સૌથી ઝેરી હોય છે આ સાપનું વિષ…!

સૌથી ઝેરી હોય છે આ સાપનું વિષ...!
સૌથી ઝેરી હોય છે આ સાપનું વિષ...!
ઝેરી સાપોમાં સૌથી ઝેરીલો સાપ કિંગ કોબ્રા છ. આવો તેના વિશે જાણીએ. તેની લંબાઇ ૬ મીટર સુધીની હોય શકે છે, તેને નાગરાજના નામથી પણ ઓળખવામાં આવે છે. સાપ બે પ્રકારના હોય છે ઝેરી અને બિનઝેરી બધા ઝેરી સાપના માથાના ભાગ ઝેર બનાવવાની સંરચના હોય છે. આ સંરચનામાં એક જોડી વિષ ગ્રંથીઓમાંથી ઝેર સાપના જડબામાં આવે છે. આ વિષ ગ્રંથીઓમાં ઉત્પન્ન થનારૂ ઝેર વિષનળીઓ દ્વારા વિષદંત સુધી પહોંચે છે.

Visit Saurashtra Kranti Homepage here

આ વિષદંત અણીવાળા હોય છે. સાપ પોતાના શિકારમાં તેને ખુંચાડીને ઝેર નાખે છે. સાપનું વિષ પણ બે પ્રકારનું હોય છ. ન્યુરોટોકસીક અને હિમો ટોકસીક, ન્યુરોટોકસીક વિષ શરીરમાં ગયા પછી શ્વસન ક્રિયાનું સંચાલન કરતી સીસ્ટમ કામ કરવાનું બંધ કરી દે છે.કિંગ કોબ્રા અન્ય સાપોને પણ પોતાના શિકાર બનાવે છે પછી ભલે ને ઝેરી હોય તેના કરડવાથી હાથીનું પણ મોત થઇ શકે છે. તેને સૌથી મોટો વિષધર સાપ ગણવામાં આવે છે.

તે આખા એશિયા ખંડમાં મળી આવે છે. કિંગ કોબ્રા દુનિયાનો સૌથી લાંબો સાપ હોવાનું માનવામાં આવે છે જો કે કેટલાક અભ્યાસ આફિક્રાના બ્લેક મંબાને સૌથી ઝેરીલો સાપ હોવાનું માને છે.અન્ય સાપોની જેમ કિંગ કોબ્રા પણ પોતાનો રાફડો બનાવે છે. અને માદા કોબ્રા ઇંડાનું રક્ષણ કરે છે. સામાન્ય રીતે કિંગ કોબ્રાનું આયુષ્ય ૨૦ વર્ષનું હોય છે. સાપોની અન્ય પ્રજાતિઓની જેમ તે પણ પાણીમાં આરામથી તરી શકે છે.

Read About Weather here

તે પોતાના કદની એક તૃત્યાંશ ઉંચાઇ સુધી સીધો ઉભો થઇ શકે છે. તે કેટલાય દિવસો અથવા મહિનાઓ સુધી ભોજન વગર રહી શકે છે. તેનું વજન ૨૦ કિલો સુધીનું હોઇ શકે છે.નરકિંગ કોબ્રા લાંબા એન માદાથી વધારે વજનવાળા હોય છે. વયસ્ક કિંગ કોબ્રા પીળા, લીલા ભૂરા અથવા કાળા રંગના હોય છે. તેનુ ગળુ આછા પીળા અથવા ક્રીમ કલરનું હોય છે. તેનું ઝેર જો આંખોમાં જતુ રહે તો સારવાર ના મળવાની સ્થિતીમાં આંખોની રોશની પણ જઇ શકે છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here