એક પછી એક 3 મોતની વિચિત્ર ઘટના

એક પછી એક 3 મોતની વિચિત્ર ઘટના
એક પછી એક 3 મોતની વિચિત્ર ઘટના
ખેંચ આવતા મૃત્યુ થયું હોવાની જાણ દાદીને થતા સ્થળ પર જોવા આવેલ દાદીને મૃત પૌત્રને જોતા જ આઘાત થવાથી વૃધ્ધાનું પણ મોત નીપજ્યું હતું. બારડોલી તાલુકાના કડોદ ગામે છૂટાછેડા બાદ પત્ની પાસે મંગળવારની રાત્રિના સમયે પતિ આવી અઢી વર્ષનો પુત્રની માંગણી કરતા, બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી, જેથી સાળો વચ્ચે આવતા, તેની સાથે ઝઘડો થયો હતો, અને બનેવી આવેશમાં આવી જઈ સાળાનું ગળુ દબાવી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. જે અંગેની જાણ મૃતકનો ખાસ મિત્રને થતા, તાત્કાલિક હત્યા થયેલ યુવકની બીજા ફળિયામાં રહેતી બહેનને ખબર આપવા જતો હતો, ત્યારે અચાનક ખેંચ આવતાં તેનું પણ મોત નીપજ્યું હતું.  

Visit Saurashtra Kranti Homepage here

એક પછી એક ત્રણ મોતની વિચિત્ર ઘટનાથી ફળિયામાં ગમગીની છવાઈ ગઈ હતી. પોલીસમાં હત્યાનો ગુનો નોંધાયો છે, જ્યારે બીજા બે મોત અંગે પોલીસમાં નોંધ થઈ નથી.ઘટના સ્થળ પરથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર બારડોલી તાલુકાના કડોદ ખાતે આવેલ દેસાઈ ફળિયામાં રહેતા જયેશભાઈ રમેશભાઈ રાઠોડ (28) જેઓ એચપી ગેસ એજન્સીમાં કામ કરે છે. તેમની સાથે તેની બહેન પાયલ રહે છે. પાયલ રાઠોડ અને ગામના જ કિશન રાઠોડ સાથે 7 વર્ષ અગાઉ લગ્ન થયા હતાં. લગ્ન દરમિયાન 5 વર્ષની છોકરી, અને 2.5 વર્ષનો દીકરો છે. કિશન નશો કરવાની ટેવવાળો હોય, પત્ની પાયલને ત્રાસ આપતો હતો.

જેથી સમાજની રાહે બંનેના છૂટાછેડા થયાં હતાં. જેમાં દીકરો 5 વર્ષનો થાય, ત્યારબાદ પિતાને આપવાનું નક્કી થયું હતું.15મી ફેબ્રુઆરી મંગળવારની રાત્રે કિશન રાઠોડ સાસરીમાં આવી, દીકરાને લઈ જવાની માગણી કરી હતી. જેથી સાળો જયેશ રાઠોડે જણાવેલ કે હમણાં ભાણેજ જમતો છે. બાદમાં લઈ જજે. આમ જણાવતાં બનેવી કિશન રાઠોડ એકદમ ઉશ્કેરાઈ જઈ સાળા જયેશને ગળાના ભાગે પકડી હત્યા કરી હતી, જેમાં ગામનો અન્ય એક યુવક પ્રવીણ ઉર્ફે મંગાભાઈએ પણ મદદગારી કરી હતી. સાળાનું મોત થવાથી બન્ને સ્થળ પરથી ભાગી ગયા હતા.જયેશની મોતની ઘટનાથી ફળિયામાં અફરા તફરી મચી ગઈ હતી. મૃતક જયેશભાઈનો ખાસ મિત્ર ધર્મેશ લલ્લુભાઈ રાઠોડ (20) જે જયેશની બીજી બહેન કડોદની તાડ ફળિયા ખાતે રહેતી હોય.

Read About Weather here

તેને ખબર આપવા માટે મોટરસાઈકલ પર નીકળ્યો હતો. ત્યારે તાડ ફળિયામાં અચાનક ધર્મેશને ખેંચ આવતા તે મોટરસાઈકલ પરથી રોડ પર પટકાયો હતો. ધર્મેશને સારવાર માટે લઈ જવામાં આવતાં ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. એક પછી એક 3 મોતની વિચિત્ર ઘટના બનતા કડોદનું દેસાઈ ફળિયામાં મંગળવારની રાત્રી અમંગળ સાબિત થઈ હતી. બારડોલી પોલીસમાં હત્યા થયેલ યુવકનાં નાના ભાઈ સતીશ રાઠોડે બનેવી કિશન રાઠોડ અને અન્ય યુવક પ્રવીણ ઉર્ફે મંગો વિરુદ્ધ ફરિયાદ આપતા, પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ધર્મેશના મોત અંગેની વાત તેની દાદીને થતાં દાદી પોતાના પૌત્રને જોવા જતાં પૌત્રનો મૃતદેહ જોતા દાદીને આઘાત લાગતા દાદીનું હ્ય્દયરોગને કારણે મોત નીપજ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here