સખીયા બંધુએ પુરાવા રૂપે 2 વિડીયો કલીપ રજૂ કરી

સખીયા બંધુએ પુરાવા રૂપે 2 વિડીયો કલીપ રજૂ કરી
સખીયા બંધુએ પુરાવા રૂપે 2 વિડીયો કલીપ રજૂ કરી

કમિશનકાંડમાં નવો વળાંક
કયાં પોલીસકર્મીની કેટલી સંપત્તિ છે એની અઈઇમાં તપાસ કરવામાં આવે એવી મારી માંગ છે: જગજીવન સખીયા
સખીયા બંધુએ પોલીસે 4.5 લાખ પરત આપ્યાનો ખુલાસો કર્યો: ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઇ એમ.એમ.ઝાલા અને રાઇટર મહેશ મંઢ દ્વારા પૈસા અપાયાનો ધડાકો કર્યો

રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી. કે. ગઢવી અને પીએસઆઇ સાખરા સામે સખિયા બંધુઓએ કમિશનબાજીના કરેલા આક્ષેપ બાદ ગૃહવિભાગે વિકાસ સહાયને તપાસ સોંપી છે. જેમની સમક્ષ આજે ફરિયાદી સખીયા બંધુએ નવો ઘટસ્ફોટ કર્યો છે. સખીયા બંધુઓએ વિકાસ સહાયને જણાવ્યું છે કે પોલીસે તેમને 4.5 લાખ પરત આપ્યા હતા. એટલું જ નહીં પરંતુ આ વાતના પુરાવા રૂપે 2 વિડીયો કલીપ રજૂ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

રૂ.75 લાખના તોડકાંડમાં સખીયાબંધુઓને વિશેષ નિવેદન અને પુરાવા માટે ફરી એક વખત ગાંધીનગરનું તેડું આવ્યું હતું. જેમાં વિકાસ સહાય સમક્ષ ગત તારીખ 03/02/2022ના રોજ દીવાનપરા પોલીસચોકી ખાતે મહેશ સખીયા અને જગજીવન સખીયાને પોલીસે 4.5 લાખ રૂપિયા પરત આપતા હોવાંના ચોંકાવનારા 2 વિડીયો પુરાવા રૂપે રજુ કર્યા છે. 4.5 લાખ રૂપિયા ક્રાઇમ બ્રાંચ પી એસ આઈ એમ એમ ઝાલા અને રાઇટર મહેશ મંઢ દ્વારા આપ્યા હોવાનો તપાસનીશ અધિકારી સમક્ષ ધડાકો કર્યો છે.

Read About Weather here

ફરિયાદ નોંધાયા બાદ સખીચા બંધુએ પોલીસ દ્વારા 4.5 લાખ રૂપિયા પરત આપ્યા ત્યારે એવું પૂછવામાં આવ્યું હતું કે આ રૂપિયા પોલીસ કમિશનરે મોકલાવ્યા કે આરોપી પાસેથી આવ્યા કે કોઈ અન્ય અધિકારીએ આપ્યા તે અંગેની માહિતી જાહેર કરી હતી, અને પરત આપેલા રૂપિયાની પાવતી અપાવી પડે જે આપી નહિ હોવાનું પણ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here