દોસ્ત દોસ્ત ના રહા…!

દોસ્ત દોસ્ત ના રહા...!
દોસ્ત દોસ્ત ના રહા...!
સાબરકાંઠાના વડાલીના હાથરવા ગામના યુવકે વડગામના ધોરી ગામે મિત્રને વચ્ચે રાખી સાત વર્ષ અગાઉ જમીનનો સોદો કર્યો હતો. જેમાં રૂપિયા 28,00,000 ચૂકવી આપ્યા હતા. જોકે, ધોરીના મિત્રએ જમીન પોતાના નામે કરી દીધી હતી. જે જમીન પોતાના નામે કરી આપવાનું કહેતા ઉશ્કેરાયેલા મિત્રએ નાણાં પરત આપવા ન પડે તે માટે બુધવારે અંબાજી – પાલનપુર હાઇવે ઉપર ગોળા ગામ નજીક પોતાની કારથી યુવકની કારને દસ ટક્કર મારી પલટી ખવડાવી યુવકને જાનથી મારી નાંખવાની કોશિષ કરી હતી. આ ઘટનાામાં યુવક અને તેની સાથે રહેલા વ્યકિતને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોધાવતાં પોલીસે ગૂનો નોંધી તપાસ હાથ ધરી હતી.વડાલી તાલુકાના હાથરવા ગામના કલ્પેશકુમાર નારાયણભાઇ પટેલ સાત વર્ષ અગાઉ ઇન્સ્યોરન્સ સર્વેનું કામ કરતા હોઇ વડગામ તાલુકાના ધોરી ગામના શ્રવણસિંહ રાવતસિંહ ડાભી અને હરીસિંહ રાવતસિંહ ડાભી સાથે પરિચયમાં આવ્યા હતા. જે પછી અવાર – નવાર મળવાનું થતાં ત્રણેય વચ્ચે મિત્રતા થઇ હતી.દરમિયાન પાંચ વર્ષ અગાઉ શ્રવણસિંહે ધોરી ગામના બસ સ્ટેન્ડ નજીક એક એકર આઠ ગુંઠા જમીન ખરીદવાનું કહી મધ્યસ્થી થયા હતા. અને જમીનની કિંમત 28,00,000 નક્કી કરવામાં આવી હતી.

જેમાં કલ્પેશકુમારે શ્રવણસિંહને રૂપિયા 5,00,000 બાના પેટે આપ્યા હતા. જોકે, તે પછી શ્રવણસિંહે પોતાના મિત્ર કલ્પેશકુમારને વિશ્વાસમાં લઇ જમીન પોતાના નામે કરાવી હતી. અને ટુકડે ટુકડે રૂપિયા 28,00,000 લઇ લીધા હતા. જોકે, જમીન ફરી પોતાના નામે કરવાનું કહેતા શ્રવણસિંહ અને તેમનો ભાઇ હરિસિંહ ઝઘડા કરી સબંધ કટ કરવાનો પ્રયાસ કરતાં હતા.દરમિયાન કલ્પેશકુમાર બુધવારે સવારે પોતાની કાર નં. જીજે. 09. બી. એફ. 2527 લઇ ધોરીથી તેમના અન્ય મિત્ર ભાવુંસિંહ વિક્રમસિંહ ડાભીને બેસાડી પાલનપુર ગોવિંદાનગરમાં પોતાનું નવું મકાન બનતું હોઇ ત્યાં આવવા નિકળ્યા હતા.

ત્યારે શ્રવણસિંહે પોતાની સ્ક્રોપીયો નં. જીજે. 36. એસી. 9009 લઇ ગોળા ગામે રાહ જોઇને ઉભા હતા. જ્યાં કલ્પેશકુમાર કાર લઇને પસાર થતાં તેમણે પીછો કર્યો હતો. અને દાનાપુરા ગામ નજીક દસ જેટલી ટક્કરો મારતાં કાર હાઇવે નજીકના ખેતરમાં પલટી ગઇ હતી. જેમાં કલ્પેશકુમાર અને ભાવુંસિંહને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે બે શખ્સો સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.શ્રવણસિંહે કારની ટક્કર મારતાં કલ્પેશકુમારની કાર રાયડાના ખેતરમાં પલટી ગઇ હતી.

જ્યાં દોડી આવેલા લોકોએ બંનેને કારમાંથી બહાર કાઢ્યા હતા. તે વખતે શ્રવણસિંહનો ભાઇ હરિસિંહ ત્યાં આવ્યો હતો. અને ઇજાગ્રસ્ત કલ્પેશભાઇનું ગળુ પકડી પેટના ભાગે લાતો મારી હતી. જ્યાં લોકોએ વધુ મારથી બચાવ્યા હતા.કલ્પેશકુમારે જમીનની સોદો કર્યા પછી શ્રવણસિંહે એવું કહ્યુ હતુ કે, જમીન આપનાર વ્યકિત માત્ર ધોરી ગામના વતનીને જ જમીન આપવા માંગે છે. બહારના વ્યકિતને જમીન વેચવા માંગતા નથી. આથી આ જમીન મારા નામે કરાવું છુ. પછી તમારા નામે કરાવીશ દહિશ. તેમ કહી રૂપિયા 28,00,000 લઇ જમીન પોતાના નામે કરાવી દીધી હતી.

Read About Weather here

જોકે, કલ્પેશકુમારે તે પછી જમીન પોતાના નામે કરવાનું કહેતા મિત્ર શ્રવણસિંહનું પોત પ્રકાશ્યું હતુ. કલ્પેશકુમાર પટેલ સાત વર્ષ અગાઉ ઇન્શ્યોરન્સ સર્વેનું કામ કરતાં હોઇ ઘોરી ગામે જતાં હતા. જ્યાં શ્રવણસિંહ અને હરિસિંહ સાથે મિત્રતા થઇ હતી. ગાઢ મિત્રતા થતાં તેઓ એક બીજાને ત્યાં સારા- નરસા પ્રસંગે પણ જતા હતા.અને નાણાં પરત આપવા ન પડે તે માટે મિત્ર કલ્પેશકુમારને ગાડીની ટક્કર મારી જાનથી મારી નાંખવાની કોશિષ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here