અજીબોગરીબ બકરી…!

અજીબોગરીબ બકરી…!
અજીબોગરીબ બકરી…!
બકરીના માલિક અહેમત કરતલે જણાવ્‍યું કે તેઓ છેલ્લા ૨૫ વર્ષથી પ્રાણીઓનો ઉછેર કરે છે. તુર્કીમાં એક અજીબોગરીબ બકરી મળી આવી છે. જેની આંખો ખોપડીની વચ્‍ચે આવેલી છે. પરંતુ આવું પ્રાણી ક્‍યારેય નથી જોયું. જેની આંખો તેના માથાના મધ્‍ય ભાગમાં આવેલી છે. અહેમત કરતલે કહ્યું કે, જયારે તેમને ખબર પડી કે એક બકરીનો જન્‍મ થયો છે, ત્‍યારે તેઓ સ્‍થળ પર પહોંચ્‍યા. પરંતુ બકરીને જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.

Visit Saurashtra Kranti Homepage here

બકરીની આંખો ખોપડીની બરાબર મધ્‍યમાં હતી. તેમણે કહ્યું કે, બકરીને જોયા બાદ એવું લાગ્‍યું કે તે સાયક્‍લોપ્‍સ છે. જેને ગ્રીક પૌરાણિક કથાઓમાં એક ભયંકર પ્રાણી તરીકે વર્ણવવામાં આવ્‍યું છે.બકરીના માલિકે કહ્યું કે, જે પણ આ વિચિત્ર બકરીને જુએ છે તે દંગ રહી જાય છે. કરતલે કહ્યું કે તે આ બકરીને પાળી શકે તેમ નથી. તે ઈચ્‍છે છે કે કોઈ આ બકરીને દત્તક લઈ લેહતાય મુસ્‍તફા કમાલ યુનિવર્સિટીના પ્રોફેસર અહેમદે જણાવ્‍યું હતું કે સેબોસેફલીના કારણે બકરીની ખોપરીમાં વચ્‍ચોવચ આંખો આવી છે.

Read About Weather here

તબીબી વિસંગતતાને કારણે, તેની બે આંખો એકમાં ભળી ગઈ છે. તેમણે કહ્યું કે સબોસેફલીમાં દરેક આંખ અલગ ઓર્બિટલ સોકેટમાં હોતી નથી. આવા કિસ્‍સામાં, નાકમાં ફેરફાર પણ થાય છે. કાન પણ અન્‍ય પ્રાણીઓની જેમ સામાન્‍ય નથી હોતા. જયારે નીચલા જડબા મોટા હોય છે. આ વિસંગતતા મનુષ્‍ય અને પ્રાણીઓ બંનેમાં થઈ શકે છે.નાક ચપટુ અને નસકોરા એક જ હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here