સ્વીસ બેંકના ૧૮૦૦૦ ખાતાઓની માહિતી લીક…!

સ્વીસ બેંકના ૧૮૦૦૦ ખાતાઓની માહિતી લીક...!
સ્વીસ બેંકના ૧૮૦૦૦ ખાતાઓની માહિતી લીક...!
એક કહેવાતા બાતમીદારે ૧૮૦૦૦થી વધારે બેંક ખાતાઓના ડેટા લીક કર્યા છે. આ ખાતાઓમાં કુલ ૧૦૦ અબજ ડોલરની રકમ છે. સ્વીસ બેંકોના કલાયન્ટ રોસ્ટર્સ દુનિયાના સૌથી મોટા રહસ્યોમાં એક છે. તેમાં વિશ્વભરના કેટલાક સૌથી અમીર લોકોના નામ છે અને સાથે જ એ તેમણે આ દોલત કેવી રીતે એકઠી કરી એ વાતનું પણ પ્રમાણ આપી શકે છે. સમાચાર એ છે કે દુનિયાની સૌથી પ્રતિષ્ઠીત બેંકોમાંની એક ક્રેડીટ સુઇસ બેંકના બહુ અસામાન્ય અન મહત્વપૂર્ણ ડેટા લીક થઇ ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ લીક થયેલ ડેટાથી ખબર પડી છે કે કેવી રીતે બેંકે રાજ્યોના વડા, ગુપ્તચર અધિકારીઓ, વેપારીઓ અને માનવાધિકારોનું હનન કરનારા ઉપરાંત કેટલાય અન્ય લોકોના સેંકડો મીલીયન ડોલર પોતાની પાસે રાખ્યા છે.આ બાતમીદારે એક જર્મન અખબારને આ આંકડાઓ લીક કર્યા છે. આ અખબારે ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટીંગ પ્રોજેકટ સહિત વિશ્વભરની ૪૬ અન્ય મીડીયા સંસ્થાઓને આ ડેટા શેર કર્યો છે.

આ ડેટા ૧૯૪૦ના દાયકામાં ખુલેલા ખાતાથી માંડીને ૨૦૧૦ના દાયકા સુધીના ખાતાઓનો રેકોર્ડ છે. પણ બેંકના વર્તમાન પરિચાલનની માહિતી નથી. મીડિયા રિપોર્ટસ અનુસાર ક્રેડીટ સુઇસ ખાતાઓમાં જે લોકોના લાખો ડોલર જમા છે, તેમાં જોર્ડનના કિંગ અબ્દુલ્લા બીજા અને ઇજીપ્તના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હોસ્ની મુબારકના બે પુત્રો પણ સામેલ છે. આવી જ રીતે અન્ય ખાતાધારકોમાં એક પાકિસ્તાની ગુપ્તચર વડાનો પુત્ર પણ સામેલ છે જેણે ૧૯૮૦ના દાયકામાં અમેરિકા અને અન્ય દેશોમાંથી અફઘાનિસ્તાનના મુજાહીદ્દીનોને અબજો ડોલરની મદદ કરી હતી.

Read About Weather here

આ ડેટા લીકથી જાણવા મળે છે કે ક્રેડીટ સુઇસે અમીરો માટે ખાતા ખોલ્યા અને તેમને સેવાઓ આપવાનું ચાલુ રાખ્યું એટલું જ નહીં પણ એવા લોકોને પણ સેવાઓ આપી જેઓ શંકાસ્પદ ગતિવિધિઓમાં સંડોવાયેલા હતા. પણ તેમણે કહ્યું કે, આ કાયદો સામાન્ય રીતે લાગુ નથી કરાયો. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ડેટા લીકમાં કેટલાક ભારતીય ખાતાઓની માહિતી પણ હોઇ શકે છે.સ્વીત્ઝરલેન્ડની એન્ટી – મની લોંડ્રીંગ એજન્સીના ભૂતપૂર્વ વડા ડેનીયલ થેલ્સકલાફે કહ્યું કે, સ્વીસ બેંકોને ગુનાહિત ગતિવિધિઓ સાથે સંકળાયેલા પૈસા લેવા માટે કાનુની પ્રતિબંધોનો સામનો કરવો પડયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here