અપરાધખોરીથી બચવા હવે પીડિતો સ્થાનિક પોલીસને બદલે સીધો ગાંધીનગર રજૂઆતોનો ધોધ વહેતો થવાની શક્યતા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

તોડકાંડમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆતનાં પરિણામ બાદ હવે અન્ય પીડિતો પણ એ માર્ગે આગળ વધે અને ગાંધીનગર સુધી ફરિયાદોનો ઢગલો કરે તો નવાઈ નહીં

રાજકોટનાં કથિત પોલીસ કમિશનર તોડકાંડને પગલે લોકોને અને લોક પ્રતિનિધિઓમાં જાગી ઉઠેલા ઉહાપોહ અને વિરોધ વંટોળની ધારી અસર થઇ રહી હોય એવા સંકેત સમાન સાફસુફીનાં પગલાની પ્રક્રિયા સરકારે શરૂ કરી દીધી હોય તેવું દેખાઈ છે. તોડકાંડમાં સીધી કે આડકતરી રીતે સંકળાયા હોય એવા કેટલાકની બદલી કરીને અંતે રાજ્ય સરકાર અને ગૃહખાતાએ ચોક્કસ કડક અને નક્કર સંદેશો આપવાનું શરૂ કર્યું છે. એ આવકાર્ય બાબત છે. જાણકારો અને અધિકારીક સુત્રો તરફથી એવું જાણવા મળ્યું છે કે, પોલીસતંત્રમાં શિક્ષાત્મક તબદીલી અને બદલીઓનો શરૂ થયેલો સિલસિલો હજુ અટકશે નહીં બલ્કે હજુ આગળ વધનાર છે. એવા પાકા સંકેતો સરકાર અને પોલીસદળનાં ઉચ્ચ વર્તુળો તરફથી મળી રહ્યા છે. બીજીતરફ ધારાસભ્યનાં પત્ર બોમ્બ બાદ અપરાધખોરીનો ભોગ બનેલા અને અસામાજિક તત્વોનાં કરતબોથી ત્રસ્ત થયેલા અન્ય પીડિતો એમની રજૂઆતો કરવા માટે હવે સ્થાનિક પોલીસતંત્રને બદલે ગાંધીનગર ભણી નજર દોડાવે એવી પૂરી સંભાવના દેખાઈ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ શહેર પોલીસમાં મોડે-મોડે પણ કશુરવારો અને ફાટીને ધુમાડે ગયેલા કેટલાકને ઠેકાણે પાડી દેતા બદલીનાં હુકમો થયા છે અને જે પ્રકારે ઘાણો નિકળ્યો છે એ જોતા લાગે છે કે આ પ્રક્રિયાએ વન સ્ટોક પ્રક્રિયા નહીં બની રહે બલ્કે આ પ્રક્રિયા ચાલુ રહેશે અને આગળ ઘણા પડાવ આવશે એવું લાગે છે. અન્ય વિભાગોમાં અને અન્ય શહેરોમાં પણ આ પદ્ધતિને પગલે ગવાઈ ગયેલા સ્થાપિત તત્વોને પાઠ ભણાવવા માટે સાફસુફીનો ઝાડું મોટા પાયે ફરવાનો ચાલુ રહેશે. જેના કારણે ચોક્કસ સ્થાનો પર ધાર્યા કરતા લાંબો સમય ચીટકીને બેઠેલા અને મનમાની કરતા રહેલા આવા તોડકાંડ જેવા કર્મીઓને પણ પનીશમેન્ટ ટ્રાન્સફરનો લાભ આપવામાં આવશે.

તેવી પૂરી શક્યતા છે.આ પ્રક્રિયા શરૂ થતા જ પોલીસ બેડામાં અને ખાસ કરીને આવી પ્રવૃત્તિઓમાં લિપ્ત થઇ ગયા હોય એવા તત્વોમાં ફફડાટ પ્રસરી જવો એ સ્વાભાવિક છે. પરંતુ પરિસ્થિતિ પોઈન્ટ ઓફ નો-રીટર્ન પર લાવવા માટે એ તત્વો ખૂદ દોષિત છે. તમે જયારે તમને સોપાયેલી ફરજનું નિષ્ઠા અને ઈમાનદારીથી કામ કરતા ન હોય ત્યારે વહેલું કે મોડું તેના માઠા ફળ ચાખવા માટે તમારે તૈયાર રહેવું જ પડે અને તોડકાંડ કરીને મૂછેવળ દઈને ફરી રહેલા ચોક્કસ તત્વોનાં મધુરા ફળ હવે અચાનક ખાટા અને કડવા થઇ ગયા હોવાની ચર્ચાએ જોર પકડયું છે. ધારાસભ્ય પત્ર બોમ્બની એક ખૂબ જ વિધેયક અસર એ થઇ છે કે, ગુનાખોરો, ભૂમાફિયાઓ, બુટલેગરો, ડ્રગ માફીયાઓ, શેરી-ગલ્લીઓમાં શર્ટનાં ઉપલા બટન ખોલીને અને પેન્ટનાં નેફામાં છરા ભરાવીને લોકોમાં ભય ઉભો કરતા લતાવાઈઝ ગાંઠીયા દાદાઓ સામે હિંમતથી માથું ઉચકવાની શહેરીજનોમાં હિંમત વધતી જાય છે. જે નાગરિકો વિવિધ પ્રકારે ગુનાખોરીનો ભોગ બન્યા છે અને અસામાજિક તત્વોનાં હાથે અન્યાય અને દમનનો શિકાર બન્યા છે. એવા પીડિતો હવે રજૂઆતો કરવાની હિંમત ભેગી કરી શક્યા છે એ ખૂબ જ નોંધપાત્ર બીના છે.

Read About Weather here

અત્યાર સુધી એવું થતું આવ્યું છે કે અને આપણો એવો અનુભવ રહ્યો છે કે, લોકો કજિયાનું મોઢું કાળુ કરીને આવા તત્વો સામે અવાજ ઉઠાવવાની હિંમત બતાવી શકતા ન હતા. પણ હવે આ પરિસ્થિતિ બદલાઈ રહી છે. હવે આવા અપરાધીઓ સામે રજૂઆત કરનાર લોકોને સ્થાનિક પોલીસમાં દાદ ન મળે અથવા તો અરજીને ફાઈલનાં કબાટમાં મૂકી દેવાઈ હોય તો હવે આવા પીડિતો સીધો ગાંધીનગર રજૂઆત કરવાનું મન બનાવી ચૂક્યા છે અને શક્ય છે કે આગામી દિવસોમાં ગાંધીનગર સુધી રજૂઆતોનો એક પ્રચંડ ધોધ વહેતો થઇ જાય તો પણ નવાઈ નહીં લાગે. સ્થાનિક પોલીસ અગર ફરિયાદ ન લે અથવા તો ગુનેગારો સામે કોઈ કાર્યવાહી ન કરે તો પીડિત શહેરીજનો હવે સ્થાનિક પોલીસને બાયપાસ કરીને ગાંધીનગર ગૃહમંત્રી અને રાજ્યનાં પોલીસવડા સુધી સીધી વાત પહોંચાડવા માટે લોખંડીનિશ્ર્ચય કરી ચૂક્યા હોય તેમ લાગે છે. આગામી દિવસોમાં શહેરીજનોમાં સર્જાયેલા અને આવી ગયેલા હિંમતનાં બુસ્ટર ડોઝને કારણે આવા અનેક પ્રકરણોનાં કડાકા ભડાકા થવાની પૂરી શક્યતા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here