રાજ્યના જળાશયોમાં પાણી સંગ્રહની સ્થિતિ ચિંતાજનક!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

રાજયના 40 જળાશયોમાં માત્ર 25 ટકા પાણી, અન્ય પ ડેમ ખાલી
જળ જીવન મિશનના ડેશબોર્ડ મુજબ, રાજ્યમાં 11 જિલ્લા અને 115 તાલુકાઓએ 100 ટકા નળ કનેક્શનની સિદ્ધિ મેળવી
રાજ્યમાં 3223 ગામોમાં પાણી પુરૂં પાડવાની કામગીરી ચાલી રહી છે, જ્યારે 541 ગામ એવા છે જ્યાં હજુ કામગીરી શરૂ જ નથી થઈ

ઉનાળાની શરૂઆત થયાં પહેલાં અછતના ગંભીર ભણકારા અત્યારથી જ વાગવા લાગ્યા છે. બીજી તરફ, જળ જીવન મિશન હેઠળ ગુજરાતમાં 92 ટકા ગ્રામીણ ઘરોને નળ કનેક્શનથી જોડવાનો દૃાવો કરવામાં આવી રહૃાો છે.જળ જીવન મિશનના ડેશબોર્ડ મુજબ, રાજ્યમાં 11 જિલ્લા અને 115 તાલુકાઓએ 100 ટકા નળ કનેક્શનની સિદ્ધિ મેળવી દૃીધી છે. રાજ્યમાં કુલ 91.77 લાખ ગ્રામીણ ઘરો છે જેમાંથી મિશન શરૂ થયું એટલે કે 15 ઓગસ્ટ 2019 સુધીમાં 65.16 લાખ ઘરોમાં નળ કનેક્શન હતું. ત્યારબાદૃના અઢી વર્ષની કામગીરીમાં ઘર કનેક્શનની સંખ્યા વધીને 84.44 લાખ થઈ ગઈ છે અને હજુ પણ 7.33 ઘરને નળ કનેક્શનથી જોડવાની કામગીરી બાકી છે. પરંતુ 22 જિલ્લામાં હજુ કામગીરી ચાલી રહી છે. સૌથી ધીમી કામગીરી આદિૃવાસી જિલ્લામાં નોંધાઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

સૌથી ઓછું કામ દૃાહોદૃ જિલ્લામાં થયું છે. રાજ્યમાં 3223 ગામોમાં પાણી પુરૂં પાડવાની કામગીરી ચાલી રહી છે જ્યારે 541 ગામ એવા છે જ્યાં હજુ કામગીરી શરૂ જ નથી થઈ. જળ શક્તિ મંત્રાલય મુજબ, દૃેશના મોટા રાજ્યોમાં ગોવા, હરિયાણા અને તેલંગાણાએ 100 ટકા નળ કનેક્શનની સિદ્ધિ પ્રાપ્ત કરી છે.રાજ્યમાં એક તરફ દૃરેક ઘરે નળ કનેક્શન આપવાની કામગીરી ચાલી રહી છે ત્યારે ત્રણ જિલ્લાના 20 ગામ એવા પણ છે જ્યાં આજની તારીખે ટેક્ધર દ્વારા પાણી પુરૂં પાડવામાં આવી રહૃાું છે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ટેક્ધર રિપોર્ટ મુજબ, બનાસકાંઠામાં ધાનેરા તાલુકાના બે અને વાવના એક ગામ, કચ્છમાં ભચાઉના એક,

ભુજના 11 અને રાપરના 3 ગામ તથા દૃેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના 2 ગામને કુલ 59 ટેક્ધરના ફેરાથી પાણી પૂરું પાડવામાં આવી રહૃાું છે. બનાસકાંઠાના જળાશયોમાં માત્ર 8 ટકા જળસંગ્રહ છે. આ ઉપરાંત કચ્છમાંના જળાશયોમાં 24 ટકા અને દૃેવભૂમિ દ્વારકાના જળાશયોમાં 36 ટકા પાણીનો સંગ્રહ છે. રાજ્યના કુલ 206 જળાશયોમાંથી 9 જળાશયોમાં જ 90 ટકાથી વધારે જળસંગ્રહ છે.

Read About Weather here

49 જળાશયોમાં 70થી 90 ટકા જેટલો જળસંગ્રહ છે. 148 જળાશયોમાં 70 ટકાથી ઓછું પાણી છે. 40 જળાશોયમાં 25 ટકાથી પણ ઓછું પાણી છે. 5 જળાશયો એવા છે જેમાં એક ટીપું પણ પાણી નથી.હજુ ઉનાળાની શરૂઆત પણ નથી થઇને ગુજરાતમાં પીવાના પાણી માટે ટેક્ધર શરૂ કરવા પડ્યા છે. રાજ્યના 3 જિલ્લાના 20 ગામોમાં ટેક્ધરના દૃૈનિક 55થી પણ વધુ ફેરાઓ દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહૃાું છે. રાજ્યના જળાશયોમાં પાણી સંગ્રહની સ્થિતિ ચિંતાજનક થઈ છે અને 40 જળાશયોમાં 25 ટકાથી પણ ઓછું પાણી બચ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here