રાજકોટ મ.ન.પા.નું જનરલ બોર્ડ: 2355.78 કરોડના બજેટને અપાઇ લીલીઝંડી

રાજકોટ મ.ન.પા.નું જનરલ બોર્ડ: 2355.78 કરોડના બજેટને અપાઇ લીલીઝંડી
રાજકોટ મ.ન.પા.નું જનરલ બોર્ડ: 2355.78 કરોડના બજેટને અપાઇ લીલીઝંડી

વેરા વળતર યોજના સહિતની 10 બજેટ દરખાસ્તોને અપાઇ બહાલી
બજેટને ખરા અર્થમાં વાસ્તવદર્શી બજેટ ગણાવતા સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ
વાસ્તવીક હોય તેવુ બજેટ રજુ કરવું જોઇએ આંકડાની માયાજાળ વાળુ નહીં: ભાનુબેન સોરાણી
રાજકોટ સતત વિકાસશીલ બની રહે અને નાગરિકોની સુખસુવિધાઓમાં ક્રમશ: વધારો કરવા શાસક પક્ષ કટીબધ્ધ

આજે મ.ન.પા.ના રમેશભાઇ છાયા સભાગૃહમાં મેયર ડો.પ્રદિવ ડવની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જનરલ બોર્ડમાં આગામી નાણાકીય વર્ષ 2022-23માં એપ્રિલથી જૂન દરમિયાન આગોતરો (એડવાન્સ) મિલ્કત વેરો ભરનારને એપ્રિલ-મે મહિનામાં મહિલા માટે 15 ટકા તથા પુરૂષની મિલ્કત માટે 10 ટકા વળતર અને જૂનમાં પુરૂષોને 5 ટકા તથા મહિલાઓને 10 ટકા વળતર આપવા તથા ઓનલાઇન એડવાન્સ વેરો ભરનારને 1 ટકો તથા રૂ. 50નું ડીસ્કાઉન્ટ આપવાની યોજનાને મંજુરી અપાઇ છે. સાથો-સાથ 2021-22નું રિવાઇઝડ તથા 2022-23નું 2355.78 કરોડનું બજેટ પણ મંજૂર થયુ હતું. સ્ટે.ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે,

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ મહાનગરપાલિકાનાં ઇતિહાસમાં સૌપ્રથમ વખત,સ્થાયી સમિતિએ શહેરના નિયમિત કરદાતાઓ અને દિવ્યાંગોને વિશેષ પ્રોત્સાહન આપવા એક નિર્ણય કર્યો છે. જેમાં છેલ્લા સતત ત્રણ(3) વર્ષ માટે વેરા વળતર યોજનાનો લાભ લીધો હોય તેવા આસામીઓને આગામી વર્ષ મિલકતવેરા વળતર યોજના દરમ્યાન મિલકતવેરો ભરપાઈ કર્યેથી મિલકતવેરામાં વિશેષ 1% વળતર તેમજ દિવ્યાંગ મિલકતધારકોને વળતર યોજનામાં મિલકતવેરામાં 5% વિશેષ વળતરની યોજના મંજુર કરેલ છે.

કમિશનર દ્વારા વાહનકર પેટે વાહનના એક્સ શો રૂમ પ્રાઈસના 2.50% થી શરૂ કરી 5.0% સુધીનો વાહનકર સુચવવામાં આવેલ. આ દરખાસ્ત પરત્વે, સ્ટેન્ડિંગ કમિટીએ ગહન અભ્યાસ કરી, કોરોનાકાળમાં શહેરીજનો ઉપર વધુ કરબોજ ન આવે તે બાબતને ધ્યાનમાં રાખી, કમિશનરશ્રીએ સૂચવેલ વાહનકરના દરમાં ઘટાડો કરી,વાહનકર પેટે વાહનના એક્સ શો રૂમ પ્રાઈસના 1.50% થી શરૂ કરી 3.0% સુધીનો વાહનકર મંજુર કરી, વાહનકર વધારામાં રાહત આપેલ છે. રાજકોટ મહાનગરપાલિકાની આવક વધારવાના ભાગરૂપે આગામી નાણાકીય વર્ષ 2022/23માં શહેરના મુખ્ય અને વાહન વ્યવહારની અવરજવરવાળા વિસ્તારોમાં આવેલી રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની કુલ 38 જેટલી કઊઉ હોર્ડિંગ સાઈટ પરના જુદા જુદા ટાઈમ સ્લોટસ ખાનગી કંપનીને ભાડે આપી,

તેમાંથી રૂ.4 કરોડ જેટલી વધારાની આવક ઉભી કરવામાં આવશે. પાણીની સુવિધા લગતવિકાસકામ માટે (વોટર વર્કસ)રૂ.4166.66 લાખ, ડ્રેનેજ નેટવર્કમાટે રૂ.500 લાખ, વિવિધ સિવિલ વર્કસ માટે રૂ. 250 લાખ, રસ્તાના કામો માટે આગામી નાણાકીય વર્ષ 2022-23માં અલગથી રૂ.400 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. સ્ટેન્ડિંગ કમિટીએ મંજુર કરેલ આ બજેટ ખરા અર્થમાં વાસ્તવદર્શી બજેટ છે. કારણ કે, આ બજેટમાં મર્યાદિત પ્રોજેક્ટ્સ સમાવિષ્ટ કરવાની સાથોસાથ હાલમાં પ્રગતિમાં રહેલ પ્રોજેક્ટ્સ સમયમર્યાદામાં પૂર્ણ થાય તે બાબત પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

Read About Weather here

સ્ટેન્ડિંગ કમિટી દ્વારા શહેરીજનોની સુખાકારી માટે નાણાકીય વર્ષ 2022/23ના બજેટમાં કુલ રૂ.2510 લાખનો ખર્ચ ધરાવતી નવી 17 યોજનાઓ ઉમેરી છે. રાજકોટ સતત વિકાસશીલ બની રહે અને નાગરિકોની સુખસુવિધાઓમાં ક્રમશ: વધારો થાય, રાજકોટ રહેવાલાયક અને માણવાલાયક શહેર બની રહે તેવા આશય સાથે વર્ષ 2022-23ના બજેટને આખરી ઓપ આપેલ છે. મને એવી આશા છે કે, આજે જનરલ બોર્ડની આ બેઠકમાં સૌ સદસ્યઓ સર્વાનુમતે બજેટને પસાર કરી, શહેરની વિકાસયાત્રામાં પોતાનું યોગદાન આપશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here