જગજીવન સખીયાને ગાંધીનગરનું તેડું: તપાસનો ધમધમાટ

જગજીવન સખીયાને ગાંધીનગરનું તેડું: તપાસનો ધમધમાટ
જગજીવન સખીયાને ગાંધીનગરનું તેડું: તપાસનો ધમધમાટ

રાજકોટ પોલીસ કમિશનર તોડકાંડની તપાસ ફરી વેગમાં
વિકાસ સહાય દ્વારા વધુ પુરાવા સાથે આવવા સખીયાને તાકીદ

રાજકોટનાં કથિત પોલીસ કમિશનર તોડકાંડની તપાસમાં કોરોનાને કારણે થોડાદિવસનો બ્રેક આવ્યા બાદ ફરીથી તપાસ પ્રક્રિયા વેગ પકડી ચુકી છે. તોડકાંડનાં આક્ષેપો કરનાર મહેશ સખીયાનાં મોટાભાઈ જગજીવન સખીયાને મુખ્ય તપાસનીશ અધિકારી વિકાસ સહાય દ્વારા ગાંધીનગર આવી જવા તેડું મોકલાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

તોડકાંડનાં આક્ષેપો અંગેનાં વધુ પુરાવા સાથે ગાંધીનગર પહોંચવા તપાસનીશ અધિકારીએ જગજીવન સખીયાને તાકીદ કરી છે. વિકાસ સહાયને કોરોનાની અસર થતા તપાસમાં થોડો બ્રેક આવ્યો હતો. હવે હોમ આઈસોલેશન બાદ તેઓ ફરીથી તપાસનો દૌર સંભાળી રહ્યા છે. એટલે જગજીવન સખીયાને વધુ પુરાવા સાથે ગાંધીનગર તેડાવાયા છે.

તોડકાંડનાં મામલામાં ગંભીર પ્રકારનાં આક્ષેપો થયા હોવાથી અને આક્ષેપોનાં કેન્દ્રોમાં શહેર પોલીસનાં ટોચનાં અધિકારી હોવાથી સરકાર છાશ પણ ફૂંકી-ફૂંકીને પીતી હોય એવું તટસ્થ નિરીક્ષકોને દેખાઈ છે. કોઈપણ એંગલથી કાચુ કપાઈ ન જાય એ જોવા માટે તપાસ પણ ગહન અને વ્યાપક રીતે ચલાવવામાં આવી રહી છે. જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જાય. શહેરીજનો તપાસ અહેવાલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પણ તપાસ પ્રક્રિયા જે રીતે ચાલી રહી છે એ જોતા અહેવાલ માટે લોકોને હજુ રાહ જોવી પડે તેવું લાગે છે.

Read About Weather here

જગજીવન સખીયાને શનિવારે ગાંધીનગર પહોંચવા તેડું મોકલાયું છે. તેઓ વધુ પુરાવા સાથે ગાંધીનગર પહોંચી વિકાસ સહાયની સાથે મુલાકાત કરશે અને એમને વધારાના પુરાવા સુપ્રત કરશે.(2.12).

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here