MD ડોક્ટરને લોન લેવા જવું મોંઘુ પડ્યું….!

MD ડોક્ટરને લોન લેવા જવું મોંઘુ પડ્યું....!
MD ડોક્ટરને લોન લેવા જવું મોંઘુ પડ્યું....!
સમીર મીઠાણી 2 વર્ષથી બોગસ ડીગ્રી આધારે ક્લિનિક ચલાવતો હતો. બોગસ ડોકટર સમીર મીઠાણીએ 30 લાખની લોન લેવા બેંકમાં ગુજરાત કાઉન્સિલ અમદાવાદ અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હીનું ખોટું પ્રમાણપત્ર લોનમાં મૂક્યું હતું. 30 લાખની લોન લેવાના ચક્કરમાં નકલી ડોકટરનો ભાંડો ફુટયો છે. બોગસ એમડીની ડીગ્રી બનાવી ક્લિનિક ચલાવતા સમીર ફિરોઝ મીઠાણીને રાંદેર પોલીસે શુક્રવારે ક્લિનિક પરથી ઝડપ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

પોલીસે મોટી માત્રામાં દવા, ઇન્જેકશન, દર્દીઓને આપવાની ફાઇલો, પ્રિસ્ક્રિપ્શનના કોરા લેટર પેડ કબજે કર્યાં હતાં. બેંકના સ્ટાફે ડોકટરના સર્ટિફિકેટની તપાસ કરાવતાં બોગસ હોવાનું બહાર આવતાં મામલો પોલીસ કમિશનર સુધી પહોંચ્યો હતો. કમિશનરે તપાસનો આદેશ કરતાં રાંદેર પોલીસે ફરિયાદ લઈ નકલી ડોકટર સમીર ફિરોઝ મીઠાણી(37)(રહે,પ્રિન્સ પાર્ક રો હાઉસ,રાંદેર,મૂળ રહે, ચોગઠગામ,ભાવનગર)ને પકડી પાડી ધરપકડની તજવીજ કરી છે.પોલીસે વધુમાં કહ્યું હતું કે આરોપી ડોકટર સમીર મીઠાણીએ ધો.12 કોમર્સ પાસ કરેલું છે અને તે ઓટોમોબાઇલ્સના ધંધા સાથે સંકળાયેલો હતો.

કોરોનાને કારણે આર્થિક સંકડામણને કારણે સમીર મીઠાણી ઓટોમોબાઇલ્સનો ધંધો છોડી દુકાનમાં ક્લિનિક ખોલ્યું હતું. નકલી ડોકટર સમીર સુરતમાં 5 વર્ષથી રહેતો હતો.નકલી ડોકટર પાસેથી કિરણ હોસ્પિટલનો આઈ કાર્ડ પણ મળી આવ્યો હતો. ક્લિનિક પર આવતા પેશન્ટોને તે કિરણ હોસ્પિટલનો ડોકટર હોવાનું કહેતો હતો. આ બાબતે તપાસ કરતાં કિરણ હોસ્પિટલમાં સમીર મીઠાણી નામનો કોઈ ડોકટર કાર્યરત ન હતો અને તેણે કિરણ હોસ્પિટલનું આઈકાર્ડ પણ બોગસ બનાવેલું હતું. નોકરી માટે નકલી ડોકટર મીઠાણી યુવકોને પોતાના લેટરપેડ પર ફિટનેશ સર્ટિફિકેટ બનાવી આપતો હતો.

Read About Weather here

આવા કેટલાક ડોક્યુમેન્ટો પણ પોલીસને હાથ લાગ્યા છે.લોકડાઉનમાં ઓટોમોબાઇલ્સનો ધંધો બંધ હોવાથી સમીરને મુશ્કેલી પડતી હતી. સમીરે એમડીની ડીગ્રી માટે ગુજરાત કાઉન્સિલ અમદાવાદ અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હીનું બીજાના નામનું સર્ટિફિકેટ ગૂગલ પરથી શોધી એમાં એડિટ કરી પોતાનું નામ લખી ક્લિનિકમાં લટકાવી દીધું હતું. બીજી તરફ કોરોનામાં માત્ર દવાખાનાઓમાં દર્દીઓની ભીડ હોવાથી સમીરે નકલી ડોકટર બની કમાણી કરવા ક્લિનિક ખોલ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here