પોલીસ એક્શનમાં…!

પોલીસની એક્શનમાં...!
પોલીસની એક્શનમાં...!
શહેરમાંથી તલવાર રેમ્બો છરા ચપ્પુ જેવા પ્રાણઘાતક હથિયારો મળી આવતા પોલીસ ચોકી ગઈ છે. લિંબાયત, પાંડેસરા, ઉધના, ડિંડોલી વિસ્તારમાંથી 402 લોકો પાસેથી પોલીસ દ્વારા હથિયાર કબ્જે કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સુરતમાં ગત શનિવારે ગ્રીષ્મા વેકરીયાની ફેનિલ ગોયાણીએ ઘાતકી હત્યા કરી હતી. આ હત્યાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં હતાં. જેથી સુરત પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયાં હતાં. આથી પોલીસ દ્વારા સુરત શહેરમાં કોમ્બિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શંકાસ્પદ લોકો અને વાહનોને પોલીસે તપાસ હતાં.

Visit Saurashtra Kranti Homepage here

જેમાંથી પોલીસને તલવાર, રેમ્બો છરા, ચપ્પુ જેવા ઘાતક હથિયારો મળ્યા હતાં.જેથી 402થી વધુ લોકો સામે પોલીસે કેસ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે તમામ વિરુદ્ધ 135 કલમ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ દ્વારા તમામ વિસ્તારોમાં શંકાસ્પદ હિલચાલ પર પણ નજર રાખવામાં આવી રહી છે.અજય તોમર (પોલીસ કમિશનર સુરત) એ જણાવ્યું હતું કે, સુરત એક શાંત શહેર છે, પોલીસ દ્વારા અસામાજિકતત્વો અને ગુંડાઓ માટે એક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેતે પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત આખો સ્ટાફ ફૂટ પેટ્રોલિંગ, બાઇક પેટ્રોલિંગ PCR પેટ્રોલિંગ સધન બનાવવામાં આવી છે.

આ કામગીરી દરમિયાન બે અઠવાડિયામાં 13599 વાહનો ચેક કરવામાં આવ્યા છે. હથિયાર તરીકે ઉપયોગમાં લઈ શકાય એવી વસ્તુઓ લઈ ને ફરતા 402 કેસ કરવામાં આવ્યા, ચેકીંગ દરમિયાન 217000 જપ્ત કરાયા, 107 અને 151 મુજબ 475 વિરુદ્ધ પગલાં ભરાયા, રાત્રે કોઈ પણ કારણ વગર બીજા વિસ્તારમાં રખડતા હોય કે શકાસ્પદ લાગે એવા 518 સામે પગલા લેવામાં આવ્યા, આ દરમિયાન શકાસ્પદ વ્યક્તિઓ પાસેથી 93 રેમ્બો છરા અને તિક્ષણ હથિયાર રિકવર કરાયા, 475 દારૂ પીધેલા ના કેસ કરાયા, 79 કપલ બોક્સ બંધ કરાવાયા, બીજા ને સૂચના મુજબ કઢાવવા માં આવ્યા, 188 મુજબ જાહેરનામા ના ભગ બદલ 117 કેસ કરાયા, 495 પાન ના ગલ્લા ચેક કરાયા 49 ગેર કાયદે બંધ કરવામાં આવ્યા, મોડી રાત્રે રોડ સાઇડ પર શંકાસ્પદ રીતે ભેગા થતા 86 ધાબા ચેક કરાયા, ચરસ-ગાજા નું સેવન કરતા હોય એવા 441 લારી ગલ્લા બંધ કરાવાયા છે.

પોલીસ હજી સતત પેટ્રોલિંગમાં જોડાય છે અને આવા અસામાજિકતત્વો સામે પગલાં ભરવા કટિબંધ છે.અજય તોમર (પોલીસ કમિશનર સુરત) એ જણાવ્યું હતું કે, સુરત એક શાંત શહેર છે, પોલીસ દ્વારા અસામાજિકતત્વો અને ગુંડાઓ માટે એક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેતે પોલીસ સ્ટેશન ના પીઆઇ સહિત આખો સ્ટાફ ફૂટ પેટ્રોલિંગ, બાઇક પેટ્રોલિંગ PCR પેટ્રોલિંગ સધન બનાવવામાં આવી છે.

આ કામગીરી દરમિયાન બે અઠવાડિયામાં 13599 વાહનો ચેક કરવામાં આવ્યા છે. હથિયાર તરીકે ઉપયોગમાં લઈ શકાય એવી વસ્તુઓ લઈ ને ફરતા 402 કેસ કરવામાં આવ્યા, ચેકીંગ દરમિયાન 217000 જપ્ત કરાયા, 107 અને 151 મુજબ 475 વિરુદ્ધ પગલાં ભરાયા, રાત્રે કોઈ પણ કારણ વગર બીજા વિસ્તારમાં રખડતા હોય કે શકાસ્પદ લાગે એવા 518 સામે પગલા લેવામાં આવ્યા, આ દરમિયાન શકાસ્પદ વ્યક્તિઓ પાસેથી 93 રેમ્બો છરા અને તિક્ષણ હથિયાર રિકવર કરાયા, 475 દારૂ પીધેલા ના કેસ કરાયા, 79 કપલ બોક્સ બંધ કરાવાયા,

બીજા ને સૂચના મુજબ કઢાવવા માં આવ્યા, 188 મુજબ જાહેરનામા ના ભગ બદલ 117 કેસ કરાયા, 495 પાન ના ગલ્લા ચેક કરાયા 49 ગેર કાયદે બંધ કરવામાં આવ્યા, મોડી રાત્રે રોડ સાઇડ પર શંકાસ્પદ રીતે ભેગા થતા 86 ઢાબા ચેક કરાયા, ચરસ-ગાજા નું સેવન કરતા હોય એવા 441 લારી ગલ્લા બંધ કરાવાયા છે. પોલીસ હજી સતત પેટ્રોલિંગમાં જોડાય છે અને આવા અસામાજિકતત્વો સામે પગલાં ભરવા કટિબંધ છે.

શહેરને અશાંત બનાવનારાઓ સામે સુરત પોલીસ સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે. એટલું જ નહિ પણ તમામ પોલીસ અધિકારીઓ, જેતે પોલીસ સ્ટેશનના પીઆઇ થી લઈ તમામ કર્મચારીઓ ને અલગ અલગ ડ્રાઈવ કરવા સૂચના અપાઇ છે. સાથે સાથે અનેક શકાસ્પદ લોકો સામે પગલા ભરવામાં આવ્યા છે. શાંત સુરત ને અશાંત બનાવનારાઓ સામે જ આ ડ્રાઈવ હોવાનું પોલીસ કહી રહી છે.

Read About Weather here

પોલીસ ની આ ડ્રાઈવ થી છેલ્લા 24 માં કોઈ મોટી ઘટના ન બની હોવાનું જીવતું ઉદાહરણ સામે આવ્યું છે. તો બીજી બાજુ પોલીસ કમિશનર પોતે સાયકલ ડ્રાઈવ કરી રહ્યા છે. એક અઠવાડિયાથી શરૂ કરેલી ઝુંબેશ માં અનેક ઘાતક હથિયારો મળી આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here