કૂવાની જાળી તૂટી જતાં 13નાં મોત

કૂવાની જાળી તૂટી જતાં 13નાં મોત
કૂવાની જાળી તૂટી જતાં 13નાં મોત
જાણકારી અનુસાર, પીઠી ચોળવાની વિધિ દરમિયાન તમામ કૂવાની જાળી પર બેસીને પૂજા કરી રહી હતી, ત્યારે જાળી તૂટી ગઈ અને બધા એમાં પડવા લાગ્યા.બૂમાબૂમ સાંભળીને પરિવારજનો અને આસપાસના લોકોએ ઘટનાસ્થળે આવી તેમને કૂવામાંથી બહાર કાઢવાનું શરૂ કર્યું. ઉત્તરપ્રદેશના કુશીનગરમાં બુધવારે રાતે હૃદય કંપાવનારી ઘટના બની છે. અહીં પીઠી ચોળવાની વિધિ દરમિયાન લગભગ 35 બાળકી-મહિલાઓ કૂવામાં પડી ગઈ.

Visit Saurashtra Kranti Homepage here

તેમાંથી 9 બાળકી સહિત 13 લોકોનાં મોત ઘટનાસ્થળે જ થયાં છે. સ્થાનિક લોકોની મદદથી તમામને જિલ્લા હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા છે. ડોક્ટરોએ 13 લોકોને મૃત ઘોષિત કરી દીધા. ડૂબવાથી તમામનાં મોતની આશંકા વ્યક્ત કરાઈ છે. મૃતક બાળકીઓની વય 5થી 15 વર્ષ છે. કૂવામાં હજુ અન્ય લોકો ફસાયા હોવાની જાણકારી મળી છે.વહીવટી તંત્ર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. બચાવકાર્ય જારી છે, પરંતુ અંધારું હોવાના કારણે મુશ્કેલી પડી હતી.

મૃતદેહોની ઓળખ કરાઈ રહી છે.સમગ્ર ઘટના નેબુઆ નૌરંગિયા વિસ્તારની છે. નૌરંગિયા સ્કૂલ ટોલાના રહેવાસી પરમેશ્વર કુશવાહાને ત્યાં ગુરુવારે લગ્ન સમારંભ અંતર્ગત પીઠી ચોળવાની વિધિનો કાર્યક્રમ હતો. રાતે 10 વાગ્યા આસપાસ 50-60 મહિલા અને બાળકીઓ ગામની વચ્ચે આવેલા જૂના કૂવા પાસે ઊભી હતી. કૂવાને લોખંડની જાળીથી ઢાંકવામાં આવ્યો હતો. અનેક લોકો કૂવાની જાળી પર પણ ચઢી ગયા હતા.

Read About Weather here

ત્યારે જ લોખંડની જાળી તૂટી ગઈ. કૂવાની આસપાસ ઊભેલી લગભગ 35 મહિલાઓ અને બાળકીઓ એકસાથે કૂવામાં પડી ગઈ અને પાણીમાં ડૂબવા લાગી હતી.કોલાહલ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને તત્કાળ ઘટનાસ્થળે પહોંચીને બચાવકાર્ય કરવા અને દુર્ઘટનામાં ઘાયલ લોકોની યોગ્ય સારવાર કરાવવાના નિર્દેશ આપ્યા છે.બચાવકાર્ય ઝડપથી શરૂ કરવામાં આવ્યું. 9 બાળકી અને 4 મહિલાને કૂવામાંથી બહાર કાઢીને હોસ્પિટલે પહોંચાડવામાં આવી હતી, પરંતુ એ પહેલાં જ તેમનું મોત થયું હતું, જ્યારે આ ઘટનામાં 20થી વધુને ઈજા પહોંચી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here