૧૬ વર્ષીય કિશોરી ઉપર ૮ નરાધમોએ સામુહિક બળાત્કાર ગુજાર્યો…!

મુંજકામાં પાડોશી ધમકી આપી દુષ્કર્મ આચરતો: 3 વખત દુષ્કર્મ આચાર્યાની ફરીયાદ
મુંજકામાં પાડોશી ધમકી આપી દુષ્કર્મ આચરતો: 3 વખત દુષ્કર્મ આચાર્યાની ફરીયાદ
ઘટનાની જાણ પોલીસને કરાતા DYSP કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે.ઘટનાની પોલીસ ફરિયાદ અનુસાર ઝઘડીયાતાલુકાના એક ગામની કિશોરી સાથે વિશાલ ચંદ્રેશ વસાવા નામના શકશે મિત્રતા બાંધી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડીયાતાલુકામાં કિશોરી ઉપર સામુહિક બળાત્કારની ઘટના સામે આવતા પોલીસતંત્ર દોડતું થયું છે. કિશોરી સાથે મિત્રતા બાંધી એક આરોપી ફરવા લઇ જવાના બહાને ખેતરોમાં લઇ ગયો હતો જયાં ૮ શખ્સોએ બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. પરિચિત હોવાના કારણે કિશોરી આ શકશને વિશ્વાસુ માનતી હતી. પીડિતા ગરીબ પરિવારની દીકરી છે.

Visit Saurashtra Kranti Homepage here

૧૬ ફેબ્રુઆરીની રાતે વિશાલ પીડિતાને ફરવા લઈ જવાની લાલચ સાથે આર્થિક મદદની તૈયારી બતાવતા આ નરાધમના બદઈરાદાથી અજાણ બાળકી તેની સાથે બાઈક ઉપર બેસી ગઈ હતી. કાવતરાના ભાગરૂપે વિશાલ તે કિશોરીને સીમમાં એક ખેતરમાં લઈ ગયો હતો.પીડિતાની ઉંમર ૧૬ વર્ષ આસપાસ છે જેને આરોપીએ ખેતરમાં લઈ જઈ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. બાળકી સાથે હીન કૃત્ય આચરી ન અટકતા તેણે અન્ય ૭ મિત્રોને કિશોરી ઉપર બળાત્કાર ગુજારવા ખેતરમાં બોલાવ્યા હતા. આ ૭ શખ્સોએ પણ બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.

સામુહિક બળાત્કારની ઘટનાને અંજામ આપી આરોપીઓએ કિશોરીને ભગાડી મૂકી હતી.પિશાચી કૃત્યનો ભોગ બનેલી પીડિતા આ હાલતમાં ઘરે પહોંચી હતી જેણે પરિવારને આપવીતી કહેતા માતા – પિતા સ્તબ્ધ બન્યા હતા. સ્થાનિક અગ્રણીઓને દીકરી સાથે બનેલી ઘટનાથી વાકેફ કરી માતા – પિતા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ઉચ્ચ અધિકારોને ગંભીર ઘટનાની જાણ કરવામાં આવતા તાત્કાલિક ગુનો નોંધવા તજવીજ શરૂ કરાઈ હતી.ઝઘડીયા પોલીસ સ્ટેશમાં ઇપીકો કલમ ૩૬૩ , ૩૬૬, ૩૭૬ (D) ,૧૧૪ અને પોકસો એકટ અને એટ્રોસિટી એકટ હેઠળ ૮ શકશો વિરુદ્ઘ ગુનો નોંધવામાં આવ્યો છે.

Read About Weather here

ઘટનાની ગંભીરતા પારખી DYSP કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવી છે. બનાવ બાદ કિશોરીની તબીબી તપાસ સાથે ફોરેન્સિક એકસપર્ટની પુરાવા એકત્રિત કરવા મદદ લેવામાં આવી રહી છે.બનાવ સંદર્ભે ગુનો દાખલ કરનાર ઝઘડીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર પી એચ વસાવાનો સંપર્ક કરવામાં આવતા આરોપીઓની ધરપકડ અને ગુનાની તપાસની દિશા અંગે કઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. વિશાલ ચંદ્રેશ વસાવા, કમલેશ ચંદ્રેશ વસાવા, કાર્તિક પ્રવીણ વસાવા, મનોજ મુકેશ વસાવા, ભાવિન સુરેશ વસાવા, અક્ષય રાજુ વસાવા, મેહુલ કલ્પેશ પટેલ, શાહિલ શબ્બીર મોગલ.સામુહિક બળાત્કારના ગુનામાં સંડોવાયેલા આરોપીઓના નામ

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here