યુક્રેનમાં યુદ્ધનું ટ્રેલર…!

યુક્રેનમાં યુદ્ધનું ટ્રેલર...!
યુક્રેનમાં યુદ્ધનું ટ્રેલર...!
પૂર્વ યુક્રેનમાં કથિત રશિયન સમર્થિત અલગતાવાદીઓ દ્વારા એક કારને નિશાન બનાવવામાં આવી હતી તેમજ એક ગેસપાઇપલાઇનને પણ બ્લાસ્ટ કરીને ઉડાવી દીધી હતી. રશિયા સાથે યુદ્ધના સંકટ વચ્ચે યુક્રેનમાં સતત બીજા દિવસે બ્લાસ્ટ કરાયા છે. આ બંને બ્લાસ્ટને રશિયા સાથેના યુદ્ધના ટ્રેલર તરીકે જોવામાં આવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

જ્યારે યુક્રેને આ હુમલા માટે રશિયાને જવાબદાર ગણાવ્યું છે, જ્યારે રશિયાએ એને યુક્રેનનું કાવતરું ગણાવ્યું છે.અહીં, યુક્રેનના લુહાન્સ્કમાં શનિવારે સવારે (યુક્રેનિયન સમય અનુસાર શુક્રવારની રાત્રે) હુમલાને કારણે ગેસપાઇપલાઇન તૂટી ગઈ હતી, જેનો વીડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે. હુમલા પછી યુક્રેનના ઈમર્જન્સી વિભાગે લોકોને ઘરમાં જ રહેવા કહ્યું છે તેમજ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું.

યુક્રેનમાં યુદ્ધનું ટ્રેલર...! ટ્રેલર

અહીં રશિયાએ આરોપ લગાવ્યો છે કે યુક્રેન અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર રચી રહ્યું છે. રશિયન સમાચાર એજન્સી રિયા ન્વોસ્ટીના અહેવાલ મુજબ, યુક્રેનના અલગતાવાદીઓના હુમલામાં જ ગેસપાઇપલાઇનને નુકસાન થયું છે.આ તરફ જો બાઈડને રશિયા પર ખોટું બોલવાનો અને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. અમેરિકાએ કહ્યું હતં કે રશિયાના રાષ્ટ્રપતિ અમને સ્પષ્ટપણે જણાવે અને વચન આપે કે તેઓ યુક્રેન પર હુમલો નહીં કરે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને હાલમાં જ સરહદ પરથી સેના હટાવવાની વાત કરી હતી.સરહદ વિવાદ વચ્ચે યુક્રેનના પૂર્વ ભાગમાં થયેલા હુમલાને રશિયાની ફોલ્સ ફ્લેગની રણનીતિ તરીકે જોવામાં આવી રહી છે. ફોલ્સ ફ્લેગનો અર્થ છે- કોઈ દેશ પ્રથમ આયોજનબદ્ધ હુમલો કરે અને પછી બીજા દેશ પર દોષારોપણ કરીને બદલો લેવા જવાબી કાર્યવાહી કરે.

Read About Weather here

ગુરુવારે, ફેયરીટેલ કિન્ડરગાર્ટનમાં એક શાળા પર હુમલો કરવામાં આવ્યું હતું. હુમલા સમયે બાળકો શાળાની અંદર હતા. આ હુમલામાં ત્રણ શિક્ષક ઘાયલ થયા હતા.રશિયાની આ રણનીતિ અંગે અમેરિકા નાટો (NATO)ને સતર્ક કરી ચૂક્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here