ગુજરાતની બાયોટેકનોલોજી નીતિ જાહેર, સવા લાખ નવી નોકરીઓની તક

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા નીતિ જાહેર; 500 થી વધુ ઉદ્યોગોને સહાય મળશે, વીજ ડ્યુટી પર 100 ટકા વળતર
રાજ્યનાં ઔદ્યોગિક ક્ષેત્રમાં 20 હજાર કરોડથી વધારે મૂડી રોકાણની સંભાવના; આત્મનિર્ભતામાં ફાળો આપનાર ખાસ પ્રોજેક્ટને 200 કરોડની મહતમ મર્યાદામાં કુલ મૂડી ખર્ચનાં 25 ટકા સુધીની સહાય

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બાયોટેકનોલોજી સેક્ટરમાં ઝડપી અને સર્વસમાવેશક વૃધ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબધ્ધતા સાથે નવી ગુજરાત બાયોટેકનોલોજી નીતિ જાહેર કરી છે. પંચવર્ષીય નીતિની જોગવાઈઓને કારણે રાજ્યમાં 1 લાખ 20 હજારથી વધુ નવા રોજગારી અવસરો ઉભા થવાની સંભાવના છે. મુખ્યમંત્રીએ રાજ્યનાં ઔદ્યોગિક ક્ષેત્રમાં રૂ.20 હજાર કરોડથી વધુ મૂડીરોકાણ થવાની આશા દર્શાવી છે. રાજ્યનાં શિક્ષણ અને વિજ્ઞાન તથા પ્રોદ્યોગિકી વિભાગનાં મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ નવી નીતિ જાહેર કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વિજ્ઞાન અને ટેકનોલોજી ઉદ્યોગ થકી સાહસિકતાને નવી દિશા મળી છે. વિશ્ર્વમાં બાયોટેકનોલોજી વિકાસ થઇ રહ્યો છે ત્યારે આત્મનિર્ભર ગુજરાતનું વિઝન સાકાર કરવા સરકારે બાયોટેક આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા નવી નીતિ જાહેર કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, બાયોટેકનોલોજી વિજ્ઞાનનું વિવિધ ક્ષેત્રોમાં અને ખાસ કરીને આરોગ્ય તથા કૃષિ સેક્ટરની સમસ્યાઓનાં સમાધાન માટે નોંધપાત્ર યોગદાન રહ્યું છે. કોવિડ મહામારી સામે માનવ જાતની લડાઈમાં બાયોટેકનોલોજીનો ખૂબ અગત્યનો ફાળો રહ્યો છે.

તેમણે કહ્યું હતું કે, નવી નીતિથી બાયો પ્લાસ્ટિક, સ્ટેમસેલ થેરાપી, પ્રિ-કલીનીકલ ટેસ્ટીંગ, જીનોમ સિક્વનસીંગ, વેક્સિન સંશોધન અને ઉત્પાદન તેમજ ટેસ્ટીંગ તથા સર્ટીફીકેશન લેબોરેટરી જેવા સ્પેશિયલ પ્રોજેક્ટને સહાયથી સમગ્ર સિસ્ટમ અને ઇકો સિસ્ટમ સુગ્રથીત થઇ જશે.નવી નીતિની વિશેષતાઓ:રૂ.200 કરોડથી ઓછી મૂડીરોકાણવાળા લઘુ અને સુક્ષમ ઉદ્યોગોને રૂ.40 કરોડની મહતમ મર્યાદામાં અને રૂ.200 કરોડથી વધુ મૂડીરોકાણવાળા મોટા પ્રોજેક્ટ અને સ્પેશિયલ પ્રોજેક્ટને રૂ.200 કરોડની મહતમ મર્યાદામાં કુલ મૂડીખર્ચનાં 25 ટકા સહાય કુલ 5 વર્ષમાં 20 ત્રિમાસિક હપ્તાનાં રૂપમાં અપાશે.

રૂ.200 કરોડથી ઓછા મૂડીરોકાણવાળા એમએસએમઈ ઉદ્યોગોને પ્રતિવર્ષ રૂ.5 કરોડની મહતમ મર્યાદામાં અને રૂ.200 કરોડથી વધુ મૂડીરોકાણવાળા મેગા અને લાર્જ પ્રોજેક્ટને કુલ ઓપરેટીંગ ખર્ચનાં 15 ટકા સહાય અપાશે. જેમાં વીજ દર સહાય, પેટન્ટ સહાય, માર્કેટિંગ વિકાસ સહાય, લીઝ રેન્ટલ સબસીડી અને ક્વોલીટી સર્ટીફીકેટ સહિતનાં ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Read About Weather here

એક વર્ષથી વધારે સમય સુધી આવી કંપની સાથે જોડાયેલ હોય એવા પ્રત્યેક સ્થાનિક પુરૂષ અને મહિલાને અનુક્રમે રૂ.50 હજાર અને રૂ.60 હજારની સહાય અપાશે. મહિલા અને પુરૂષ કર્મચારી માટે કંપનીએ ભરેલ પ્રોવિડન્ટ ફંડ પર અનુક્રમે 100 ટકા અને 75 ટકા વળતર અપાશે. ઈલેક્ટ્રીસિટી ડ્યુટી પર 100 ટકા વળતર અપાશે. આ રીતે રોજગારી અને ઔદ્યોગિક વિકાસ માટે રાજ્ય સરકારે વધુ એક મહત્વનું કદમ ઉઠાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here