રાજકોટ સહિત 6 મહાનગરોમાંથી રાત્રી કર્ફ્યું હટાવાયો

કેન્દ્રના વિકાસલક્ષી બજેટથી ગુજરાતને મહતમ ફાયદો: મુખ્યમંત્રી
કેન્દ્રના વિકાસલક્ષી બજેટથી ગુજરાતને મહતમ ફાયદો: મુખ્યમંત્રી

હવે માત્ર અમદાવાદ અને વડોદરામાં નાઈટ કર્ફ્યું રહેશે; કોરોનાની પરિસ્થિતિ સુધરતા વધુ છૂટછાટો જાહેર
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ દ્વારા નવી ગાઈડલાઈન્સ

ગુજરાતમાં કોરોના મહામારી લગભગ કાબુમાં આવી ગઈ છે. કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારે કોરોના મહામારી સંદર્ભે લાદવામાં આવેલા નિયંત્રણો વધુ હળવા કરવાની જાહેરાત કરી છે. રાજકોટ સહિત 6 મહાનગરોમાંથી રાત્રી કર્ફ્યું ઉઠાવી લેવામાં આવ્યો છે. હવે માત્ર 2 મહાનગરો અમદાવાદ અને વડોદરામાં નાઈટ કર્ફ્યું રહેશે. જેનો સમય રાતનાં 12 થી સવારનાં 5 સુધીનો રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

રાજ્ય સરકારનાં નવા જાહેરનામાંનો અમલ 25 મી ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. અન્ય કેટલીક છૂટછાટો પણ જાહેર કરવામાં આવી છે. કેબિનેટની કોરકમિટીની બેઠકમાં કોરોના સંક્રમણ સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી અને કોવિડ અંગે તકેદારી રાખવા સાથે વધુ કેટલાક નિયંત્રણો હળવા કરવાનો અને ગાઈડલાઈનમાં વધુ છૂટછાટ આપવાનો નિર્ણય લેવાયો હતો.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યનાં સહુ નાગરિકોનાં સાથ સહકાર અને કોરોના ગાઈડલાઈનનાં પાલનને પરિણામે કેસોની સંખ્યામાં એકધારો ઘટાડો થઇ રહ્યો છે અને સ્થિતિ પૂર્વવત બનવા જઈ રહી છે. આથી રાજ્ય સરકારે વેપાર ઉદ્યોગ અને નાના વેપારીઓનાં રોજગાર અને આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી છૂટછાટો આપી છે.
કેબિનેટમાં લેવાયેલા નિર્ણયો મુજબ રાજકોટ સહિત 6 મહાનગરોમાંથી રાત્રી કર્ફ્યું દૂર કરવામાં આવ્યો છે.

Read About Weather here

અમદાવાદ અને વડોદરામાં જ તા.18 થી 25 ફેબ્રુઆરી સુધી નાઈટ કર્ફ્યું રહેશે. ઉપરાંત સામાજીક, રાજકીય, ધાર્મિક મેળાવડા તેમજ લગ્ન પ્રસંગો માટે ખુલ્લી જગ્યાનાં કુલ ક્ષમતાનાં 75 ટકા અને બંધ જગ્યાએ હોય ત્યારે ક્ષમતાનાં 50 ટકા વ્યક્તિઓની મર્યાદામાં પ્રસંગો યોજવાની છૂટ અપાઈ છે. લગ્ન સમારોહ માટે હવે ડીજીટલ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here