.

આ વીડિયો શેર કરવા સાથે ટ્રાફિક-પોલીસે લખ્યું “હવે તમે જ કહો આ લોકોને કેવી રીતે સમજાવવા.’ વડોદરા શહેર ટ્રાફિક પર શેર કરવામાં આવેલો વીડિયો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે, સાથે લોકો એવી પણ કોમેન્ટ કરી રહ્યા છે કે પરિવારે ટૂ -વ્હીલર પર દયા રાખી નથી અને સાથે પોતાનો જીવ જોખમમાં મૂક્યો છે.નોંધનીય છે કે તાજેતરમાં જ શહેર ટ્રાફિક-પોલીસ દ્વારા બાઇક પર એક વ્યક્તિ બે હાથમાં મોબાઇલ ફોન વાત કરતાં કરતાં બાઇક ચલાવતી હોય એવો વીડિયો શેર કર્યો હતો.

Read About Weather here

એ વીડિયો પણ ચર્ચાનો વિષય બન્યો હતો. ટ્રાફિક-પોલીસ દ્વારા અવારનવાર આવા વીડિયો શેર કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ અનેક વાહનચાલકો ટ્રાફિકના નિયમોને નેવે મૂકી બેફામ અને બેજવાબદારીપૂર્વક વાહન ચલાવતા હોય છે. તેઓ પોતાની જિંદગી સાથે બીજાની જિંદગી પણ જોખમમાં મૂકતા હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here