તારક મહેતા કા છોટા ચશ્મા…!

તારક મહેતા કા છોટા ચશ્મા...!
તારક મહેતા કા છોટા ચશ્મા...!
કાર્ટૂન સિરીઝના 55 એપિસોડ અલગ અલગ સીઝનમાં નેટફ્લિક્સ પર 24 ફેબ્રુઆરી 2022થી સ્ટ્રીમ થશે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલ લાગલગાટ 14 વર્ષથી લોકોને એન્ટરટેઇન કરી રહી છે. આ સિરિયલ પરથી કાર્ટૂન સિરીઝ બની ‘તારક મહેતા કા છોટા ચશ્મા’. આ એનિમેટેડ સિરીઝ સોની યેય ટીવી ચેનલ પર એપ્રિલ 2021થી રિલીઝ થઈ. આવું પહેલીવાર બની રહ્યું છે કે કોઈ ટીવી સિરિયલ રનિંગમાં હોય, એના પરથી કાર્ટૂન સિરીઝ બની હોય અને એ OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઈ હોય.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના નિર્માતા આસિતકુમાર મોદીએ જણાવ્યું હતું કે મારી ઈચ્છા છે કે આ સિરિયલને યુનિવર્સલ બનાવવી છે.

Visit Saurashtra Kranti Homepage here

દરેક સ્વરૂપમાં લોકો એને માણી શકે એવું મારું સપનું છે. મેં ત્રણ વર્ષ પહેલાં વિચાર્યું હતું કે ટીવી સિરિયલની એનિમેટેડ સિરીઝ બનાવવી. નાનાં બાળકોને સમજાય, જોવાની મજા પડે એવા એપિસોડ્સ બનાવવા. એટલે બાળકોને ધ્યાનમાં રાખીને તેમને સમજાય એવી સ્ટોરીઓ લખાઈ. સોની યેય પર આ કાર્ટૂન સિરીઝ ચાલી રહી છે. હવે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. સમયની અનુકૂળતા મુજબ, આગળ નવું નવું પીરસતા રહીશું.એનિમેશનની દુનિયા અલગ છે. એની ટીમ પણ અલગ હોય. સિરિયલમાં દર્શાવેલા કેરેક્ટર્સની ઓળખાણ જળવાઈ રહે એ રીતે કાર્ટૂન કેરેક્ટર બનાવવાનાં. એના ડાયલોગ્સ માટે વોઈસ-આર્ટિસ્ટની મદદ લેવી પડે.

તારક મહેતા કા છોટા ચશ્મા...! મહેતા

આ એનિમેટેડ સિરીઝમાં સંખ્યાબંધ વોઈસ-આર્ટિસ્ટનો ઉપયોગ થયો છે. સિરિયલમાં ચંપક ચાચાનું પાત્ર ભજવતા અમિત ભટ્ટે પોતાના કેરેક્ટર માટે પોતાનો અવાજ આપ્યો છે. આ એનિમેટેડ સિરીઝના ડાયરેક્ટર છે સંતોષ નારાયણ પેડનેકર. એપિસોડ રાઈટર સંજય શર્મા છે અને સંચિત ચૌધરીએ મ્યુઝિક આપ્યું છે.આ એનિમેશન સિરીઝમાં જેઠાલાલનો અવાજ રાજેશ કાવાએ, દયાનો અવાજ ભૂમિકા જૈન, ટપુનો અવાજ આદિત્ય પેડનેકર, મહેતા સાહેબનો અવાજ શત્રુઘ્ન શર્મા, અંજલિનો અવાજ નેહા નિગમ, ગોગીનો અવાજ પ્રણોય રોય અને આત્મારામ ભીડેના પાત્ર માટે સચિન સુરેશે વોઈસ આપ્યો છે.

તારક મહેતા કા છોટા ચશ્મા...! મહેતા

વોઈસ- આર્ટિસ્ટ મયૂર યાદવે રોશન સિંહ સોઢી અને પત્રકાર પોપટલાલ એમ બે પાત્ર માટે અવાજ આપ્યો છે. જ્યારે સૌદામિનીએ પણ બે પાત્ર માટે વોઈસ આપ્યો છે, રોશનભાભી અને બબીતા. મીતા સાવરકરે માધવી ભીડે, દિયા સીંત્રેએ સોનુ માટે, ડૉ. હાથી માટે સુનીલ તિવારી, ગોલી માટે શૈલી દુબે અને અય્યર માટે અરવિંદ કોલીના વોઈસનો ઉપયોગ થયો છે. પિંકુ માટે દેવ સિંઘલ, નટુકાકા માટે હિતેશ ઉપાધ્યાય અને બાઘા માટે મોહિત સિન્હાએ વોઈસ આપ્યો છે.

Read About Weather here

ચંપક ચાચાનું કિરદાર નિભાવતા અમિત ભટ્ટે જ પોતાના કેરેક્ટર માટે અવાજ આપ્યો છે.મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ, કોલકોતા જેવાં શહેરોમાં ડબિંગ, એડિટિંગ, ક્રિઅશન વર્ક થયું છે. અલગ અલગ સીઝનમાં સમયાંતરે 55 એપિસોડ રિલીઝ થશે. બાળકોને એન્ટરટેઈન્મેન્ટની સાથે નવી શીખ પણ મળે એવા પ્રયાસ કરવામાં આવ્યા છે.  24 ફેબ્રુઆરી 2022થી ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર આ કાર્ટૂન સિરીઝ જોવા મળશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here